
પાકિસ્તાનમાં આતંકવાદ અને આતંકવાદી ઘટનાઓ વધી રહી છે અને પાકિસ્તાન નિરાશામાં ડૂબી રહ્યું છે. રોજ બરોજ પાકિસ્તાનમાં બોમ્બબ્લાસ્ટ અને હિંસાના સમાચારો આવી રહ્યા છે. હાલ પાકિસ્તાન એક નર્ક સમાન બની ગયું છે પરંતુ ત્યાં રહેતા લોકો પોતાના જ દેશમાં નથી રહેવા માંગતા અને પોતાના જ દેશને બ્લેકલીસ્ટ કરીને તેની પર બેન મુકવાની વાત જાહેરમાં કરી રહ્યા છે. આ કોઈ રાજકીય પ્રેરીત નથી પરંતુ પાકિસ્તાનમાં રહીને પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરીને પાકિસ્તાનીઓને બચાવવાની માંગણી પણ પાકિસ્તાની દ્વારા જ કરવામાં આવી છે. અને આ બાબતે પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની મદદ માંગવામાં આવી છે.

યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં ભારત અને પાકિસ્તાન ના ભાષણ પહેલા પાકિસ્તાનમાંથી જ પાકિસ્તાન વિરોધી આવાજ ઉઠી રહ્યા છે. પાકિસ્તાનમાં પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ફોજ દ્વારા ભારતીય મૂળના લોકો પર આચરવામાં આવતી એટ્રોસિટીના વિરોધમાં અમેરિકામાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે ડિજિટલ ટ્રક રેલી સ્વરૂપે કાઢવામાં આવી રહ્યા છે તેમાં પાકિસ્તાનના કરાંચીમાં કરવામાં આવતી હિંસા અને એટ્રોસીટી અંગેના ચલચિત્રો બતાવવામાં આવી રહ્યા છે. કરાંચીના પૂર્વ મેયર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ચુક્યા છે. જેમાં પીએમ મોદી અને ટ્રમ્પના હાઉડી મોદી કાર્યક્રમના ફોટા સાથે મદદ કરવાની અપીલ કરતાં બેનરો પણ જોવા મળ્યા હતાં.

પાકિસ્તાનમાં મુહાજીર લોકો પર એટ્રોસીટી કરવામાં આવી રહી છે પાકિસ્તાન સરકાર દ્વારા તેમને પ્રતાડિત કરવાં આવી રહ્યા છે અને પાકિસ્તાન આર્મી દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે કહકાશાન હૈદર કે જે મુહાજીર લોકોના હક અને અધિકાર માટે લડે છે તેમના દ્વારા પાકિસ્તાનની આ નાપાક હરકતો પર વિરોધ જાહેર કર્યો છે. મુહાજિર લોકો મુસ્લિમ વસાહતીઓ છે, બહુ-વંશીય મૂળના છે, અને તેમના વંશજો કે જેમણે હિન્દુસ્તાનની આઝાદી બાદ થયેલા ભારત પાકિસ્તાનના ભાગલા બાદ ભારતના વિવિધ પ્રદેશોમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું હતું.

ભારતીય મૂળના મુસ્લિમો પર આચરવામાં આવતી એટ્રોસીટી અને આર્મી દ્વારા કરવામાં આવતા શોષણ મુદ્દે પાકિસ્તાનનો સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા પહેલા અમેરિકામાં જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે ચારે બાજુ પાકિસ્તાન હાય હાય ના નારા લગાવવામાં આવી રહ્યા છે અને આ વિરોધમાં ખુદ પાકિસ્તાની નાગરિકો અને નોન રેસિડેન્ટ પાકિસ્તાની પણ શામેલ છે. બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રીનો અને તેમના કાફલાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ સંગઠનો અને વિરોધ કરતાં પ્રદર્શન કરતાં લોકોએ ભારત અને અમેરિકાનો સાથ માગ્યો છે.

મુહાજીર સમુદાયના હક અને અધિકાર માટે લડત ચલાવતા એક્ટિવિસ્ટ કહકાશન હૈદરએ કહ્યું હતું કે, “પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકવું જોઈએ. અને પાકને આપવામાં આવતા તમામ પ્રકારના ભંડોળ પર રોક લગાવવી જોઇએ. પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે. પાકિસ્તાને દુનિયાભરમાં આતંકવાદ ફેલાવ્યો છે. અમે ભારતીય પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ મામલે હસ્તક્ષેપ કરવા અને મદદ કરવા માટે અપીલ કરીએ છીએ. અમને આઈએસઆઈ અને પાક ફોર્સથી બચાવો.” સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા પહેલા એક્ટિવિસ્ટના આ નિવેદન દ્વારા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે.

ઉલ્લેખનિય છે કે, મુહાજીર સમુદાય ભારતીય મૂળનો સમુદાય છે તેમના પર પાકિસ્તાન દ્વારા વર્ષોથી વેરભાવ રાખીને અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા ને સંબોધન કરવા જઈ રહ્યા છે જેમાં મુખ્ય મુદ્દામાં કાશ્મીર અને 370 હશે એ નક્કી છે જ્યારે બીજી તરફ ખુદ પાકિસ્તાનમાં પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન આર્મી વિરુદ્ધ પ્રદર્શન અને વિરોધનો વંટોળ છે ત્યારે પાકિસ્તાન માટે આગળ કપરા ચઢાણ છે. ભારત પાસે પાકિસ્તાન વિરુદ્ધ અન્ય એક પુરાવો ઉમેરાયો છે પાકિસ્તાનમાં ભારતીય મૂળના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે જેના દ્વારા ભારત પાકિસ્તાન પર દબાવ બનાવી શકે છે.