
હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. સમગ્ર દેશમાં ચૂંટણી જેવું વાતાવરણ છે. આ વર્ષ દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ લઈને આવ્યું છે અને રાજકારણ તેના ચરમ સીમા પર છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વના ગણવામાં આવતાં રાજ્યો ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, ગુજરાત, જમ્મુ એન્ડ કાશ્મીર, મણિપુર જેવા મહત્વના ગણવામાં આવતા રાજ્યોમા વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે. જણાવી દઈએ કે ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ, ગુજરાત, મણિપુર રાજ્યોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી વાળી અને ગઢબંધન સરકાર છે જ્યારે પંજાબમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં છે. અને જમ્મુ કાશ્મીર માં ગવર્નર રાજ છે. પંજાબ માં બીજેપી સત્તામાં આવવા મથી રહ્યું છે જ્યારે કોંગ્રેસ સરકાર ફરી બનાવવા આગળ વધી રહ્યુ છે.

ગુજરાતમાં પણ આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં હાલમાં ભાજપની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ડોક્ટર, વિદ્યાર્થી સહિતના લોકો આંદોલનના માર્ગે છે. ભાજપ કોઈપણ ભોગે ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા માંગે છે. ત્યારે ભાજપ સંગઠનમાં પણ ડખા અને કંકાસ સામે આવ્યા છે.બીજી તરફ ભરતી કાંડ માં પણ ભાજપ સરકાર ચારે તરફથી ઘેરાયેલી છે. આવા સમય માં ભાજપ કોઈપણ હદે વિવાદો ટાળવા જઈ રહ્યું છે. પેપર લીક કાંડ માં પણ ભાજપ સરકાર ગગેરાઈ ચુકી છે. અને હમણાં એક બે દિવસ પહેલા જ ભાજપના નેતાનો કથિત વીડિયો સ્ટિંગ વીડિયો ફરી રહ્યો હતો. ભજપણેતા દ્વારા પૈસા લઈને નોકરી આપવાનું કહ્યું હતું પરંતુ પાઓસ લઈને નોકરી આપેલ નોહતી જે બાદ પીડિતે સ્ટિંગ વીડિયો બહાર પડ્યો હતો.

કથિત સ્ટિંગ વીડિયો બહાર આવતા ભાજપ સરકાર ઘેરાઈ ગઈ હતી. હજુ તો ભરતી કાંડ, પેપર લીક કાંડ, પરીક્ષા વારંવાર રદ નું ભૂત ભાજપ સરકારને છોડવાનું નામ લેતું નથી ત્યાં આવા સમયે ભાજપ નેતાઓ કથિત વીડિયો બહાર આવતા ભાજપ ભીંસમાં મુકાઈ ગયું હતું અને છેલ્લે છેલ્લે ભાજપ નેતાને સસ્પેન્ડ કરવાનું દબાણ આવી ગયું હતું અમીનતે દબાણ વશ થઈનવા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપ નેતા ને પક્ષમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો. પાટીલ દ્વારા અનુસૂચિત જન જાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ ભિલને છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચારે બાજુથી ઘેરાયેલી બીજેપી દ્વારા જનતામાં સારો મેસેજ આપવા માટે ભાજપનેતા જશુભાઈ ભિલને પક્ષમાંથી દૂર કારવામાંઆવ્યા હતા. અને એવો મેસેજ આપવાના પ્રયત્ન કર્યો હતો કે બીજેપી ભ્રષ્ટાચાર સંબંધિત કોઈપણ નેતાની ભ્રષ્ટાચારરી પ્રવૃત્તિ ચલાવી લેવા નથી માંગતી. જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ બીજેપી અનુસૂચિત જન જાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ ભિલનો એક કથિત વિડિયો વાયરલ થઈ ગયો હતો. ભાજપનેતા જશુભાઇ ભીલ દ્વારા એક યુવાનને સરકારમાં કંડક્ટરની નોકરી આપાવવા માટે પૈસા લીધા હતા અને તે બાબતે પીડિત દ્વારા વીડિયો જાહેર કરવામાં આવયો હતો. અને તેના દ્વારા નોકરી બદલે પૈસા લેવાનો આક્ષેપ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

હવે આ બાબતે કોંગ્રેસ પણ મેદાને આવીને ભાજપને ભ્રષ્ટાચારમાં ઘેરવાના પ્રયત્ન કરવા મેદાને આવી ગઈ છે. આ મામલે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ કથિત વીડિયો સ્ટિંગ બાબતે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મારી પાસે પણ તે વિડિયો આવ્યો છે. બીજેપી સરકાર પર રેલો આવતાં અંત્યત દબાણ માં આવેલા બીજેપી સંગઠને અંતે ભાજપનેતાને પક્ષમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાજપનેતા દ્વારા કંડક્ટરની નોકરી માટે પૈસા લીધાનું જાણવા મળ્યું છે.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરાામ રાઠવા દ્વારા બીજેપી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે, વિડિયો અંગે દાળમાં કંઇક કાળું છે તે નક્કી છે. ગુજરાતની બીજેપી સરકાર સેટિંગ જ કરે છે. વચેટિયાઓ બધું ફાઇનલ ન કરે ત્યાંસુધી ભરતી થતી નથી. જ્યાં ભાજપના વચેટિયાઓનું સેટિંગ ના થાય તે પેપર ફૂટી જાય છે. બીજેપી યુવાનોને બેરોજગાર બનાવવાનું કારખાનું છે. ગરીબ છોકરા પાસેથી લીધેલા પૈસા પાછા આપવા જોઈએ.