Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

હર્ષભાઈ, ગરમી ઉતરી હોય અને મગજ ઠેકાણે આવ્યુ હોય તો વિચારો… જયરાજસિંહે આપી ચેલેન્જ

jansad by jansad
April 12, 2021
in Gujarat, Politics
0
વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner

ફોટો સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીને કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનો ઓપન લેટર.

મારા નાના ભાઈ હર્ષભાઈ,
આપને મેં ટીવી પર ખુબ ઉશ્કેરાટમાં જોયા, થોડી ચિંતા થઈ. આપણે જાહેરજીવનમાં હોઈએ વળી સત્તામાં હોઈએ અને પ્રજાને જીંદગી માટે ટળવળતા જોઈએ, જીવનના એક એક શ્વાસ ઊછીનો લેવા પરિજનોને આમ તેમ આથડતા જોઈએ તો અકળામણ થાય એ સ્વાભાવિક પણ છે મિત્ર , મને તમારો ખોટી દીશાનો અતિ આક્રોશ અને ઉશ્કેરાટ સમજાયો નહી. શાંત ચિત્ત એ સેવાની કરવા માટેની પૂર્વ શરત છે. વળી જબરજસ્તીથી તો આપણને કોઈ જાહેરજીવનમાં લાવ્યુ નથી તમને કે મને અથવા કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિને પ્રજાએ કંકોતરી લખી ને બોલાવ્યા નથી અને કહ્યું પણ નથી કે તમે આવો અને અમારી સેવા કરો.

વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner
ફોટો સોશિયલ મીડિયા

જાહેરજીવન અને રાજનીતિ એ આપણે જાતે સ્વીકારેલો વ્યવસાય છે માટે થાય એટલું કરવું કારણકે સેવા માટે ઇચ્છાશક્તિ હોય બળજબરી નહીં માટે તમે જે કરો એ બધા જ કરવા જોઈએ એ આગ્રહ શા માટે રાખો છો? અને બીજું તમે જ્યાં સેવા કરી રહ્યા છો એજ વિસ્તારના આપ ચૂંટાયેલા પ્રતિનિધિ છો એટલે તમારી ફરજ પણ છે જ અને  ભવિષ્યના સ્વાર્થનું સંધાન પણ હોઈ શકે એટલે તમે એના માટે બિનજરૂરી કોંગ્રેસને ગાળો કેમ આપી એ ના સમજી શકાયું..

આપે અને આપના રાજકીય ગુરુ પાટીલજી બંને દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન માત્ર સુરતને બદલે ગુજરાતની બીજી કોવીડ હોસ્પિટલ્સમાં સપ્રમાણ વહેંચણી કરીને બધાજ ગુજરાતીઓની ચિંતા કરી હોત તો એમાં ક્યાંક સેવાનો ભાવ દેખાત પરંતુ એકલા સુરતમાં કરવાથી સ્વાર્થ ડોકિયા કરતો દેખાય છે છતાં પણ કંઈક સારું તો કર્યું એ માટે ધન્યવાદ પણ પોતાનું શર્ટ બીજાના શર્ટ કરતા વધુ સફેદ દેખાડવાની લ્હાયમાં બિનજરૂરી વિપક્ષને ઢસડી લાવ્યા…

નીતિન પટેલ ,રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, ખેડૂત, કોંગ્રેસ, મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આપ ગુજરાતના જાહેર જીવનના એક મહામુલા રાજનેતા છો એટલે અને એક મિત્ર હોવાના નાતે આપની તબિયતની પણ ચિંતા છે કેમકે યુવાનીમાં જ મગજનું સંતુલન બગડે તે ભવિષ્યની રાજનિતિ માટે ઠીક નહી. થોડા ટાઢા પડી સમજો તો બધુય સમજાઈ જશે. આપનો ઉશ્કેરાટ વ્યાજબી હતો માત્ર ઠાલવવાની જગ્યા ખોટી છે અને એ માટેની મજબુરી હું સમજુ છું. આખા ગુજરાતની પ્રજા કોરોનાની મહામારી અને સરકારની લાપરવાહીથી ત્રસ્ત હોય, હોસ્પિટલમાં બેડ , દવા , ઈન્જેક્શન , ઓક્સિજન ના અભાવે લોકો મોતના મોઢામાં ધકેલાઈ રહ્યાં હોય.

મોત બાદ પણ સરકારી તંત્રની નિર્દયતા લોકોનો સ્મશાન સુધી પીછો ના છોડતા ત્યાં પણ ટોકન પકડાવી મૃતદેહોને લાઈનમાં ઉભા રહેવા મજબુર કરતા હોય તો આપણને સૌને ઉશ્કેરાટ થાય. વળી  તમે તો સત્તામાં છો એટલે લોકોની અપેક્ષાઓ પણ તમારા પ્રત્યે વધુ હોય. આ સંજોગોમા લોકોની મુશ્કેલીઓ દૂર ના કરી શકવાની મજબુરીથી અકળામણ થાય તે હું સમજુ છું પરંતુ આ અકળામણ કે ગુસ્સો યોગ્ય વ્યક્તિ કે દીશામા હોય તો સાર્થક નીવડે બાકી તબિયત પર અસર કરવાથી વધુ ફેર ના પડે.

હાર્દિક પટેલ,ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

આપના પક્ષ પ્રમુખે પાંચ હજાર રેમડેસીવીર ઈન્જેકશન ભાજપ કાર્યાલયથી આપવાની જાહેરાત કરી અને કોંગ્રેસ પક્ષ જ નહી મીડીયા સમેત ઘણા લોકોએ સવાલ કર્યા. કદાચ આપના ગુસ્સાનું આ જ કારણ હશે પણ તમે એ વિચાર્યુ કે સરકાર આ વ્યવસ્થા કરવાની ફરજ કેમ ચુકી? સુરત અને નવસારીના લોકોને વ્યકતિ દીઠ એક રેમડીસીવર ઈન્જેક્શન એ પણ લાઈનોમાં ઉભા રાખીને તમે આપ્યા એનુ અમને પેટમાં નથી દુખ્યુ ભાઈ અમારા પેટમાં એ દુખે છે કે તમને વરસોથી ખોબલે ખોબલે મત આપનાર લોકોને પોતાના સ્વજનોને મોતથી બચાવવા દર દર ભટકવુ પડે છે.

ભર તડકે લાઈનોમાં ઉભુ રહેવુ પડે, કાળાબજારમાં દસ ગણા રૂપીયા આપી ઈન્જેકશન મેળવવા પડે. અમને આ પરિસ્થિતિનું દુખ છે. વ્હાલા હર્ષભાઈ, ગરમી ઉતરી હોય અને મગજ ઠેકાણે આવ્યુ હોય તો વિચારો કે ઈન્જેક્શનના અભાવે લોકોનો જીવ જોખમમાં મુકાય એ સ્થિતિ અને ગેરવહીવટ માટે જવાબદાર કોણ? કોરોનાના એક વર્ષ બાદ પણ અને પચ્ચીસ પચ્ચીસ વરસના ભાજપના શાસન પછી પણ તમારી ભાજપ સરકાર લોકોને તેમના જીવવાના અધિકાર ના આપી શક્યા હોય તો એની જવાબદારી કોની? આજે હોસ્પિટલમાં પુરતા બેડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી એ સ્થિતિ માટે સરકારની જવાબદારી સરકારની છે કે વિપક્ષની ?

વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner
ફોટો સોશિયલ મીડિયા

તમારા પ્રમુખ સાહેબ સી. આર.પાટીલજી વિજયભાઈ ને અંધારામાં રાખી રેમડેસીવીર વહેંચવાનું આયોજન કરી ને સરકાર નિષ્ફળ નીવડી છે એનુ એલાન કર્યુ. અને એ વખતે રૂપાણી સરકારની સરેઆમ નિષ્ફળતા માટે બૂમબરાડા પાડ્યા હોત તો સાચાબોલા સેવક લાગ્યા હોત પણ તમે તો એમ કરવાને બદલે કોંગ્રેસને ગાળો દેવા માંડ્યા ત્યાં તમારી મનશા ઉઘાડી પડી ગઈ. તમે આ બે હાથી માં વજનદાર કોણ એની સ્પર્ધામાં તમારો ધડો કરવા નીકળ્યા છો તે તમારા રાજકીય જીવન માટે પણ જોખમી છે. શાનમાં સમજો બહુ બુમબરાડા કરવામાં જીતુભાઈ વાઘાણીની જેમ ખામોશ થવાનો વારો આવે.

હર્ષભાઈ , તમે કોંગ્રેસને કેમ ચેલેન્જ આપો છો ભાઈ ? કોંગ્રેસ સત્તામાં છે ? વળી તમારા પ્રમુખ પાસે પાછલા બારણે ઈન્જેક્શન લાવી આપે તેવા મિત્રો હોય કારણકે પ્રમુખ સાહેબ પાછલા બારણે એમને રાજકીય લાભના ટોનીક પકડાવતા હોય. કોંગ્રેસ પાસે એવુ કાળુ નાણું કે ખોટી રીતરસમ અપનાવે તેવા મિત્રો નથી કે જે સરકાર પોતે લાવી ના શકે એ ઈન્જેક્શન તમામ સરકારી નિયમોનો ભંગ કરી લાવી શકે. ભુખ્યા લોકોના પેટ ભરવા કરીયાણાની દુકાન લુટવા જેવો ધંધો કોંગ્રેસ ને ના આવડે. ભાઈ અમને આવા ગેરકાયદે ધંધાથી દૂર જ રાખો.

નીતિન પટેલ, ધમણ, રાજ્યસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

બીજુ જો ભુતકાળમાં કોંગ્રેસે પાટીલભાઉ જેવો ધંધો કર્યો હોત તો તમારા ડાબા હાથે બીસીજી ના બે ટિકાના ચાઠા છે એના બદલે ડાબા હાથે પંજા ને બે નિશાન છપાયેલુ હોત. પોલીયો, ટીબી, બીસીજી સમેત તમામ રસીકરણ પોગ્રામ કોંગ્રેસે રાજનીતિ માટે ન્હોતા કર્યા એક ચેલેન્જ સ્વરૂપે સ્વીકાર્યા હતા અને કોંગ્રેસ ભવનથી વહેંચ્યા નહોતા નહીંતર તમારા વડવાઓએ કોંગ્રેસ ભવન થી રસીના ડોઝ લીધા હોત અને તમે પણ પોલિયોના ટીંપા કોંગ્રેસ ભવનથી પીધા હોત..અને કોંગ્રેસની સરકાર તમારા ઘરના બારણે આવીને પોલિયોના ટીંપા પીવડાવી ગઈ હતી એ તમારા પૂજ્ય પિતાશ્રી કે પૂજ્ય માતૃશ્રીને પૂછી શકો છો.

તમે કોગ્રેસને સી.આર.પાટીલની જેમ ખોટા રસ્તે ઈન્જેક્શન ખરીદી વહેચવાની ચેલેન્જ ફેંકો છો પણ હિંમત હોય તો તમારા નેતા અને મુખ્યમંત્રીને આવતી કાલથી કોઈ દર્દીને ઈન્જેક્શન, દવા, બેડ કે ઓક્સિજનનો અભાવ નહી નડે એવી વ્યવસ્થા કરવાનો પડકાર ફેકી બતાવો. જો રૂપાણી સાહેબે સુપેરે વ્યવસ્થા ગોઠવી હોત તો તમારે કે પાટીલજી એ સમાંતર સરકાર ચલાવવાની જરૂર જ ના પડી હોત.
હર્ષભાઈ તમને અભિનંદન આપું છું કારણકે  ભાજપ સરકારની નિષ્ફળતા તમે જ ઉઘાડી પાડી છે ને હવે ફસાયા છો એટલે ચોર મચાયે શોર ની જેમ બુમ બરાડા કરો છો એ લોકો સમજે છે.

રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, રાજ્યસભા ચૂંટણી, ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

ચેલેન્જ ઉપાડવી હોય તો એક પણ દર્દી હોસ્પિટલમાં બેડ વગર નહી રહે એની ઉપાડો. સરકારી દરે ખાનગી દવાખાનાઓમાં સારવાર મળે એની ખાત્રી આપો. ઓક્સીજન કે ઈન્જેક્શનની અછત નહી વર્તાય એનો પડકાર ઝીલો. અમે પુછેલા સવાલોના જવાબ આપવાની ચેલેન્જ ઉપાડો.

૧.પાટીલજીના કેટલા મિત્રો એ કયા કયા રાજ્યોથી આ ઈન્જેક્શન ખરીદ્યા ?
૨.કઈ મેડીકલ એજન્સી પાસેથી આ ઈન્જેક્શન ખરીદ્યા ?કોના નામે કોના  પ્રિસ્ક્રિપ્શન પર ખરીદ્યા ?
૩.કેટલી ઈનવોઈસ પર ખરીદાયા ?
૪.રોકડે લીધા કે ચેક થી લીધા ?
૫.સરકારી કાયદા મુજબ વ્યક્તિ દીઠ છ ઈન્જેક્શનથી વધુ સ્ટોક કરવો ગેરકાયદે છે તો આ સ્ટોક કોણે અને ક્યાં કર્યો ? ૬.કમલમને ઈન્જેક્શન વહેચવાનુ લાયસન્સ કોણે આપ્યુ ?
૭.ભારત સરકારના ખોરાક અને ઔષધ નિયમ તંત્ર -૧૯૪૦ ના સેક્શન ૧૮-ક હેઠળ બે વર્ષને સજાપાત્ર ગુનો બને છે એ જાણો છો ???
૮.સુરત કમલમ્ પાસે ડ્રગ લાયસન્સ છે ???
૯.સુરત કમલમ્ પાસે સ્ટોકિસ્ટ તરીકેનું લાયસન્સ છે ?
૧૦.ઇન્જેક્શન જ્યાંથી મેળવ્યા ત્યાં ૫૦૦૦ કોવીડના દર્દીઓનો કોરોના રિપોર્ટ અને હોસ્પિટલ્સની માહિતી રજુ કરી હતી ??
૧૧.આ આખીય બાબતથી વિજયભાઈને કેમ અજાણ રખાયા ?

પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

હિંમત હોય તો જે બુબબરાડા પાડ્યા એટલા જ બૂમબરાડા ફરી પાડી આ સવાલોના જવાબ આપો. તમે વ્યક્તિગત રીતે લોકોની સેવા કરવા ખુબ પ્રયત્ન કરો છો એ હું જાણુ છુ તે માટે આપ અભિનંદનના અધિકારી છો પણ આ સળગતુ લાકડુ ખોટુ ઝાલ્યુ છે.
બીજાની ઈમેજ બચાવવા જતા તમારી આબરૂ ધોવાય છે એની ચિંતા છે .
” सियासत भी अजीब इन्तज़ाम करती है !
पहेले आँखे नौचती है फिर चश्मे दान करती है !

Tags: breaking newsBypoll newsgujaratGujarat BJPGujarat bypollGujarat cmgujarat congressGujarat governmentGujarat JansadGujarat newsGujarat PoliticsGujarat SamacharGujarat sarkargujaratigujarati india newsGujarati Jansadgujarati newsgujarati samacharindia newsjansadJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad Indiajansad india newsJansad indianjansad live newsJansad newsjansad news GujaratJansad PoliticsJansad Samacharnewsnews gujaratinews gujarati indiaNews Gujarati Jansadnews indiaNews JansadOnline Gujarati NewsOnline NewsPolitical newstop breaking news
Previous Post

મુખ્યમંત્રીને કોઈ પૂછતું નથી! સુપર સીએમ એ ખેલ પાડ્યો? : અમિત ચાવડા

Next Post

રાહુલ ગાંધી ની વાત સાચી પડી! રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની સહિતના મોદી મંત્રીઓ પડ્યા ભોંઠા!

jansad

jansad

Next Post
રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ની વાત સાચી પડી! રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની સહિતના મોદી મંત્રીઓ પડ્યા ભોંઠા!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.