GujaratPolitics

હરિયાણામાં ભાજપ સરકારને હંફાવ્યા બાદ હવે ગુજરાતમાં! રૂપાણી સરકાર ટેન્શનમાં..

કેંન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ ત્રણ અધ્યાદેશ સામે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ છે. ત્યારે હવે આ અધ્યાદેશ મહામહિમ રાષ્ટ્પતિની સહી કરતાની સાથે જ કાયદો બની ગયા છે. જેના વિરોધમાં ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા ગત ૨૫મી સપ્ટેમ્બર ના રોજ ભારત બંધનું એલન પણ કરવામાં આવ્યું હતું. જે દેશના કેટલાક ભાગોમાં હિંસક પણ બન્યું હતું. મોદી સરકારના આ કૃષિ અધ્યાદેશ બાબતે ખુદ એનડીએ ગઢબંધનમાં મોટી ફાડ પડી ગઈ હતી. ભાજપના સાથી પક્ષ પણ એનડીએ છોડી જતા રહ્યા હતા.

ભાજપ, મોદી સરકાર, રઘુરામ રાજન
ફોટો સોશિયલ મીડિયા

એટલું જ નહીં 23 વર્ષ સુંધી ભાજપની સહયોગી રહેલી અને એક સમયે પંજાબમાં ભાજપે જેના સમર્થનથી સરકાર બનાવેલી તે શિરોમણી અકાલી દલ દ્વરા ભાજપ ગઢબંધન એનડીએ માંથી એક્ઝીટ કરી લીધી હતી. એટલું જ નહિ શિરોમણી અકાલી દલ તરફથી એક માત્ર કેન્દ્રીય મંત્રી હરસીમ્રત કોર બાદલે કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું પણ આપી દીધું હતું. કોંગ્રેસ દ્વારા આ કાળા કાયદાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધી દ્વારા દેશના લગભગ તમામ રાજ્યોમાં ટ્રેકટર રેલી કરવાનો પ્લાન છે. આ પ્લાનનો પ્રથમ તબક્કો પંજાબ અને હરિયાણાથી શરૂ થયો હતો.

ભાજપ, પાટીલ, પેટાચૂંટણી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે બીજા તબક્કામાં રાહુલગાંધી ગુજરાત આવી શકે છે. અને એ પણ એવો સમય છે કે જ્યારે ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને આવા રાજકીય ગરમાંગરમી વાળા સમય વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. જો રાહુલ ગાંધી પેટા ચૂંટણી ના સમયે ગુજરાત આવે તો ગુજરાતનું રાજકારણ વધારે ગરમાઈ જશે. ખેડૂતોના મુદ્દે ખેડૂતોમાં રોષ છે જ અને આ જ રોષને કોંગ્રેસ પેટા ચૂંટણીમાં મુદ્દો બનાવવા ઈચ્છે છે. જો કે રાહુલ ગાંધી ના આ કાર્યક્રમ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સીઆર પાટીલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ખેડૂતો માટે અને ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા કાળા કાયદા સામે રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રેકટર રેલી કરી શકે છે. અને આ રેલીનો લગભગ 50 કી.મી.નો રૂટ બનવવામાં આવ્યો છે. આ રેલીમાં પણ રાહુલ ગાંધી પંજાબ હરિયાણાની જેમ ટ્રેકટર પર બેસીને રેલી કરશે. જો કે હજુ સુંધી ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના આ પ્રવાસ આયોજન બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઓક્ટોમ્બર માસના અંત સુધીમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસનું આયોજન લગભગ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર પ્રવાસનું આયોજન અને રૂટ નક્કી થઈ ગયો છે. પરંતુ હજુ સત્તાવાર જાહેરાત બાકી છે એ પણ ટૂંક સમયમાં પ્રદેશ કાર્યાલય તરફથી કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી 8 વિધાનસભાની બેઠકો માટેની પેટા ચૂંટણીની પણ સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઓનલાઈન પ્રચારમાં પણ કોંગ્રેસ રાહુલ ગાંધી દ્વારા સભા કરવી શકે છે. આ સ્ટેહે જ કોંગ્રેસ 8 બેઠકો પર ગદાર વર્સીસ વફાદાર નામે અભિયાન ચલાવશે.

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોમ્બર માસના અંત સુધીમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે અને આ માટે કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની ટ્રેકટર યાત્રા યોજવામાં આવવાની વાત વહેતી થયા બાદ ભાજપમાં ગભરામણ થવા લાગી હોય તેમ છે કારણ કે રાહુલ ગાંધી ભાજપની દુઃખતી રાગ દબાવશે એ મુખ્યમંત્રી રૂપાણી જાણે હાલમાં ગુજરાત આંદોલનની ધરતી બનતું જાય છે. રોજગારી, બેરોજગારી, ખેતી, ભરતી, પરીક્ષા વગેરે મુદ્દે અનેક આંદોલનો થઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી આ તમામ મુદ્દે રૂપાણી સરકારને ઘેરસે એ નક્કી છે.

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ કરતા વધારે લેસન કરવામાં આવ્યું છે. આ કોંગ્રેસ દ્વારા વર્ચ્યુઅલ સભાઓની પણ તૈયારીઓ કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી આઠે આંઠ બેઠકો કબજે કરવાના ઇરાદે જ મેદાન એ જંગ માં ઉત્તરી રહી છે. જેમાં ભાજપનો માઇનસ પોઇન્ટ કાર્યકરો અને જમીન સાથે જોડાયેલા નેતાઓની અવગણના કરીને પક્ષ પલટુંઓને ટિકિટ આપ્યા નો છે.

Show More

Related Articles

Back to top button