Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! મોદીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!

jansad by jansad
October 5, 2022
in Gujarat, Politics
0
પેટા ચૂંટણી, સીઆર પાટીલ, પાટીલ, સીઆર પાટીલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP

ફોટો સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચરમસીમા પર છે, તો આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે જબરદસ્ત પ્રચાર કરી રહી છે દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતનો પ્રવાસ વારંવાર ખેડી રહ્યા છે. ત્યારે ભાજપ સાઇલેન્ટ કિલર તરીકે કામ કરી રહ્યું છે. કોંગ્રેસ અને આપ ને ખબર જ નથી કે ભાજપ શું કરી રહ્યું છે અને ભાજપ ની સ્ટ્રેટેજી શું છે! ભાજપ ને ખબર જ છે કે તેમના માટે ગુજરાત કેટલુ મહત્વનું છે.

ભાજપ તેના દરેક કાર્યકરો પાસે તનતોડ મહેનત કરાવી રહ્યું છે. અને પોતે પણ દરેક નેતાઓને કામે લગાડી દીધા છે. ગુજરાતની કમાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ ખુદ પોતાના હાથમાં લીધી છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ અમિત શાહ દ્વારા ગુજરાત ભાજપ સંગઠન હોદ્દેદારોની મિટિંગ લીધી હતી અને આગળની રણનીતિ ઘડી હતી. ભાજપ માટે ગુજરાત એ નાક સમાન છે જો ભાજપ ગુજરાત હારે તો ભાજપને તેનું નુકશાન સમગ્ર દેશમાં ભોગવવું પડે. એટલે બાય હુક કે બાય કુક ભાજપ ગુજરાત જીતવા મરણીયા પ્રયાસ કરશે.

સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં ગુજરાત જીતવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાં મજબૂત પકડ બનવવી પડે એમ છે. કારણ કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મજબૂતાઈથી ઉભરી આવી હતી. જે જોતા ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં વધારે ફોક્સ અને મહેનત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું મહત્વ સમજે છે એટલે કેજરીવાલ પણ સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ સૌરાષ્ટ્રમાં વધારે મજબૂત થવા દિવસ રાત એક કરી રહી છે પરંતુ ભાજપે આ વખતે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ઘેરી લીધી છે.

ફોટો: સોશિયલ મીડિયા

ભાજપ એક માસ્ટર પ્લાન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદીની રેલી પહેલાં કોંગ્રેસના મોટા મોટા ગઢ ધ્વસ્ત કરવાની રણનીતિ બનાવી રહી છે જેના હેઠળ સૌરાષ્ટ્રમાં જેમણે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના દીકરા જેવા નેતાને હરાવ્યા હતા એવા હર્ષદ રિબડીયાની વિકેટ લઈને કોંગ્રેસને અચંબિત કરી નાખી છે. હર્ષદ રીબડીયા વર્ષ 2014 અને 2017 એમ બે ટર્મથી વિસાવદર બેઠક પરથી ભારે મતોથી ચૂંટણી જીતતા આવ્યા છે. હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને ભાજપ માં જોડાવાના સાકેત આપ્યા છે.

હાર્દિક પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ, પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ એકે વિસાવદર બેઠક પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું પ્રભુત્વ હતું. જે બેઠક પર કોંગ્રેસ જીતી હતી. વિસાવદર બેઠક 2014માં હર્ષદ રીબડીયાએ કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલને 10,260 મતોથી હરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 23,000 મતોથી હરાવ્યા હતા. જો કે હર્ષદ રિબડીયા આ પહેલા એટલે કે વર્ષ 2014 પહેલાં બે વખત હાર્યા પણ હતા. હવે તેઓ ભાજપ માં જોડાય તેવી ચર્ચાએ જોર જમાવ્યું છે.

પાટીલ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

કહેવાય છે કે હર્ષદ રિબડીયાને ભાજપ માં જોડાવા કેટલાય સમયથી ઓફર હતી. સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે હાલમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે હર્ષદ રિબડીયા કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના આગેવાનો સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. એટલે એજ સમયે ગરબા રમતાં જ તેમનો ભાજપ પ્રવેશનો ખેલ પડી ગયો હતો. આ પહેલાં એહમદ પટેલના રાજ્યસભા ચૂંટણી સમયે હર્ષદ રિબડીયા એ કહ્યું હતું કે તેમને 40 કરોડની ઓફર હતી. હવે જોવું રહ્યું ભાજપ હજુ સૌરાષ્ટ્રમાં કેટલી વિકેટ ખેરવે છે.

અમિત શાહ, બિહાર, નીતીશ કુમાર
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

  • સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
  • IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
  • ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Tags: Aaparvind kejriwalBJPbreaking newsCM KejriwalCongressgujaratgujarat congressGujarat JansadGujarat newsGujarat Samachargujaratigujarati india newsGujarati Jansadgujarati newsgujarati samacharindia newsjansadJansad gujaratjansad gujaratijansad gujarati newsjansad india newsjansad live newsJansad newsjansad news GujaratKejrivalKejriwalnewsnews gujaratinews gujarati indiaNews Gujarati Jansadnews indiaNews JansadOnline Gujarati NewsOnline Gujarati SamacharOnline NewsPolitical newssamachar Gujaratsaurashtratop breaking newsઆપઓનલાઇન ગુજરાતી સમાચારઓનલાઈન ગુજરાતી ન્યુઝઓનલાઈન ગુજરાતી સમાચારકોંગ્રેસગુજરાતગુજરાત કોંગ્રેસગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત ભાજપગુજરાત સમાચારગુજરાતીગુજરાતી અભિનેત્રીગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી ન્યુઝ જનસદગુજરાતી ન્યૂઝગુજરાતી લાઈવ ન્યુઝગુજરાતી સમાચારગુજરાતી સમાચાર જનસદજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી ન્યુઝજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ ન્યુઝ ગુજરાતજનસદ સમાચારન્યુઝ ગુજરાતન્યુઝ ગુજરાતીન્યુઝ ગુજરાતી જનસદન્યૂઝન્યૂઝ ગુજરાતીભાજપસૌરાષ્ટ્રહર્ષદ રિબડીયા
Previous Post

રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?

Next Post

પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!

jansad

jansad

Next Post
પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!

પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.