GujaratIndiaRajkot

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ લીધી વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત!

ગુજરાત પર સાઈક્લોન વાયુ નામની અંધારી આફત આવી પડી છેને લાખો લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડેલી આ આફતના સમયમાં સમગ્ર ગુજરાત માંથી દરિયાકિનારા વાળા વિસ્તારના અને અસરગ્રસ્તો માટે મદદ આવવા લાગી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોચી ગયા છે અને કાર્યકરોને પણ હર સમભવ મદદ કરવા અપીલ કરી છે.

અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

જો કે સાઈકલોન વાયુ હવે સીધું ગુજરાત સાથે ટકરાશે નહિ પરંતુ તેની અસર હજુ પણ તેટલીજ ભયાનક થવાની આશંકા છે જેના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા પણ તમામ પ્રકારના પ્રયત્નો અને તૈયારીઓ કરી દેવામાં આવી છે.

અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટીના વડા એટલે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા જીવના જોખમે અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લેવા પહોચી ગયા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા હવામાન ખાતાની આગાહી બાદ ૧૦ તારીખ થી જ રાહત કામગીરીની તૈયારી શરુ કરી દેવામાં આવી હતી.

અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ૧૦ તારીખના રોજ જાહેરાત કરી દેવામાં આવી હતી કે, કોંગ્રેસના તમમાં કાર્યકરો દ્વારા રાહત કાર્યમાં જોડાવું અને અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ કરવા પહોચવું તેમજ વ્યવસ્થા તંત્રને પણ મદદરૂપ થવું.

અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે જ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ રાજકોટમાં અને અમદાવાદમાં કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહેલા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા અને રાજ્યના લોકોને મુશ્કેલી ના પડે તે માટે તંત્રને સજ્જ રહેવા અપીલ કરું છું, સાથે જ ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને પણ જરૂર પડ્યે રાહતકાર્યમાં જોડાઈ અસરગ્રસ્તોને સહાય માટે તૈયાર રહેવા અપીલ કરું છું.”

અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજકોટ કંટ્રોલ રૂમ પહોચીને સમીક્ષા હાથ ધરી હતી અને લોકલ કાર્યકરો સાથે ગુજરાતના દરિયાકાંઠે આવી રહેલી કુદરતી આપદા વાયુ વાવાઝોડાની સંભવતઃ પરિસ્થિતિને પહોંચી વળવા અને અસરગ્રસ્તો માટે રાહત કામગીરી કરવા અંગે આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારબાદ અમિત ચાવડા ચોરવાડના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની સમીક્ષા કરવા અને કુદરતી આપત્તિને પહોચી વળવા વ્યવસ્થા તંત્રને કેવી રીતે મદદ કરવી તે બાબતે ખુદ અસરગ્રસ્ત અને સાઈકલોન વાયુ વાવાઝોડાથી પ્રભાવિત દરિયા કાંઠાની મુલાકાત લેવા પહોચી ગયા છે.

અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

સાઈકલોન વાયુ વાવાઝોડાની જ્યાં મહત્તમ અસર છે તેવા વેરાવળના દરિયાકાંઠની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તમમાં કાર્યકરોને અસરગ્રસ્તોની મદદ માટે ખડે પગે રહેવા અપીલ કરી હતી.

અમિત ચાવડા
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ખુદ અમિત ચાવડા અને અન્ય ધારસભ્યો વ્યવસ્થા તંત્રને તેમજ અસરગ્રસ્તોની મદદ માટે હાજર થઇ ગયા છે તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડાની આ વિકટ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે છે. અને કોંગ્રેસના તમામ કાર્યકરો પણ હર સમભવ મદદ કરવા માટે ખડે પગે હાજર રહેશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!