Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

ગુજરાત ભાજપ માં ભય નો માહોલ?? વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો!

jansad by jansad
October 7, 2022
in Gujarat, India, Politics
0
ભાજપ, અમિત શાહ

ફોટો: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી કમિશન ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાત માં રાજકીય માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ધમધોકાર પ્રચાર પ્રસાર લારી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાત માં પ્રથમ પાર્ટી છે જેણે 25% જેટલા ઉમેદવારો જાહેર કરી નાખ્યાં છે. સામે ભાજપ અને કોંગ્રેસ અવઢવમાં છે કે કોને ટીકીટ આપવી અને કોને નહીં. જે બાબતે પણ ટૂંક સમયમાં સ્પષ્ટતા થઈ જશે.

કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે થોડા ઉમેદવાર દિવાળી પહેલાં અને બાકીના દિવાળી બાદ જાહેર કરી દેવામાં આવશે ત્યારે ભાજપ તરફથી આ બાબતે કોઈ ક્રિયાપ્રતિક્રિયા આવી નથી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત માં પ્રચાર નો ધમધમાટ બોલાવી રહ્યા છે અઠવાડિયામાં એકવાર ગુજરાતમાં આંટો મારવાની એમની એવરેજ થઈ ગઈ છે. અને દરેક મુલાકાતે નવી જાહેરાત અને નવા નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી રહ્યા છે.

ચારે બાજુ આમ આદમી પાર્ટી ની ચર્ચાએ જોર પકડ્યું છે. કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતનો પ્રચાર કરી ચુક્યા છે અને ગુજરાત બાબતે કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરી ચુક્યા છે. તો કેજરીવાલ દ્વારા સફળ રણનીતિકાર રાઘવ ચઢ્ઢાને ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે ત્રિપંખીયો જંગ છે એ નક્કી દેખાઈ રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ના માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપ પણ ફૂંકી ફૂંકીને પગ મૂકી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસ બંનેની દુઃખતી રગ દબાવી રહ્યા છે. સભા રેલીઓમાં એવી જાહેરાત કરે છે જે ભાજપ માટે માથાનો દુઃખાવા સમાન હોય. કેજરીવાલ ની દરેક જાહેરાતો લોકો વચ્ચે ધૂમ માચાઈ રહી છે પરંતુ જોવાનું એ રહ્યું કે એ જાહેરાતો કેજરીવાલ ને ફળે છે કે કેમ!? આ તમામ વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક ટ્વિટ કરીને સમગ્ર ગુજરાતમાં ચકચાર માચાઈ દેવામાં આવ્યો છે. ચારે બાજુ આ બાબતે રાજકીય ચર્ચાઓ જામી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે જે ટ્વિટ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, “ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ કેન્દ્રીય મંત્રી અથવા મુખ્યમંત્રીને જવાબદારી સોંપી રહી છે. બાપ રે! આટલો ડર ? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જેઓ ભાજપથી ખૂબ નારાજ છે અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.”

खबर है कि गुजरात के हर ज़िले में बीजेपी एक एक केंद्रीय मंत्री या किसी मुख्यमंत्री की ड्यूटी लगा रही है। बाप रे! इतना डर?

ये डर आम आदमी पार्टी का नहीं है। ये डर गुजरात के लोगों का है जो बीजेपी से बहुत नाराज़ थे और अब तेज़ी से “आप” का दामन थाम रहे हैं।

— Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ટ્વિટ બાદ ચારે બાજુ આ બાબતે ચર્ચા જામી છે. ભાજપ શું સાચેમાં કેજરીવાલથી ડરી રહી છે કે પછી આ સ્ટ્રેટેજી ભાજપની રણનીતિનો જ એક ભાગ છે? સવાલો અને ચર્ચા ઘણી છે પરંતુ રાહ ચૂંટણી બાદ પરિણામની જોવાઇ રહી છે. હાલમાં તો આમ આદમી પાર્ટી ન્યૂઝ અને મીડિયા માં છવાયેલી જ છે પરંતુ લોકોના દિલમાં છવાશે કે કેમ એ ચૂંટણી બાદ પરિણામ પછી જ ખબર પડશે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી હાલ ભાજપ અને કોંગ્રેસ કરતા આગળ છે. આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા વધુ 12 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અને એ પણ મહત્વની ગણવામાં આવતી બેઠકો પર. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી દ્વારા આ ચોથી ઉમેદવારી યાદી જાહેર કરવામાં આવી છે. આ પહેલાં ત્રણ ઉમેદવારી યાદી જાહેર થઈ ચૂકી છે. જેમાં ટોટલ 29 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.

આજ સુંધી ચારેય ઉમેદવારી યાદીઓ જોતા આમ આદમી પાર્ટી દ્વારા ટોટલ 41 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ગઈ કાલે જાહેર કરવામાં આવેલી મહત્વની બેઠકો માં અમિત શાહ જ્યાંથી લોકસભા સાંસદ છે તેની જ એક ભાગ સાણંદ વિધાનસભા બેઠક પણ શામેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા કુલદીપસિંહ વાઘેલા ને સાણંદ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

  • કોંગ્રેસના પૂર્વ નેતાએ જ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કર્યું અને કમલમ પહોંચાડ્યા!?
  • ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના અસ્પષ્ટ નિવેદન બાદ અલ્પેશ ઠાકોર નું વળતું મોટું નિવેદન!
  • પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!
  • સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
  • રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?
  • સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
  • સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
  • IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
  • ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Tags: Aam aadmi partyAapAap gujaratBJPBjp Gujaratbreaking newsCongressCongress Gujaratgujaratgujarat congressGujarat JansadGujarat newsGujarat Samachargujaratigujarati india newsGujarati Jansadgujarati newsgujarati samacharindia newsjansadJansad gujaratjansad gujaratijansad gujarati newsjansad india newsjansad live newsJansad newsjansad news Gujaratnewsnews gujaratinews gujarati indiaNews Gujarati Jansadnews indiaNews JansadOnline Gujarati NewsOnline Gujarati SamacharOnline NewsPolitical newssamachar Gujarattop breaking newsઆમ આદમી પાર્ટીઓનલાઇન ગુજરાતી સમાચારકેજરીવાલકોંગ્રેસગુજરાતગુજરાત કોંગ્રેસગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત ભાજપગુજરાત સમાચારગુજરાતીગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી ન્યુઝ જનસદગુજરાતી ન્યૂઝગુજરાતી લાઈવ ન્યુઝગુજરાતી સમાચારગુજરાતી સમાચાર જનસદજનસદજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ ન્યૂઝજનસદ ન્યૂઝ ગુજરાતીજનસદ સમાચારન્યુઝ ગુજરાતીન્યૂઝન્યૂઝ ગુજરાતીન્યૂઝ સમાચારભાજપ
Previous Post

આજનું રાશિફળ! મકર રાશિ માટે સાવધાની! સિંહ રાશિ માટે ઉત્તમ દિવસ! જાણો અન્ય રાશિ

Next Post

શરદ પૂર્ણિમા એ બની રહ્યો છે ખાસ યોગ! માતા લક્ષ્મી આ રાશિઓ પર કરશે ધનવર્ષા!

jansad

jansad

Next Post
શરદ પૂર્ણિમા એ બની રહ્યો છે ખાસ યોગ! માતા લક્ષ્મી આ રાશિઓ પર કરશે ધનવર્ષા!

શરદ પૂર્ણિમા એ બની રહ્યો છે ખાસ યોગ! માતા લક્ષ્મી આ રાશિઓ પર કરશે ધનવર્ષા!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.