IndiaPolitics

રાહુલ ગાંધી ની વાત સાચી પડી! રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની સહિતના મોદી મંત્રીઓ પડ્યા ભોંઠા!

દેશમાં મહામારીનો સૌથી ખરાબ યુગ ચાલી રહ્યો છે અને સાથે સાથે દેશના મહત્વના પાંચ રાજ્યોમાં ચૂંટણી પણ ચાલી રહી છે. દેશમાં રાજકીય વાતાવરણ પણ ગરમાઈ ગયું છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોક ચાહના મેળવી રહ્યા છે. કેટલાક કુખ્યાત આઇટીસેલ દ્વારા તેમની છબી બગાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે તે નિષ્ફળ જઈ રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા દરેક નિવેદન બાદ ભાજપના તમામ પ્રવક્તાઓ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા ટીવી મીડિયા પર આવી જાય છે એટલું જ નહીં મોદી સરકારના મંત્રીઓ પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા લાઇનમાં લાગી જાય છે.

રાહુલ ગાંધી

આવું જ કઈંક બનતું આવ્યું છે. રાહુલ ગાંધી જે કાંઈ પણ બોલે અથવા કરે તોય ભાજપ નેતાઓ, મોદી સરકારના મંત્રીઓ સહિતના લોકો તેનો વિરોધ કરવા નીકળી પડે છે. પરંતુ આ વિરોધીઓ દર વખતે ભોંઠા પડે છે. જ્યારે કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત હતી ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરકારને ચેતવવામાં આવી હતી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરી દેવાની માંગણી કરી હતી. પરંતુ ભાજપના પ્રવક્તાઓએ અને મોદી સરકારના મંત્રીઓએ રાહુલ ગાંધીની મઝાક ઉડાઈ હતી. તેમને પપ્પુ પપ્પુ કહીને ઉપહાસ કરતાં હતાં.

એટલું જ નહીં ગત વર્ષના માર્ચ મહિનામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઇકોનોમીને જબરદસ્ત અસર કરશે કોરોના વાઇરસ સરકાર દ્વારા ઇકોનોમીને રિવાઇવ કરવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. પરંતુ અનુરાગ ઠાકુર જેવા નવા નિશાળીયા જેમને નાણાંમંત્રાલયનો કોઈ જ અનુભવ નથી જેમને પોતાના ઘરનું બજેટ ખબર ના હોય એવા લોકો કહે કે કોરોના વાઇરસની ઇકોનોમી પર કોઈ અસર નહીં થાય અને રાહુલ ગાંધીની મઝાક ઉડાવવામાં આવી. ત્યાર બાદ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે કોરોના વાઇરસ એક સુનામી ની જેમ ત્રાટકી રહ્યો છે મોદી સરકાર આને સિરિયસલી લે અને તેને હેલ્થ ઇમરજન્સી જાહેર કરે. ત્યારે આરોગ્ય મંત્રીએ પણ કોરોના વાઇરસ બઉ ગંભીર નથી અને તે આરોગ્ય ઇમરજન્સી નથી તેમ જણાવેલું.

હજુ તાજેતરની જ વાત કરીએ તો રાહુલ ગાંધી એ દેશમાં વેક્સીનેશન ની કામગીરીને જોતા અને વેકસીનની શોટૅજ ને જોતા કહ્યું હતું કે રશિયન વેક્સીન સ્પૂટનીકને ઇમરજન્સી વેક્સીનેશન માટે મંજૂરી આપવી જોઈએ ત્યારે તેમના આ નિવેદન બાદ રવિ શંકર પ્રસાદ દ્વારા રાહુલ ગાંધી ને પાર્ટ ટાઈમ પોલિટીશિયન અને ફૂલ ટાઈમ લોબીઇસ્ટ કહ્યા. મતલબ તેમને રશિયન વેક્સીનના દલાલ કહેવા બરાબર હતું. આવું જ કઈંક કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા પણ કહેવામાં આવ્યું હતું. સ્મૃતિ ઈરાની દ્વારા પણ રાહુલ ગાંધીને પાર્ટ ટાઈમ પોલિટીશિયન કહેવામાં આવ્યા હતા.

આ દરેક વખતે ભાજપના નેતાઓ અને કેન્દ્રની મોદી સરકારના મંત્રીઓ ભોંઠા પડ્યા છે. કોરોના વાઇરસ ને રોકવા સરકાર દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરવી પડી. કોરોના વાઇરસે દેશની ઇકોનોમીને માઠી અસર પહોંચાડી. હાલમાં કોરોના સંક્રમણ એક વિકરાળ સ્વરૂપ લઇ રહ્યું છે. લાખો લોકોના મોત નિપજ્યા છે અને સમગ્ર વિશ્વમાં WHO દ્વારા તેને હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ભાજપ ના દરેક પ્રવક્તાઓ અને મંત્રી ભોંઠા પડ્યા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલી દરેક ચેતવણીઓ સાચી પડી જો સમય રહેતા સરકાર જાગી હોત અને ભાજપ નેતાઓ દ્વારા રાજનીતિ કરવાને બદલે રાહુલ ગાંધી ની સલાહ ને સમર્થન આપવામાં આવ્યું હોત તો કદાચ આજે આ પરિસ્થિતિમાં આપણો દેશ ના હોત.

એટલું જ નહીં રાહુલ ગાંધી એ રશિયન વેક્સીન સ્પૂટનીક-વી ને ઇમરજન્સી માટે ઉપયોગમાં લેવામાં આવે વાળા નિવેદન પર પણ ભાજપ નેતાઓ અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ભોંઠા પડ્યા છે. કારણ કે ભારત સરકાર દ્વારા રાહુલ ગાંધી ના આ નિવેદનના 2-3 દિવસ બાદ તરત જ આ બાબતે નિર્ણય લઈને સ્પૂટનીક-વી ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગમાં લેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત સરકારના આ નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રીઓ ભોંઠા પડ્યા છે અને કોઈને મોઢું બતાવવાનો લાયક નથી રહ્યા.

લોકડાઉના સમયમાં પણ રાહુલ ગાંધી પગપાળા પોતાના વતન જતા લોકોની મદદે આવ્યા હતાં અને દિલ્લીની બોર્ડરથી યુપી જતા લોકો માટે બસ અને ગાડીની વ્યવસ્થા સાથે જમવાની પણ વ્યવસ્થા કરી હતી. ત્યારે પણ રાહુલ ગાંધીનો મઝાક બનાવવામાં આવ્યો હતો અને તેમની ઈજ્જતને લાંછન લાગડવામાં આવ્યું હતું પરંતુ આ તમામ વચ્ચે નિરાશ થયા વગર રાહુલ ગાંધી દ્વારા સરકારને સલાહ આપવાની અને રસ્તો બતાવવા માટેની કામગીરી સાથે સાથે જનતાની સેવા કરવાની ચાલુ રાખી હતી તેમજ સમગ્ર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓને આ મહામારીના સમયમાં લોકસેવા કરવાના આદેશો આપ્યા છે.

Related Articles

Back to top button