GujaratPolitics

તો શું ભાજપ ના થશે નરેશ પટેલ? સર્જાશે મોટી રાજકીય ઉથલપાથલ?!

ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ માં ખેંચતાણ વધી રહી છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને રાજીનામું અપાવી ભાજપ માં જોડી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. કેજરીવાલ પણ વારંવાર ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આગામી 10 મી મે ના રોજ રાહુલ ગાંધી પણ ગુજરાત ની મુલાકાતે છે. પરંતુ આ તમામ ઘટનાઓ વચ્ચે એક જ સળગતો સવાલ છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે? આ સવાલ છેલ્લા કેટલાય મહિનાઓથઈ ગુજરાતના રાજકારણને ગરમાયેલું રાખ્યું છે એટલું જ નહીં થોડા થોડા દિવસે થતી નરેશ પટેલની રાજકીય મુલાકાતો તેમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. કોંગ્રેસ ના નેતાઓ અવારનવાર નરેશ પટેલની મુલાકાત લઈ રહ્યા છે અને ભાજપ નેતાઓ પણ વારંવાર નરેશ પટેલની મુલાકાત લઈ રહ્યા છે.

આ વખતે થોડી રાજકીય હુંસાતુંસી વધી છે કારણ ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે આંગળીના વેઢે ગણાય એટલા મહિનામાં યોજાઈ શકે છે. ભાજપ નરેશ પટેલ ને પોતાની પાર્ટીમાં જોડવા માટે એડીચોટી નું જોર લગાવી રહી છે ભલે બહાર કહે કે ભાજપ ને કોઈ ફરક પડતો નથી પરંતુ ભાજપ દ્વારા વારંવાર પોતાના નેતાઓ ને નરેશ પટેલ ની મુલાકાતે મોકલી યેનકેન પ્રકારે નારેધ પટેલ કોંગ્રેસ માં ના જાય તે માટે ના પ્રયાસો કરી રહ્યું છે. ભાજપ પણ ઈચ્છે છે કે નરેશ પટેલ કોંગ્રેસ માં ના જાય અને ભાજપ માં આવે અથવા તટસ્થ રહે. જેનું એક માત્ર કારણ એ છે કે જો નરેશ પટેલ કોંગ્રેસ માં જાય તો ભાજપ ને સૌથી મોટું નુકસાન થાય એમ છે. અને એ નુકશાન એટલું મોટું છે કે ગુજરાતમાં ભાજપની સરકાર પણ ડામાડોળ થઈ જાય તેમ છે. એટલે ભાજપ રાત દિવસ એક જારી રહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસ માં જોડાય નહીં.

હાર્દિક પટેલ,ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતનું રાજકારણ ત્યારે ગરમાઈ ગયું જ્યારે ખોડલધામમાં ભાજપના ચાર ધારાસભ્યોએ નરેશ પટેલ સાથે આકસ્મિક બેઠક કરી! કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં ભાજપના ચાર ધારાસભ્યો અને પાટીદાર આગેવાનો વચ્ચે સોમવારે આકસ્મિક મુલાકાત થઈ હતી. ભાજપના ચાર ધારાસભ્યો અને પાટીદાર આગેવાનો સાથે નરેશ પટેલની યોજાયેલી મુલાકાત બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે નરેશ પટેલ ભાજપ માં જોડાશે અને આ બેઠક તેનો સંકેત છે. પરંતુ હાલ પૂરતું ભાજપ ના ધારાસભ્યો એ જણાવ્યું હતું કે, આ મુલાકાત ને હેતુ રાજકીય નોહતો. પરંતુ જણાવી દઈએ કે રાજકીય વ્યક્તિઓ મળે તો હેતુ રાજકીય જ હોય અને રાજકીય વાતો પણ થઈ જ હોય! આ ચાર ધારાસભ્યો માં વલ્લભ કાકડીયા, અરવિંદ પટેલ, જગદીશ પટેલ અને શશીકાંત પંડ્યા હતાં. નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ ભાજપ માં પણ ચર્ચાઓ છે કે નરેશ પટેલ પણ ભાજપમાં આવી શકે છે!!

જણાવી દઈએ કે, નરેશ પટેલ દ્વારા હજુ સુંધી કઇ પાર્ટી માં જોડાવું તેવું સ્પષ્ટ જાહેર કર્યું નથી. રાજકીય નેતાઓ રોજ મુલાકાત લે છે અને નવી ચર્ચાઓ આકાર પામે છે. નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ વલ્લભ કાકડીયા એ કહ્યું હતું કે તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને તેઓ ખોડલધામ દર્શને ગયા હતાં ત્યાં તેમની મુલાકાત નરેશ પટેલ સાથે થઈ હતી અને રાજકીય ચર્ચાઓ પણ થઈ હતી જેમાં નરેશ પટેલ રાજકીય પ્રવેશ બાબતે ચર્ચા થઈ ત્યારે તેમને ભાજપમાં જોડાવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જોવાનું એ રહ્યું કે નરેશ પટેલ આગામી સમયમાં કઇ પાર્ટીમાં જોડાય છે ણ એટેમના જોડાયા બાદ ગુજરાતની રાજકીય સ્થિતિમાં શું બદલાવ આવે છે. જે પણ હોય હાલમાં કોઈ પાર્ટીએ કે નરેશ પટેલ દ્વારા કોઈપણ જાતની જાહેરાત કરી નથી.

નરેશ પટેલ ક્યાં જશે ની ચર્ચાઓ નેતાઓ અને ધારાસભ્યો માંજ નથી પરંતુ સૌરાષ્ટ્ર લાખો કાર્યકર્તાઓમાં પણ છે. કાર્યકર્તાઓ પણ કહી રહ્યા છે કે આજે અમે નિષ્ઠાપૂર્વક અહીંયા છીએ પરંતુ કાલે જો નરેશ પટેલ અન્ય પાર્ટીમાં જોડાઈ જાય તો અમે પણ તેમની સાથે જઈશું. આવું ના માત્ર ભાજપ માં છે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ છે. જો નરેશ પટેલ કોંગ્રેસ માં જોડાય તો ભાજપમાં મોટું ભંગાણ પડે અને કેટલાય પાટીદાર અગ્રણીઓ કોંગ્રેસ સાથે આવી જાય અને રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાય અને ચૂંટણી એકતરફી જ થઈ જાય એવું માની શકાય પરંતુ જો નરેશ પટેલ ભાજપ માં જોડાઈ જાય તો આવાં જ હાલ કોંગ્રેસના પણ થાય! નરેશ પટેલ જે બાજુ વળે તે બાજુ નું પલડું હાલમાં ભારે માનવામાં આવી રહ્યુ છે. હાલ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ બાબતે કશું જ કહી શકાય તેમ નથી. એટલે બસ થોભો અને રાહ જુઓ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!