IndiaPolitics

બંગાળમાં મમતા બેનર્જી નું પરાક્રમ! મોદી શાહ અને રાજ્યપાલ ચોંકી ગયા!

બંગાળમાં ભાજપ અને મમતા બેનર્જી ની તૃણમુલ કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત રસાકસી છે. બંગાળ ચૂંટણીમાં ભાજપને માત આપીને રાષ્ટ્રીય સ્તરે મમતા બેનર્જીએ પોતાને સક્ષમ અને શક્તિશાળી સાબિત કરી દીધા છે. જે રાજ્યની કમાન ખુદ અમિત શાહ સંભાળી રહ્યા હતાં એ રાજ્યમાં ભાજપે કોઈપણ પ્રકારની કસર છોડી નોહતી છતાં ભાજપ માટે બંગાળ જીતવું એ લોઢાના ચણા ચાવવા બરાબર બની ગયું હતું. છેક સુંધી બંગાળમાં ભાજપ વિજયી બનશે તેમ હતું પરંતુ પરિણામ આવ્યા ત્યારે સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ભાજપને માત આપીને બંગાળના ફરીથી મુખ્યમંત્રી બન્યા મમતા બેનર્જી. મમતા બેનર્જી ફરીથી બંગાળની ચૂંટણી જીતીને ભાજપ સામે એક સક્ષમ અને મજબૂત નેતા બનીને ઉભરી આવ્યા.

બંગાળ, અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જીનું કેન્દ્ર સરકાર, ભાજપના ધારાસભ્યો સાથે અને રાજ્યપાલ સાથે ઘર્ષણના અનેક પ્રસંગો વારંવાર બની રહ્યા છે. મમતા પણ મજબૂતાઈથી લડત આપી રહ્યા છે. તેઓ બંગાળની અસ્મિતાને એક કરી રહયા છે. મમતા દ્વારા બંગાળનું ગૌરવ વધારનાર દરેક ક્ષેત્રોના લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમને તૃણમુલ કોંગ્રેસમાં જોડવામાં આવી રહ્યા છે. મમતા દ્વારા કેન્દ્રમાં ભાજપ સરકારમાં મંત્રી રહેલા બાબુલ સુપ્રિયો ને પણ ભાજપ માંથી રાજીનામું અપાવીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડવામાં આવ્યા છે. આ સાથે કેટલાક લોકલ કલાકારો, કલાજગતના લોકો વગેરેને તૃણમૂલ કોંગ્રેસમાં જોડીને મજબૂત કરવામાં આવી રહ્યા છે.

બંગાળ, અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

તો બીજીતરફ રાજ્યપાલ સામે ઘર્ષણ તો છે જ. રાજ્યપાલની સત્તા ઓછી કરવામાટે મમતા બેનર્જીએ મોટો ખેલ પાડી દીધો છે. રાજ્યપાલ સાથેના ઘર્ષણને પગલે મમતા બેનર્જી હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. બંગાળમાં મમતા નવો કાયદો લાવ્યા છે જેમાં હવે રાજ્યપાલ બદલે મુખ્યમંત્રી સ્ટેટ યુનિ. ચાન્સેલર પદે રહેશે. મમતા બેનર્જીના ધડાકા બાદ ભાજપના ધારાસભ્યો આગબબુલા થઈ ગયા હતા અને વિરોધ શરૂ કરી દીધો હતો પરંતુ મમતા બેનર્જી દ્વારા એક ચાલવા દેવાઈ નહીં. અને કાયદો વિધાનસભામાં લાવવામાં આવ્યો. એટલું જ નહીં વિધાનસભામાં આ કાયદો પસાર પણ કરાઈ દેવામાં આવ્યો એ પણ સ્પષ્ટ બહુમતીના જોરે. કાયદાના સમર્થનમાં 182 અને વિરોધમાં માત્ર 40 ટકા મત મળ્યા. હવેથી બંગાળમાં રાજ્યપાલને બદલે મુખ્યમંત્રી જ સ્ટેટ યુનિવર્સિટીના ચાન્સેલર પદે રહેશે.

અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

મમતા સરકાર દ્વારા પશ્વિમ બંગાળ વિધાનસભામાં આ બિલને રજુ કરીને સ્પષ્ટ બહુમતીથી મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે. આ મંજૂરી બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્ય સંચાલિત યુનિવર્સિટીના ચાન્સેલર રહેશે. આ સાથે જ રાજ્યપાલની સત્તામાં ઘટાડો અને રાજ્યપાલ સાથેના ઘર્ષણમાં મમતા એક પગલું આગળ વધ્યા. જો કે ભાજપના ધારાસભ્યો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ કશું ઉપજ્યું નહીં. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આ બિલના પક્ષમાં 182 અને વિરુદ્ધમાં માત્ર 40 ટકા મતો પડ્યા હતા. જેમાં ભાજપની પણ કારમી હાર થઈ હતી. મમતા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન કેન્દ્રીય યુનિવર્સિટી-વિશ્વ ભારતીના ચાન્સેલર રહી શકે છે તો મુખ્યમંત્રી સ્ટેટ યુનિવર્સિટીના ચાન્સેલર ૫દે કેમ ના રહી શકે!?

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

મમતા એ બંગાળમાં એક તીરથી અનેક નિશાન સાધ્યા. આ વિધેયક લાવતાંની સાથે સાથે ભાજપ, રાજ્યપાલ અને મોદી શાહને પણ સંદેશો પહોંચાડ્યો કે હવે લડીલેવાના મૂડમાં છે. આ ઉપરાંત મમતા બેનર્જી દિલ્લીમાં તમામ વિપક્ષી નેતાઓ મુખ્યમંત્રીઓ સાથે બેઠકો કરીને ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં મજબૂત ટક્કર આપવાની તૈયારી કરી રહ્યા છે. આગામી સમયમાં મમતા બેનર્જી બંગાળ ઉપરાંત સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષોને એક થવા માટે બેઠકો અને મુલાકાતો યોજવા જઇ રહ્યા છે. આગમી લોકસભા ચૂંટણી ભાજપ માટે ભારે સાબિત થઈ શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!