IndiaLawPolitics

ભારત સરકારના સોલિસીટર જનરલ સુપ્રીમ કોર્ટમાં આ સવાલ પૂછીને ભોંઠા પડ્યા!

સુપ્રીમ કોર્ટમાં પ્રવાસી શ્રમિકોને પડતી મુશ્કેલીઓ અને તેમને તેમના વતન પહોંચાડવામાં માટે સરકાર દ્વારા કરવામાં આવતી સુવિધાઓ બાબતે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સુઓમોટો લેવામાં આવ્યો હતો અને સરકારને જવાબ સાથે હાજાર રહેવા નોટિસ કાઢવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ભારત સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતાને ભારત સરકારે લોકડાઉન સમયમાં પ્રવસી શ્રમિકો માથે આવી પડેલા સંકટ સામે લીધેલા પગલાં અંગે જણાવવા કહ્યું હતું. અને સરકાર પ્રવાસી શ્રમિકો માટે શું પગલાં લાઇ રહી છે તે બાબતે સુપ્રીમ કોર્ટને આશ્વસ્ત કરે કે શ્રમિકોને કોઈ પરેશાની નથી.

અયોધ્યા,
ફોટો: સોસીયલ મીડિયા

આ સુનાવણી દરમિયાન ભારત સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતા દ્વારા મોદી સરકાર તરફે જવાબ અને દલીલો રાખ્યા બાદ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ દ્વારા દિલ્લી શ્રમિક સંગઠનના વકીલ કપિલ સિબ્બલને પોતાનો પક્ષ રાખવા માટે જણાવ્યું હતું. જેવા કપિલ સિબ્બલ કશું બોલવા જાય તે પહેલાં જ સોલિસીટર જનરલ તુષાર મહેતા દ્વારા કપિલ સિબ્બલને જણાવવામાં આવ્યું કે કોઈ રાજકીય મુદ્દો બનાવ્યા વગર જણાવ જો અને આ ટકોર સાથે તુષાર મહેતા દ્વારા કપિલ સિબ્બલને એક સવાલ કરવામાં આવ્યો હતો જેનો જવાબ કપિલ સિબ્બલ દ્વારા આપવામાં આવતા મોદી સરકારના સોલિસીટર જનરલ તુષાર મેહતા ભોંઠા પડ્યા હતાં.

સોલિસીટર જનરલ
ફોટો સોશિયલ મીડિયા

સોલિસીટર જનરલ દ્વારા સુનવણી વચ્ચે કપિલ સિબ્બલને ટોકીને જણાવ્યું હતું કે, કોઈ પણ જાતના રાજકીય મંચ બનાવ્યા વગર તમે જણાવો કે તમે કેટલું યોગદાન આપ્યું છે. ત્યારે કપિલ સિબ્બલ દ્વારા મોદી સરકારના સોલિસીટર જનરલને જવાબ આપતા જણાવ્યું કે, આ ત્રાસદી છે આને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. તેને વ્યક્તિગત ન બનાવો ત્યાર બાદ તુષાર મહેતા દ્વારા પૂછવામાં આવ્યું આ કટોકટીમાં તમારું શું યોગદાન છે? ત્યારે કપિલ સિબ્બલ દ્વારા જણાવવા માં આવ્યું કે, ₹4 કરોડ તે મારો ફાળો છે. કપિલ સિબ્બલનો જવાબ સાંભળ્યા બાદ મોદી સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતા ભોંઠા પડ્યા હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે તેમના લેખિત ઓર્ડરમાં જણાવ્યું હતું કે, પ્રવસી શ્રમિક કે જેઓ બીજા રાજ્યોમાં ફસાયા છે તેમના માટે જેતે રાજ્ય દ્વારા અન્નની વ્યવસ્થા કરવામાં આવે. પ્રવાસી શ્રમિકો પાસેથી બસ કે ટ્રેનનું ભાડું વસુલવામાં ના આવે. પ્રવાસી શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં પણ અન્ન અને પાણીની મળવું જોઈએ તેમજ રેલવે સ્ટેશનથી તેમના ગામ સુંધીના ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા મફત કરવામાં આવે. ટ્રેન મુસાફરી દરમિયાન પણ પ્રવાસી શ્રમિકોને અન્ન અને પાણી મફત આપવામાં આવે. તેમજ ઝડપથી પ્રવાસી શ્રમિકોના રજીસ્ટ્રેશન કરીને તેમને તેમના વતન પહોંચાડવાની કામગીરી કરવામાં આવે. આ સાથે જે પ્રવાસી શ્રમિકો હાઇવે પર ચાલતાં જઈ રહ્યા છે તેમને પણ તાત્કાલિક અન્ન જળ સાથે તેમના ટ્રાન્સપોર્ટેશનની વ્યસ્થા કરવામાં આવે. તેમજ પ્રવાસી શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા બાદ તેમને આરોગ્ય ચકાસણી અને અન્ય સુવિધાઓ મફત આપવી.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન જાહેર થતાંની સાથે જ લાખો પ્રવાસી શ્રમિકો અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા હતા. કેટલાક શ્રમિકો સરકાર પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં નિષ્ફળ જતાં ચાલતા જ પોતાના રાજ્યમાં જાવા માટે નીકળી પડ્યા હતા. આ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં કેટલીય પેટીશનો થઈ હતી પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે આ બાબતે સુઓમોટો લઈને સરકારને નોટિસ કરી હતી તેમજ સરકાર પાસે આ તમામ પ્રવાસી શ્રમિકો માટે કરવામાં આવતી વ્યવસ્થાનો રિપોર્ટમાંગ્યો હતો.

અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!