GujaratPolitics

પેટા ચૂંટણી સમયે જ ભાજપમાં રમાયું મોટું રાજકારણ? મોટા ભંગાણના એંધાણ??

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આઠે આંઠ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપ કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પણ ઓઉરણ કરી દેવામાં આવી છે બંને પાર્ટીના ઉમેદવારોએ પણ ફોર્મ ભરી દીધા છે. હવે પ્રચાર પણ ચાલુ થઈ ગયો છે. ત્યારે પેટા ચૂંટણી નજીક છે એટલે રાજકીય ગરમાંવો હોય એ સ્વાભાવિક છે અને નવાનવા મુદ્દે રાજનીતિ થાય એ પણ સ્વાભાવિક છે. પરંતુ રાજનીતિ અંદરોઅંદર થાય એ કોઈપણ પાર્ટી માટે જોખમી છે.

પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પાટીલ, પેટાચૂંટણી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

પેટા ચૂંટણી ને જૂજ દિવસો જ બાકી છે ત્યારે ભાજપમાં અનબનના સમાચાર આવી રહ્યા છે. ભાજપમાં સબ સલામત છે એ માત્ર દેખાડો છે બાકી અંદરોઅંદર ખેંચાખેંચ છે. જે ધીમે ધીમે બહાર આવી રહી છે. જો કે પાટીલ અધ્યક્ષ બન્યા ત્યારથી જ ભાજપમાં કોઈને કોઈ મુદ્દે અંદરોઅંદરનું રાજકારણ ગરમાઈ જાય છે. પહેલાં કોંગ્રેસના નેતાઓને લેવાના બાબતે ભાજપ નેતાઓમાં મતમતાંતર સામે આવ્યા હતા. પાટીલ જાહેરમાં કહેતા કે હવે કોઈ કોંગ્રેસ નેતાને ભાજપ માં લેવામાં નઈ આવે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા એ ખુલ્લે આમ કહ્યું કે કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં સ્વાગત છે.

પેટા ચૂંટણી, સીઆર પાટીલ, પાટીલ, ભાજપ, મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP, કોંગ્રેસ, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

હવે વધુ એક કોન્ટ્રોવર્સીનો જન્મ થયો છે. અને ભાજપમાં ચારે બાજુ કુતુહલ સર્જાયું છે. ના માત્ર ભાજપમાં પરંતુ વિપક્ષખેમો પણ વિચારવા લાગ્યો છે કે આ થયું શું! વાત એમ છે કે, ગુજરાતમાં આગામી પેટા ચૂંટણી માટે ધમધમાટ ચાલી રહ્યો છે. અને ભાજપે આ માટે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. અને આ લિસ્ટમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું નામ નથી. એટલું જ નહીં કોંગ્રેસ માંથી આવેલા નેતાઓના નામ છે પરંતુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષનું નામ નથી. અધૂરામાંપૂરું અલ્પેશ ઠાકોરનું પણ નામ છે જેથી ભાજપમાં ચારે બાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં જીતુભાઇ વાઘણીનું નામ સમાવવામાં ના આવતાં ચારે બાજુ કુતુહલ સર્જાયું છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખનું કદ વેતરાયું અને ભાજપમાં જ આંતરિક ડખા જેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપે આઠ બેઠકો પર ગુજરાતના 30 જેટલા નેતાઓની યાદી જાહેર કરી છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓનાં નામ છે પરંતુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નામ આ યાદીમાં સમાવવામાં આવ્યું નથી. જે બાદ સવાલ એ થાય છે કે કોની દેખરેખ હેઠળ સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર થઈ અને કોના કહેવાથી જીતુભાઇ વાઘણીનું નામ બાકાત રાખવામાં આવ્યું અથવાતો શું આ કોઈ ટેક્નિકલ ભૂલ છે?

ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ભારતીય જનતા પાર્ટી દ્વારા પેટા ચૂંટણી ની તમામ બેઠકો પર પ્રચારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ પ્રચાર પ્રસાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પરષોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણિયા, ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધનભાઈ ઝડફિયા, શંભુનાથજી ટુંડિયા, ઋત્વિજ પટેલ, જ્યોતિબેન પંડ્યા, સૌરભ પટેલ, ગણપત વસાવા.

અલ્પેશ ઠાકોર, પેટા ચૂંટણી
ફોટો: સોસીયલ મીડિયા

તેમજ રમણ પાટકર, વિભાવરી બેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલિપ સંઘાણી, હિરા સોલંકી, આ ઉપરાંત કોંગ્રેસ માંથી આવેલા કુંવરજી ભાઈ બાવળિયા, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ભાજપે કુલ 30 નેતાઓ સાથેની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નો સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ કોંગ્રેસ માંથી આવેલા કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવતાં ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!