રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર એ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવા અંગે ઉત્તર ભારતીયોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતીયોની માનસિકતા સંસદ, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવા માટે અનુકૂળ નથી. કહીને શરદ પવારે વિવાદનો મધપૂડો છેડી દીધો છે. ચૂંટણી સમયે આ વિવાદ ક્યાં જઈને અટકશે એ જોવું જ રહ્યું. પરંતુ હાલ તો ધીમે ધીમે આ વિવાદ વકરી રહ્યો છે. શરદ પવારે આપેલા નિવેદન બાબતે વિવાદ વકરે તો નવાઈ નહીં. આમ તો મોદી સરકારપાણી પહેલા જ પાળબાંધી દીધી છે.

શનિવારે પુણે ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ મહિલા આરક્ષણ બિલ સાથે સંબંધિત એક પ્રશ્ન પર આ નિવેદન આપ્યું હતું. વાસ્તવમાં, જ્યારે તેમને લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાના ઠરાવને પસાર કરવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “હું કોંગ્રેસનો લોકસભા સભ્ય હતો ત્યારથી સંસદમાં આ વિષય પર બોલતો આવ્યો છું.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મામલે તમામ પક્ષોએ સાથે મળીને આ બિલ પાસ કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ. શરદ પવાર કહ્યું કે સંસદની “માનસિકતા”, ખાસ કરીને ઉત્તર ભારતની, આ બાબત માટે અનુકૂળ નથી. હું કોંગ્રેસના સાંસદ તરીકે લોકસભામાં આ વિષય પર બોલી રહ્યો હતો. મારી વાત પૂરી કરીને જ્યારે હું પાછો ફર્યો તો મેં જોયું કે મારી પાર્ટીના ઘણા સાંસદો ઉભા થઈને ચાલ્યા ગયા.

શરદ પવાર કહ્યું કે મારી જ પાર્ટીના સાંસદોના ગૃહમાંથી વિદાય લેવાનો અર્થ એ છે કે આ મામલો મારા પક્ષના લોકો માટે પણ સરળ અને પચવા જેવો નથી. તેમણે કહ્યું, “મહારાષ્ટ્રના સીએમ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ જેવી સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત પ્રથા શરૂ કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં તેનો વિરોધ થયો હતો પરંતુ બાદમાં લોકોએ તેનો સ્વીકાર કર્યો હતો. 81 વર્ષીય શરદ પવાર 1999માં શરદ પવાર ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના થઈ ત્યારથી પાર્ટીના અધ્યક્ષ છે.




