IndiaWorld

ભારત પાક બોર્ડર પર તંગદિલી વચ્ચે ભારતીય આર્મીનું પરાક્રમ! સેના એલર્ટ પર, પાકિસ્તાનમાં ફફડાટ જાણો!

જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેનો જડબાતોડ જવાબ ભારતીય સેના તરફથી આપવામાં આવી રહ્યો છે. આ જવાબી કાર્યવાહી અને ઘુસણખોરી રોકવાના પ્રયાસમાં ભારતીય આર્મીને જબરદસ્ત મોટી સફળતા મળી છે. ભારતીય આર્મીનું પરાક્રમ વિંગ કમાન્ડર અભિનંદન સાથે બદસુલુકી કરનારને માર્યો ઠાર પાકિસ્તાન માં અને પાકિસ્તાની આર્મીમાં ફફડાટનો માહોલ સર્જાઈ ચુક્યો છે.

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન વિશે તો તમે જાણો જ છો. અભિનંદન વર્ધમાને પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાની એરક્રાફ્ટ તોડી નાખ્યું હતું. એટલુંજ નહીં પાકિસ્તાન આર્મી દ્વારા પકડાઈ ગયા બાદ તમામ પુરાવા અને જરૂરી ડોક્યુમેન્ટ પાકિસ્તાન આર્મીના હાથ લાગે તે પહેલાં તેને નષ્ટ કર્યા હતા. તેમજ પાકિસ્તાન આર્મી દ્વારા પકડાયા બાદ હિન્દુસ્તાન જીંદબાદના નારા પાકિસ્તાનમાં પાકિસ્તાની આર્મી સામે લગાવ્યા હતા. અભિનંદન વર્ધમાનને રેડક્રોસ સંધિ મુજબ મુક્ત કરવામાં આવ્યા હતાં અને તેઓ હાલમાં તમામ પ્રોસેસ પાસ કરીને ફરી વાયુસેનામાં સેવા આપી રહ્યા છે. અભિનંદનના આ પરાક્રમના કારણે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

પાકિસ્તાનમાં પેરાશૂટ દ્વારા લેન્ડ થયા બાદ ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાની આર્મીએ પકડી લીધા હતાં. અભિનંદન ને પકડનાર પાકિસ્તાની કમાન્ડોને ભારતીય સેનાએ ભારત પાકિસ્તાન બોર્ડર પર ઠાર માર્યો છે. ભારત દ્વારા કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાન દ્વારા રોજ સિઝફાયર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેને ભારતીય આર્મી દ્વારા કડક જવાબ આપવામાં આવી રહ્યો છે. આવી જ LoC પર ભારતીય સેનાની ફાયરિંગમાં પાકિસ્તાની કમાન્ડો અહમદ ખાન ઠાર મરાયો છે.

અભીનંદન
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાની કમાન્ડો અહમદ ખાન બીજું કોઈ નહીં પરંતુ એજ જેણે અભિનંદન વર્ધમાનની ધરપકડ કરી હતી અને તેમની સાથે બદસુલુકી કરી હતી. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં વાયુસેનાના પાયલટ અભિનંદનનું એરક્રાફ્ટ પાકિસ્તાની એરક્રાફ્ટને તોડી પાડ્યા બાદ પાકિસ્તાનમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જ્યાર બાદ અભિનંદન ને પેરાશૂટ મારફતે ઇજેક્ટ થવું પડ્યું હતું અને તેઓ પાકિસ્તાનમાં લેન્ડ થયા હતા ત્યારે પાકિસ્તાની આર્મીના અહમદ ખાન દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને પાકિસ્તાની આર્મી કેમ્પમાં લઇ જવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

એક રિપોર્ટ મુજબ પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુના એક કમાન્ડો અહમદ ખાન ભારતીય સીમામાં આતંકવાદી ગતિવિધિ કરતાં લોકોની ઘૂસણખોરી કરાવતો હતો અને તેના દ્વારા કેટલાય આતંકીઓને ભારતમાં પ્રવેશ કરવી ચુક્યો હતો. અહમદ ખાનને ભારતીય સેનાએ એલઓસીના નકિયાલ સેક્ટરમાં 17 ઓગસ્ટે ત્યારે ઠાર માર્યો હતો જ્યારે તે ભારતમાં આતંકી ઘુસણખોરોની એન્ટ્રી કરાવવાનો ફરી પ્રયત્ન કરી રહ્યો હતો. અહમદ ખાન આ પહેલા પણ આવી નાપાક હરકતો કરી ચુક્યો છે પરંતુ આ વખતે ભરતીય આર્મીના હાથે ચડી જતા ઠાર મરાયો છે.

અભીનંદન
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં પાકિસ્તાને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ધરપકડના ફોટો જાહેર કર્યા ત્યારે પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુના કમાન્ડો અહમદ ખાન તે ફોટોમાં જોવા મળ્યા હતા. પાકિસ્તાન દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટોમાં ફોટોમાં દાઢીવાળા પાકિસ્તાની સૈનિક અહમદ ખાને ભારતીય પાયલટ અભિનંદનને પાછળથી પકડીને ઉભેલો જોઇ શકાય છે. રિપોર્ટ મુજબ અહમદ ખાન નૌશેરા, સુંદરબની અને પલ્લન વાલા સેક્ટોર માંથી આતંકીઓને ભારતમાં ઘુસણખોરી કરાવતા હતા. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરાવીને અહમદ ખાન અને તેમના સાથી કાશ્મીર સહિત ભારતમાં આતંકવાદી કરતૂતોને અંજામ આપવાની ફિરાકમાં સતત કાર્યરત રહેતા હતા.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની આતંકી દ્વારા પુલવામાં આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા અને પાકિસ્તાની સીમામાં આવેલ આતંકી સંગઠનોના ઠેકાણાંઓ નષ્ટ કરવા બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી હતી. ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ 21 પાકિસ્તાનના એરક્રાફ્ટનો પીછો કરતાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અને તેઓ પાકિસ્તાનમાં ઇજેક્ટ થવુ પડ્યું હતુ અને જ્યાં તેમની પાકિસ્તાની આર્મી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!