GujaratPolitics

મુખ્યમંત્રીને કોઈ પૂછતું નથી! સુપર સીએમ એ ખેલ પાડ્યો? : અમિત ચાવડા

પ્રકાશ જાવડેકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં ગુજરાતથી 700 જેટલા વેન્ટિલેટરનો જથ્થો પહોંચશે પરંતુ ગુજરાતમાં જ વેન્ટિલેટરની અછત છે ત્યારે આવી જાહેરાત શું ગુજરાતના મુખ્યમંત્રીને વિશ્વાસમાં લઈને કરવામાં આવી છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વેન્ટિલેટર અન્ય રાજ્યોમાં આપવા એ ડહાપણ ભર્યું પગલું છે? આ બાબતે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આડેહાથ લેવામાં આવ્યા હતા.

હાર્દિક પટેલ,ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

અમિત ચાવડા એ ફેસબુક પર પોસ્ટ કરી છે કે, ગુજરાતના લોકો માટે વેન્ટીલેટર ખુટી પડ્યાં છે ત્યારે 700 જેટલા વેન્ટીલેટર મહારાષ્ટ્ર મોકલવાની વાત કેટલી ડહાપણભરી? ખરેખર ગુજરાત સરકારનું કોઈ રણીધણી હોય તેવુ લાગતુ નથી. ગુજરાત મેડીકલ ઈમરજન્સી જેવી સ્થિતિ વચ્ચેથી પસાર થઈ રહ્યુ છે. હોસ્પિટલમાં બેડ, દવા, ઈન્જેક્શન, ઓક્સિજન, સ્ટાફ, વેન્ટીલેટર અને છેલ્લે સ્મશાનોમાં જગ્યા સુદ્ધા ખુટી પડ્યા છે ત્યારે ગુજરાતથી 700 વેન્ટીલેટર મહારાષ્ટ્ર મોકલવાનો નિર્ણય કોણે અને કેમ કર્યો ?

મુખ્યમંત્રી રૂપાણી, જીગ્નેશ મેવાણી, ગુજરાત, રૂપાણી સરકાર, રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

વધુમાં અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દબાવમાં આ નિર્ણય લેવો પડ્યો કે એમની જાણ બહાર બારોબાર પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી તે જાણવું પણ જરૂરી છે કેમકે આજ કાલ રૂપાણીજીને કોઈ પુછતુ જ નથી. રૂપાણી રેમડીસીવેર માટે ભાગદોડ કરતા હોય ત્યારે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પાંચ હજાર ઈન્જેક્શન મફત વહેચવા વ્યવસ્થા ગોઠવી દે. બિચારા મુખ્યમંત્રીને ખબર જ ના હોય. આવુ જ કંઈક આ બાબતે પણ થયુ હશે.

ગુજરાત કોંગ્રેસ, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત, રાજ્યસભા, ધમણ, રૂપાણી સરકાર, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના મહામારી, congress, rajya sabha, gujarat
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતે આ પ્રકારની વાત કોઈ પણ માધ્યમ દ્વારા કરી નથી કે વેન્ટીલેટર મહારાષ્ટ્રને આપવાના છે ત્યારે બે જ બાબત હોઈ શકે. પ્રકાશ જાવડેકરે જુઠ્ઠી વાત ફેલાવી મહારાષ્ટ્રના લોકોને બેવકુફ બનાવ્યા અથવા રૂપાણી પર દબાણ ઉભુ કરી વેન્ટિલેટર પડાવી લીધા. અથવા રૂપાણીની જાણ બહાર સુપર સીએમ પાટીલ ભાઉ સાથે બારોબાર ખેલ પાડ્યો હોઈ શકે. જે પણ હોય ભાજપની આંતરિક ભાંજગડમાં ગુજરાતની જનતા પીસાઈ રહી છે. જો પ્રકાશ જાવડેકરે કહેલી વાત માં જરા પણ તથ્ય હોય તો ગુજરાતની જનતા હવે રામભરોસે છે એ નક્કી છે. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રી સાથે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને પણ આડેહાથ લેવામાં આવ્યા હતા.

પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા
Show More

Related Articles

Back to top button