IndiaSocial Media BuzzSportsWorld
Trending

પાકિસ્તાન મીડિયાની નફ્ફટાઈ! વર્લ્ડકપ માટે વિંગ કમાન્ડર અભિનંદન ની બનાવી વિડીયો એડ!

ભારતીય વાયુ સેનાના જાંબાઝ સૈનિક વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાન બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં હુમલો કરવા પહોંચી ગયા હતા પરંતુ તેમનું એરક્રાફ્ટ ક્રેશ થતા તેમને તેમના પ્લેન માંથી તાત્કાલિક ઇજેક્ટ થવું પડ્યું હતું.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

ત્યારબાદ પાકિસ્તાની ધરતી પર તેમનું પેરાશૂટ ખુલતા લેન્ડ થયા હતા. ત્યાં તેમની બહાદુરીના કિસ્સો તો તમે જાણો જ છો. પાકિસ્તાન આર્મીએ અભિનંદન ને પોતાની કસ્ટડીમાં લઇ લીધા હતા.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

હવે પાકિસ્તાનની JAZZ TV એ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો વર્લ્ડકપની એડ માટે ઉપયોગ કર્યો છે.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

16 જૂન ના રોજ આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. તેવામાં પાકિસ્તાનની એક ખાનગી ચેનલ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ માટે એક વિડીયો એડ બનાવવામાં આવી છે. જે લોન્ચ થયાની થોડીજ મિનિટોમાં વાઇરલ થઈ જવા પામી છે.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

હકીકતમાં તે એડમાં વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના જેવાજ લુકમાં એક પાકિસ્તાની મોડેલ એક્ટિંગ કરી રહ્યો છે. જે રીતે પાકિસ્તાન દ્વારા અભિનંદનની કસ્ટડી લેવામાં આવ્યા બાદ જે વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો તેવી જ રીતે.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

આ વીડિયો એડ 16 જૂને રમાનાર ઇન્ડિયા-પાકિસ્તાન મેચ માટે બનાવવામાં આવી છે જેમાં કેમેરાની પાછળથી મેચ વિશે સવાલ પૂછવામાં આવી રહ્યા છે. અને અભિનંદન જેવો દેખાતો એક્ટર જવાબ આપી રહ્યો છે. જેવો વિડીયો અભિનંદનનો જાહેર કરવામાં આવ્યો હતો તે પ્રમાણે બનાવવામાં આવ્યો છે.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

આ વીડિયોમાં અભિનંદન જેવા દેખાતા મોડેલને સવાલ કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન શું છે? પાકિસ્તાન વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની ગેમ સ્ટ્રેટેજી શું છે? આ તમામ સવાલોના જવાબમાં એક્ટર અભિનંદન કહે છે, ‘મને માફ કરો, હું આ વિશેની જાણકારી ન આપી શકું!’

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

પાકિસ્તાન દ્વારા અભિનંદનની કસ્ટડી લેવામાં આવ્યા બાદ જે વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો તેના જેવાજ સેટપમાં બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક્ટર અભિનંદનના હાથમાં ચા નો કપ પણ જોવા મળે છે. અને છેલ્લે તેને ચા વિશે પૂછવામાં આવે છે કે ચા કેવી છે? જેના જવાબ માં એક્ટર અભિનંદન કહે છે ‘ટી ઇસ ફેન્ટાસ્ટિક!’

અભિનંદન
ફોટો: સોસીયલ મીડિયા

આ વીડિયોમાં મોડેલ અભિનંદનની જેમ ચા પીતો નજરે પડી રહ્યો છે. તેવી જ રીતે જેવીરીતે પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુસેના વિંગ કમાન્ડર અભિનંદનનો વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના Jazz Tv દ્વારા બનવવામાં આવેલી આ એડમાં એક્ટરને ડરી રહ્યો હોય તેમ બતાવવામાં આવ્યું છે.

અભિનંદન
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ચેનલ દ્વારા આ પ્રકારની હલકી અને બોગસ એડ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે બનાવવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. હાલ આ મામલે ભારત દ્વારા કોઈ રોષ કે વિરોધ પ્રકટ કરવામાં આવ્યો નથી. પરંતુ ભારતે ઝડપથી આ એડ મામલે સંજ્ઞાન લઈને પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!