IndiaPolitics
Trending

૧૪ વર્ષના વનવાસ બાદ બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસની ઘરવાપસી, વાંચો રોચક તથ્ય

૧૪ વર્ષના વનવાસ બાદ બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસનો કબ્જો

કોંગ્રેસે ૧૪ વર્ષ બાદ ફરી કર્ણાટકની બેલ્લારી સીટ પર જીત મેળવી છે. યુપીએ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ ૧૯૯૯માં કોંગ્રેસની કમાન સાંભળી ત્યારે બેલ્લારી સીટથી સુષ્મા સ્વરાજને હરાવ્યા હતા અને ત્યાર બાદ ૨૦૦૪થી આ સીટ પર ભાજપનો કબ્જો યથાવત રહ્યો હતો.

બેલ્લારી
ફોટો: સોસીયલ મીડિયા

આ વર્ષની વિધાનસભા ચુંટણી પછી કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસનું ગઢબંધન સત્તા પર આવ્યું અને આ ગઢબંધન દ્વારા રાજ્યની ૩ લોકસભા અને ૨ વિધાનસભા સીટો પર થયેલી પેટા ચુંટણીમાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. કુલ ૫ સીટો પર થયેલી પેટા ચુંટણીમાં કોંગ્રેસ જેડીએસ ગઢબંધન દ્વારા ૪-૧ થી ભાજપને માત આપવામાં આવી છે. એટલે કે કોંગ્રેસ જેડીએસ દ્વારા ૪ સીટ પર જીત મેળવી છે તો ભાજપે માત્ર ૧ સીટથી સંતોષ માનવો પડ્યો છે આમ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે.

શિમોગા, બેલ્લારી અને માંડ્યા લોકસભા સીટ સાથે સાથે જામખંડી અને રામનગર વિધાનસભા સીટ માટે યોજાયેલી પેટા ચુંટણીમાં ૩ નવેમ્બરે વોટીંગ કરવામાં આવ્યું હતું. આજે આવેલા પરિણામમાં કોંગ્રેસે બેલારી લોકસભા અને જામખંડી વિધાનસભા સીટ જીતી લીધી છે તેમજ માંડ્યા લોકસભા અને રામનગર વિધાનસભા સીટ પર જેડીએસ દ્વારા કબ્જો કરવામાં આવ્યો છે જયારે ભાજપને માત્ર શિમોગા લોકસભા સીટથી સંતોષ માનવો પડ્યો છે.

બેલ્લારી
ફોટો: સોસીયલ મીડિયા

પણ આ બધાયમાં સૌથી વધારે ચર્ચાસ્પદ બેલ્લારી લોકસભા સીટ હતી. રાજ્યમાં આ વર્ષે વિધાનસભા ચુંટણી બાદ બનેલા નવા રાજનૈતિક સમીકરણ પછી અત્યારની પેટા ચુંટણીમાં બધી જ પાર્ટીઓ સિવાય રાજનૈતિક વિશ્લેષકોની નજર પણ બેલ્લારી સીટ પર હતી. પેટા ચુંટણીમાં કોંગ્રેસ તરફથી વીએસ. ઉગારપ્પા મેદાનમાં હતા તો ભાજપ તરફથી જે. શાંતા મેદાનમાં હતા. છેલ્લા ૧૪ વર્ષથી આ સીટ ભાજપ પાસે હતી અને આ સીટ પર રેડ્ડી ભાઈઓનો પ્રભાવ પણ હતો તેવું માનવામાં આવી રહ્યું હતું. સાથે સાથે આ સીટ પર ભાજપના કદ્દાવર નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા અને પૂર્વ ભાજપ સાંસદ બી.શ્રીરામુલુની નેતૃત્વ ક્ષમતા પણ દાવ પર લાગેલી હતી પરંતુ કોંગ્રેસની જીતે આ તમામ માન્યતાઓને પછાડી દીધી અને દિવાળીના આગળના દિવસે વનવાસથી પરત ફરીને કાર્યકર્તાઓને ગેલમાં લાવી દીધા છે.

બેલ્લારી
ફોટો: સોસીયલ મીડિયા

બેલ્લારી લોકસભા સીટ ક્યારેક કોંગ્રેસનો ગઢ રહ્યા કરતી હતી, કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ સોનિયા ગાંધીએ ૧૯૯૯માં અમેઠી સાથે સાથે કોંગ્રેસની પરંપરાગત માનવામાં આવતી બેલ્લારી સીટ પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી અને અહિયાથી ભાજપના કદ્દાવર નેતા ગણાતા સુષ્મા સ્વરાજને હરાવ્યા હતા પરંતુ ૨૦૦૪ માં થયેલી લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ સત્તા માંતો આવી પણ આ સીટ ભાજપના ફાળે ગઈ.

બેલ્લારી
ફોટો: સોસીયલ મીડિયા

આ સીટને ભાજપ પાસેથી પાછી મેળવવા માટે કોંગ્રેસના કુશળ ચુંટણી પ્રબંધક ડી.કે.શિવકુમારને જવાબદારી સોંપવામાં આવી હતી. જે એક કુશળ રણનીતિકાર અને હાલમાં કર્ણાટક સરકારમાં મંત્રી પણ છે. ડી.કે. શિવકુમાર દ્વારા આ સીટ કબ્જે કરવા માટે જેડીએસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે અભૂતપૂર્વ તાલમેલ સાધીને કામ કર્યું હતું. અને તેમની કુશળ રણનીતિએ ભાજપને ધૂળ ચાટતી કરી હતી. ખુબજ મોટા માર્જીનથી આ સીટ કોંગ્રેસના ખાતે કરવામાં ડી.કે.શિવકુમારે અગત્યનો ભાગ ભજવ્યો હતો.

બેલ્લારી લોકસભા ક્ષેત્ર ખનીજ સંસાધનો થી ભરેલું છે. અહિયાંની કેટલીય ખાણો ભાજપના નેતાઓ અને તેમના નજીકના રેડ્ડી ભાઈઓ- કરુણાકર રેડ્ડી, જનાર્દન રેડ્ડી અને સોમશેખર રેડ્ડીની પાસે છે. ભાજપની યેદીયુરપ્પા સરકારના સમયે રેડ્ડી ભાઈઓ સામે ખનન ઘોટાળાના આરોપો લાગ્યા હતા જેમાં સર્વોચ્ચ ન્યાયાલયને દખલ કરવી પડી હતી. આવામાં બેલ્લારી લોકસભા ક્ષેત્રમાં રેડ્ડી ભાઈઓનો વ્યાપક પ્રભાવ માનવામાં આવી રહ્યો હતો. રેડ્ડી ભાઈઓના નજીકના નેતા શ્રીરામુલુ એ વર્ષ ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં બેલ્લારીથી જીત મેળવી હતી. પરંતુ આ વર્ષે થયેલા વિધાનસભા ચુંટણીમાં મોલાકલમુરુથી જીત્યા બાદ આ સીટ છોડી દીધી હતી જેના પર પેટા ચુંટણી યોજવામાં આવી હતી. અને આ પેટા ચુંટણીમાં શ્રીરામુલુએ તેમની બહેન જે.શાંતાને ટીકીટ અપાવી હતી. જે. શાંતાનું તમામ ચુંટણી લક્ષી કામ શ્રીરામુલુ જોતા હતા. પ્રચાર પ્રસારથી લઈને બુથ મેનેજમેન્ટ સુંધી ખુદ પોતે ચકાસણી કરતા હતા. આવામાં આ પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ખુબજ મોટા માર્જીનથી ભાજપની હાર એ શ્રીમુલુ સાથે રેડ્ડી બંધુઓનો પ્રભાવ ઓછો થયો તેમજ કોંગ્રેસનું વર્ચસ્વ વધતું દેખાઈ રહ્યું છે. તેમજ કર્ણાટકમાં ડી.કે.શિવકુમારનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા આગામી સમયમાં તેમને મોટી જવાબદારી આપવામાં આવે તો નવાઈ નહિ.

બેલ્લારી
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે, આ એજ શિવકુમાર છે જેમણે  ગુજરાતમાં રાજ્યસભા ચુંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના રિસોર્ટમાં રાખ્યા હતા અને એહમદ પટેલને રાજ્યસભામાં જીતાડવામાં મદદ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!