IndiaPolitics
Trending

કોંગ્રેસ મુખ્યલાય તરફથી આવી રહ્યા છે મોટા સમાચાર! વર્ષો જૂની આ પ્રથા થશે બંધ! જાણો!

હાલમાં જ 2019ની ચુંટણી પૂર્ણ થઈ અને નરેન્દ્ર મોદી ભાજપ દ્વાર બહુમતીથી સરકાર બનાવવામાં આવી છે કોંગ્રેસની કારમી હાર થઈ છે. હારની તમામ જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષ હોવાના નાતે રાહુલ ગાંધી એ સ્વીકારી છે. પરંતુ કોંગ્રેસના કાર્યકરો હતાશ કે નિરાશ થયા નથી અને આવનારી ચુંટણીઓ માટે અત્યારથી શરૂઆત કરી દીધી છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત સંગઠનમાં પણ મોટા પ્રમાણમાં ફેરબદલીના સંકેત આપ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને રાજીનામુ મોકલી આપ્યું છે અને તેના પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ 4 કાર્યકારી અધ્યક્ષની ફોર્મ્યુલા પર પાર્ટી વિચાર કરી રહી છે.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે જ ગઈ કાલે યોજાયેલી કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાહુલ ગાંધી જ કોંગ્રેસ અધ્યક્ષ રહેશે અને આ અંગે કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલા એ પણ પ્રેસ કરીને કહ્યું છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા છે અને રહેશે. પરંતુ સંગઠનમાં થનારા બદલાવ વિશે કોઈ જાણકારી આપવામાં આવેલ નોહતી.

કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ કોર કમિટીને પણ ડિસોલ્વ કરી દેવામાં આવી છે જો કે આ મિટિંગ માં રાહુલ ગાંધી હાજર નોહતા. એટલે સંગઠનમાં પણ ખુબજ મોટા પ્રમાણમાં ફેરબદલીના સંકેત મળી રહ્યા છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ મુખ્યાલય સ્થિત એક સૂત્રના જણાવ્યા પ્રમાણે પાર્ટીના તમામ સિનિય નેતાઓ દ્વારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની ચુંટણીઓ બંધ કરવાની વિચારણા ચાલે છે અને લગભગ તમામ સિનિયર નેતાઓ આ અંગે અગ્રી થઈ ગયા છે પરંતુ હજુ સત્તાવાર આની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

જો આવું થાય તો કોંગ્રેસમાં ચાલતી વર્ષો જૂની પ્રથાનો અંત આવે અને પાયામાંથી બદલાવની શરૂઆત થાય. જોકે કોંગ્રેસ દ્વારા હજુ આની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ જલ્દી જ આની સત્તાવાર જાહેરાત થઈ શકે એમ છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ઘણા કોંગ્રેસી કાર્યકરો એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની ચુંટણીના વિરોધમાં હતા અને કેટલાકનું માનવું છે કે આંતરિક ચુંટણી એ વિવાદનું મૂળ છે જે ગ્રુપીઝમમાં પરિણમે છે! જો કોંગ્રેસ પગલાં ભરે તો જ્યાં જ્યાં આ યુથવિંગમાં ગ્રુપ કે ભાગલા છે તે તમામ પ્રશ્નો એક ધડાકે સોલ્વ થઈ જાય તેમ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!