
વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વાઇબ્રન્ટ તાયફા પછી પણ ઔદ્યોગિક વિકાસદર તળીયે. નોટબંધી અને જીએસટીએ લઘુ મધ્યમ ઉદ્યોગોની કમર તોડી નાખી.
પરેશ ધાનાણી એ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે ગુજરાતની ભાજપ સરકાર જનતાના પ્રશ્નોનું નિવારણ કરવામાં તમામ મોરચે નિષ્ફળ રહી છે.
નોટબંધી અને જીએસટીએ 80 ટાકા જેટલા લઘુ માધ્યમ ઉદ્યોગોની કમર તોડી નાખી છે ને લગભગ મૃતઃ પ્રાય થયા છે ત્યારે મુખ્યમંત્રીશ્રી એ જનતાની કાળી મજૂરીના પૈસે વિદેશ. અને અન્ય રાજ્યોના પ્રવાસ કરવાને બદલે આ પૈસા ઉદ્યોગો ખેડૂતોને બેઠા કરવામાં ખર્ચવા જોઈએ એવી માંગણી વિપક્ષ નેતાએ કરી હતી.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આઝાદી કાળથી દેશના ઔદ્યોગિક વિકાસ દરમાં ગુજરાત મહત્વનું રાજ્ય હતું અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ દરમાં પ્રથમ અથવા દ્વિતીય નંબર પાર જ રહેતું આવ્યું છે જે આજે છઠ્ઠા નંબર પર ધકેલાઈ ગયું છે. રાજ્યની ભાજપ સરકાર વર્ષ 2003થી વાઈબ્રન્ટ સમીટનું આયોજન કરી રહી છે પરંતુ આ આંઠ વર્ષના વાઇબ્રન્ટ તાયફા પછી પણ ઔદ્યોગિક વિકાસ દર વધવાને બદલે ઘટી રહ્યો છે.
વધુમાં પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટી ના કારણે ગ્રોથએન્જીન ગણાતા ગુજરાતનું એન્જીન ખોટકાઈ ગયું છે. તેમજ લઘુ માધ્યમ ઉદ્યોગો મૃતઃ પ્રાય બની જાવા પામ્યા છે.