GujaratPolitics

પેટા ચૂંટણી કોંગ્રેસની મોટી ગેમ ભાજપની ઊંઘ ઊડી! મુખ્યમંત્રીથી માંડી કાર્યકરોમાં સોંપો!

ગુજરાતમાં ગત રાજ્યસભા યોજાવાની હતી ત્યારથી આજ સુંધી રાજકીય ગરમાંગરમી વાળું વતાવરણ રહ્યું છે. એમાં ઘી પુર્યુ પેટા ચૂંટણી ની જાહેરાતે. હવે જેમ જેમ પેટા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધારે ઘેરો બનતો જાય છે. ભાજપ દ્વારા આઠ માંથી સાત બેઠકો પર ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે એક લીમડી બેઠક માટે ભાજપમાં ઘમાસાણ થઈ રહ્યું છે જેનું પરિણામ એટલે કે ઉમેદવાર આજે અથવા કાલ સુંધી જાહેર થઈ જશે. બીજી તરફ કોંગ્રેસ એક સ્ટ્રેટેજી સાથે મેદાને ઉતરી રહી છે. કોંગ્રેસ દ્વારા પાંચ બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. બાકીની બેઠકો પર પણ આગામી 24 કલાકમાં ઉમેદવારો જાહેર થઈ જશે.

પેટા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ, ભાજપ, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

આગામી 3જી નવેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. ભાજપ માટે બખ્ખા છે પરંતુ કોંગ્રેસ માટે શાખની લડાઈ છે એટલે કોંગ્રેસ એક સ્ટ્રેટેજી સાથે મેદાન એ જંગ માં ઉતરી રહી છે. અને આજ સ્ટ્રેટેજી એ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. ભાજપે કોંગ્રેસ માંથી આવેલા આયાતી નેતાઓને ટિકિટ આપીને પોતાના જ કાર્યકરોની અવગણના કરી અને પાર્ટીમાં હતાશા વધારી બસ કોંગ્રેસ દ્વારા ભાજપના આજ પગલાંને પોતાની તરફ એનકેશ કરવાની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. ભાજપ બાદ કોંગ્રેસે આઠ પૈકી પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપ, પાટીલ, પેટાચૂંટણી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ભાજપે કાર્યકરોના વિરોધ વચ્ચે કોંગ્રેસના આયાતી ઉમેદવારો ને ઉતાર્યા છે તો કોંગ્રેસે કાર્યકરોના મત પ્રમાણે જમીન સાથે જોડાયેલા નવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ સાથે જ વિધાનસભામાં જે સ્ટ્રેટેજી સાથે ઉતર્યા હતા એજ પ્રમાણે સરકારની અન્યાયી નીતિ, મોંઘવારી, બેરોજગારી જેવા સંવેદનશીલ મુદ્દા સાથે સાથે ગદ્દારી જેવા મહત્વના મુદ્દે જનતા વચ્ચે જવાની સ્ટ્રેટેજી છે. કોંગ્રેસે આઠ બેઠકો પૈકી ત્રણ બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારાયા છે. આ વખતે ભાજપ કરતા કોંગ્રેસનું લેસન પાવરફુલ હોય તેમ દેખાઈ રહ્યું છે. તમામ બેઠકોના તમામ જાતિગત, સામાજિક, વિકાસશીલ સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ટિકીટની ફાળવણી કરી છે.

પેટા ચૂંટણી, અમિત ચાવડા, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ દ્વારા એક માસ્ટરસ્ટ્રોક એ પણ લગાવવામાં આવ્યો છે કે આ પેટાચૂંટણીમાં માત્ર સ્થાનિક જ નહીં, પણ નવા ચહેરાને તક અપાઇ છે જેના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે જેમાં આ બાબતે ભાજપે પહેલાજ માર ખાઈ લીધો છે. કોંગ્રેસના આયાતીઓને ટિકિટ આપીને કોંગ્રેસના કાર્યકરોને ભાજપના કાર્યકરોની મઝાક બનાવવા નો એક મોકો આપ્યો છે. એક ડિબેટમાં કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જાહેરમાં ભાજપ ના પ્રવક્તા ને પૂછવામાં આવ્યું હતું કે શું ભાજપના જમીન સાથે જોડાયેલા કાર્યકરોને કોંગ્રેસના નેતાઓ માટે ખુરસીઓ સાફ કરવા માટે જ રાખ્યા છે કે શુ? ત્યારબાદ ડિબેટ ઉગ્ર બની ગઈ હતી.

હાર્દિક પટેલ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ દ્વારા પરફેક્ટ લેશન કરીને અબડાસા બેઠક પર ડો શાંતિલાલ સાંઘાણી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પક્ષપલટુ પ્રદ્યુમનસિંહ જાડેજા છે. કોંગ્રેસ દ્વારા ડો.શાંતિલાલ સાંઘાણીની પસંદગી કરવામાં આવતાની સાથે ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની ઊંઘ ઊડી ગઈ છે. અબડાસા માં કોંગ્રેસ દ્વારા મજબૂત અને જમીન સાથે જોડાયેલ ઉમેદવાર પસંદ મારવામાં આવતાં અબડાસા ભાજપમાં સોંપો પડી ગયો છે.

પેટા ચૂંટણી, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

તો કોંગ્રેસ દ્વારા મોરબીમાં જયંતિલાલ જયરાજભાઇ પટેલને અને ધારી બેઠક પર સુરેશ કોટડિયાને ટિકીટ આપી છે. આ બંને બેઠકો પર કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને પસંદ કર્યા છે. કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેસ સાથે સાથે જનતાની વચ્ચે રહેલા અને સ્થાનિક ફેસ પસંદ કર્યા છે. વધુમાં કોંગ્રેસનો પ્લસ પોઇન્ટ એ છે કે પક્ષપલટુ ના બદલે પોતાની જ પાર્ટીના કાર્યકરને ટિકિટ આપી છે જ્યારે ભાજપ માટે આ અહીંયા પણ આ માઇનસ પોઇન્ટ છે. આ પેટા ચૂંટણી માં ધારી-મોરબી બંને બેઠકની ચૂંટણી સૌથી વધારે હાઇલાઇટ થશે.

પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

કરજણ બેઠક પર ભાજપે પક્ષપલટુ ઉમેદવાર અક્ષય પટેલને ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે સ્થાનિક- જાતિગત, સામાજિક સમીકરણોને જોતા આ બેઠક પર કિરીટસિંહ જાડેજોન ટિકીટ આપી છે. ભાજપે કોંગ્રેસ દ્વારા આ બેઠક પર કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવશે એવું વિચાર્યું પણ નહીં હોય અને કોંગ્રેસે ગેમ બદલી નાખી. ત્યારે ગઠડામાં ભાજપના પૂર્વ મંત્રી આત્મારામ પરમાર પેટાચૂંટણીના મેદાને છે ત્યારે કોંગ્રેસે પણ મોહનલાલ સોલંકીને ટિકીટ આપી છે. કોંગ્રેસનું લિસ્ટ જોતા કોંગ્રેસે સ્થાનિક ઉપરાંત નવા ચહેરાઓને તક આપી છે. જ્યારે ભાજપે પોતાના કાર્યકરોને અવગણીને પક્ષપલટુ પર વધારે ફોકસ કર્યું છે.

પેટા ચૂંટણી, ભાજપ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા હજુ ડાંગ, લિબડીં અને કપરાડામા ઉમેદવાર જાહર કરવામાં આવ્યા નથી. તો ભાજપ દ્વારા એક લીમડી બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યું નથી. ભાજપ અને કોંગ્રેસના બાકી ઉમેદવારોના નામ આજે થવા આગામી 24 કલાકમાં જાહેર થઈ જશે. પણ એ નક્કી છે કે આ વખતે ભાજપને પછાડવા માટે કોંગ્રેસ દ્વારા પરફેક્ટ લેસન કરવામાં આવ્યું છે તેમજ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!