GujaratPolitics

ગુજરાત પેટા ચૂંટણી આ બેઠક પર થશે મોટી રસાકસી… ભાજપ કોંગ્રેસના ઉમેદવારો…

રાજ્યમાં આઠે આંઠ બેઠક પર પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આઠેય બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને ધમધોકાર પ્રચાર ચાલુ થઈ ગયો છે. ત્યારે હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બંને પક્ષે આંઠે આંઠ બેઠક જીતવાનો દાવો કર્યો છે ત્યારે એ શક્ય નથી. કોઈપણ પાર્ટી આંઠે આંઠ બેઠક જીતી શકશે નહીં એ નક્કી છે. પરંતુ ભાજપે કરાવેલ સર્વે ભાજપને પાંચ બેઠકો પર નુકશાનની ભીતિ છે અને અન્ય બેઠક પર વધારે ફોકસ કરવું પડે તેમ છે. જો કે આ વખતે કોરોના મહામારીના સંક્રમણનો પણ ભય છે એટલે મતદાનની ટકાવારીમાં પણ ઘટાડો નોંધાઇ શકે છે.

પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી
ફોટો સોશિયલ મીડિયા

આ પેટા ચૂંટણી એ આગામી વર્ષે એટલે કે 2022માં આવનાર વિધાનસભા ચૂંટણીની ટ્રાયલ ગણવામાં આવી રહી છે. આ પેટા ચૂંટણી માં જીતવું જેટલું કોંગ્રેસ માટે અગત્યનું છે એટલું જ ભાજપ માટે પણ છે. એટલે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ પર કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે રાજ્યસભાની એક સીટ માટે ભાજપે ગુજરાતની જનતા પર અગણિત નુકશાન થોપી બેસાડયું છે. ત્યારે ભાજપે કોંગ્રેસ પર આરોપ મુકતા કહ્યું છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકતી. પેટા ચૂંટણી છે એટલે બંને પક્ષે આક્ષેપ પ્રતિઆક્ષેપ તો થતાં રહેશે.

પેટા ચૂંટણી, પાટીલ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ સવાલ એ છે કે આ પેટા ચૂંટણી માં કઈ બેઠક સૌથી વધારે રસાકસી વાળી અને હાઇફાઈ રહેશે. આમ જોવા જઈએ તો બધી જ આંઠે આંઠ બેઠક અગત્યની અને રસાકસી વાળી જ છે. પરંતુ સૌથી વધારે રસાકસી વાળી બેઠક લીમડી વિધાનસભા બેઠક રહી શકે છે કારણ કે લીમડી બેઠક પર સૌથી વધારે 20 જેટલા ફોર્મ ભરાયા છે. આંઠે આંઠ બેઠકો પર કુલ 71 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં સૌથી વધુ 20 ઉમેદવારો એ લીમડી બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછા ફોર્મ ડાંગમાં ભરાયા છે. ડાંગ બેઠક પર કુલ ચાર લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

પેટા ચૂંટણી, અમિત ચાવડા, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

એટલે ફોર્મ પરથી જાણી શકાય છે કે લીમડીમાં ભાજપ અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. પરંતુ હજુ પણ ફોર્મ ભર્યાની ચકાસણી પ્રક્રિયા બાકી છે તેમજ 19 ઓક્ટબરે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. ત્યારબાદ જ તમામ બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ ફોર્મ ભરાયા એ પ્રમાણે લીમડી બેઠક પર ભાજપ બનામ કોંગ્રેસ નો જંગ રસાકસી ભર્યો હશે એ નક્કી જ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ લીમડી બેઠક અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ માંથી લીમડી બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર છે.

પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્નેએ આંઠે આંઠ બેઠક જીતવાનો દાવો કરી નાખ્યો છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કોણ કેટલી વધારે બેઠક જીતે છે કારણ કે આંઠે આંઠ બેઠક તો કોઈ પાર્ટી જીતી શકે એમ નથી. ભાજપ માટે માઇનસ પોઇન્ટ એ છે કે ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે જેના કારણે ભાજપ કાર્યકરોમાં રોષ છે જ્યારે કોંગ્રેસ માટે આ પ્લસ પોઇન્ટ છે અને સાથે સાથે કોંગ્રેસે પોતાના જ અને જમીન સાથે જોડાયેલા કાર્યકરને મોકો આપ્યો છે. હવે જોવું રહ્યું કે પેટા ચૂંટણી ની આંઠ બેઠક પર કોણ બાજી મારે છે.

Show More

Related Articles

Back to top button