Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home India

શિવસેના નું મોટું નિવેદન! અમિત શાહને મોટો ફટકો પડી શકે છે! શરદ પવારની દિલ્લીમાં મિટિંગ!

jansad by jansad
November 3, 2019
in India, Politics
0
શિવસેના

ફોટો: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં ભાજપ શિવસેનાની યુતિને મજબૂત બહુમતી મળી છે છતાં મહારાષ્ટ્રનું કોકડું ગૂંચવાયેલું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 288 બેઠક માંથી ભાજપને 105, શિવસેના ને 56, એનસીપીને 54, કોંગ્રેસને 44 અને અન્યના ખાતે 29 બેઠકો છે. વિધાનસભામાં બહુમતી માટે 145 બેઠક જોઈએ જે કોઈપણ પાર્ટી પાસે નથી. એટલે કે કોઈપણ પાર્ટી કોઈપણ સમર્થન વગર સરકાર બનાવી શકવાની હાલતમાં નથી. ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે પરંતુ સરકાર બનાવવા માટે પૂરતા આંકડા નથી.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં ચુંટણી પૂર્ણ થયે આટલા દિવસો થયાં છે છતાં હજુ સુંધી સરકાર બનાવવા બાબતે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ યથાવત છે પરિણામે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું કોકડું ગૂંચવાયેલું છે. આ અટકળો વચ્ચે શરદ પવારની પાર્ટી એનસીપીએ મોટુ નિવેદન આપ્યું છે. એનસીપીએ કહ્યું કે જો શિવસેના ભાજપ વગર ‘જનતાની સરકાર બનાવવા તૈયાર છે, જેની છત્રપતિ શિવાજી મહારાજે કલ્પના કરી હતી, તો અમે (એનસીપી) સકારાત્મક વલણ અપનાવીશું.’ જણાવી દઈએ કે આ નિવેદન એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિક દ્વારા આપવામાં આવ્યું છે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

નવાબ મલિકે વધુમાં જણાવ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના લોકહિતમાં કોઇ નિર્ણય લે છે તો વિકલ્પ ઉપલબ્ધ થઇ શકે છે. પરંતુ સરકાર ગઠનની પહેલ શિવસેનાની તરફથી થવી જોઇએ. આ ઉપરાંત નવાબ મલિકે ભાજપ નેતા સુધીર મુનગંટીવાર પર તેમના રાષ્ટ્રપતિ શાશન વાળા નિવેદનને લઇને નિશાન સાધતા કહ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન થોપવાનો કોઇ પ્રશ્ન જ નથી અને NCP રાજ્યને લોકતાંત્રિક રીતે દિશા આપવાનો પ્રયાસ કરશે. અમે રાષ્ટ્રપતિ શાસનના માધ્યમથી લોકતંત્રનું ગળુ ઘોટવાનું કામ નહીં કરવા દઇએ. અમે એક વૈકલ્પિક સરકાર આપવા માટે તૈયાર છીએ. આ બાબતે શિવસેના અને અન્ય પાર્ટીઓએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે જ શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની પાર્ટી શિવસેના પાસે હાલમાં 170 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે.સંજય રાઉતે કહ્યુ હતું કે, આ સંખ્યા 175ને પણ પાર કરી શકે છે. અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે મહારાષ્ટ્રમાં શિવસેનાના જ મુખ્યમંત્રી હશે. શિવસેના દ્વારા આ વખતે પોતાની પાર્ટીના મુખ્યમંત્રી બેસાડવા એ જાણે નક્કી કરી નાખ્યું છે અને કોઈપણ સંજોગે તે પૂર્ણ કરશે તે નક્કી લાગી રહ્યું છે. શિવસેનાના એ આ પહેલા જ સ્પષ્ટ કરેલું કે અમે સરકાર બનાવવા માટે અન્ય વિકલ્પ તપાસીશું.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જે રીતે મહારાષ્ટ્રના નેતાઓમાં હલચલ છે તે જોતા ભાજપને પડતું મૂકીને શિવસેના એનસીપી અને કોંગ્રેસના બહારથી સમર્થનવાળી સરકાર બનાવી શકે છે. સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે શરદ પવાર 4 નવેમ્બરે દિલ્લી જવાના છે અને સોનિયા ગાંધી સાથે આ બાબતે મુલાકાત પણ કરવાના છે. અજિત પવારે આ પહેલા જણાવેલું કે શિવસેના નેતા સંજય રાઉત દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ બંને વચ્ચે શું વાત થઈ તે અંગે અજિત પવાર દ્વારા કશું જાહેર કરવામાં આવ્યું નોહતું. તો બીજી તરફ શિવસેના એ તેના મુખપત્ર સામનામાં મહારાષ્ટ્રમાં ગેર ભાજપા સરકાર બની શકે છે તેવો અંદેશો પણ આપ્યો છે. જો મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર ના બને તો અમિત શાહને મોટો ફટકો પડી શકે છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા
  • આ પણ વાંચો…
  • હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! ગુજરાતમાં ફરી રાજકીય ગરમાવો! જાણો!
  • મહારાષ્ટ્રમાં નવાજુની! શિવસેના અમિત શાહને આપશે મોટો ઝટકો! દિલ્લીમાં પ્લાનિંગ?
  • લાભ પાંચમ આજથી નવા નિયમ લાગુ, બહાર નીકળતાં આ બાબતનું રાખજો ખાસ ધ્યાન નહીંતર….
  • સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિતે હાર્દિક પટેલ નો જનતાને સંદેશ! રાજકારણ ગરમાયુ!
  • રઘુ દેસાઈ ના અલ્પેશ પર ચાબખા શહેનશાહ સામે સેવકની જીત! જાણો બીજું શું કહ્યું!
  • રાધનપુરમાં ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યનું સ્નેહમિલન! કેમ અલ્પેશને પૂછનાર કોઈ નથી?
  • અલ્પેશ ઠાકોર ભાજપ શંકરસિંહ વાઘેલાના પગધોઇ, પાણી પીવે તોય ઓછું છે! જાણો!


Tags: Aaditya Thackerayamit shahBJPbreaking newsCongressDevendra FadanvisgujaratGujarat JansadGujarat newsGujarat SamachargujaratiGujarati Jansadgujarati newsgujarati samacharjansadJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad newsJansad PoliticsmaharashtramnsNCPnewsNews JansadsamacharSanjay RautSharad PawarShiv SenaUddhav Thackerayઅમિત શાહઆદિત્ય ઠાકરેઉદ્ધવ ઠાકરેએનસીપીકોંગ્રેસગુજરાતગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત સમાચારગુજરાતીગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી સમાચારજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ રાજકારણજનસદ સમાચારદેવેન્દ્ર ફડણવીસન્યુઝબ્રેકીંગ ન્યુઝભાજપમહારાષ્ટ્રમહારાષ્ટ્ર નવનિર્માણ સેનાશરદ પવારશિવસેનાસંજય રાઉતસમાચાર
Previous Post

સોનિયા ગાંધી થયા સક્રિય! 4 નવેમ્બરથી કોંગ્રેસ દેશમાં શરૂ કરશે મહાભિયાન! જાણો!

Next Post

હાર્દિક પટેલ નું મોટું નિવેદન! ખેડૂતોને લઈને સરકારને આડે હાથ લીધી જાણો!

jansad

jansad

Next Post
હાર્દિક પટેલ

હાર્દિક પટેલ નું મોટું નિવેદન! ખેડૂતોને લઈને સરકારને આડે હાથ લીધી જાણો!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.