Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home India

જયારે ભારતે પહેલીવાર પાકિસ્તાનમાં ઘૂસીને તાંડવ કર્યું! જાણો રીયલ સ્ટોરી!

jansad by jansad
February 27, 2019
in India, Politics, World
0
ઇન્દિરા ગાંધી

ફોટો: સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

જાંબાઝ ભારતીય વાયુ સેના દ્વારા ગઈ કાલે વહેલી સવારે પાકિસ્તાન સામે એર સ્ટ્રાઈક કરવામાં આવી અને આતંકી ઠેકાણાઓને નેસ્તોનાબૂદ કરવામાં આવ્યા. આપણી સેના ભારતના સૌર્યનું પ્રતિક છે. ભારતની જમીની, દરિયાઈ અને હવાઈ સેના એ વિશ્વની મજબુત સેનાઓ માંથી એક ગણવામાં આવે છે. 1971ના યુદ્ધમાં એક દીવસમાં ભારતે પાકિસ્તાનના 500 જેટલા એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

૧૯૪૭ ના ભાગલામાં અંગ્રેજોએ પોતાની કુટનીતિના સહારે હિન્દુસ્તાનના બે ભાગલા કરી નાખ્યા હતા ભારત અને પાકિસ્તાન. ભાગલા સમયે ઘણો નરસંહાર થયો હતો તે તમે જાણો જ છો. પાકિસ્તાનના અલગ થયા બાદથી જ પાકીસ્તાનમાં ભારત માટે ઝેર ઘોળવામાં આવી રહ્યું હતું કારણ માત્રને માત્ર પાકિસ્તાની નેતાઓની રાજનૈતિક કરિયર.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

તો વાત છે ભારતના સૌર્ય સમાન વર્ષ ૧૯૭૧ના યુદ્ધની ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા તેઓ જનરલ સામ માણેકશા ના નામથી વધારે ઓળખાય છે (ત્રીજી એપ્રિલ, ૧૯૧૪ – સત્તાવીસ જૂન, ૨૦૦૮) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે વર્ષ ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પાકિસ્તાન ભારતની બંને બાજુ હતું ઇસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન ભારત આ વચ્ચે સેન્ડવીચ જેવી દશામાં હતું જે ભારત પાકિસ્તાન ભાગલા વખતે મુસ્લિમ લીગ પ્રમુખ અને પાકિસ્તાન બનાવવામાં જેમનો મુખ્ય હાથ હતો તેવા જિન્નાહની કારીગરી હતી ભારતને દબાવવાની.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ભારત પાકિસ્તાનના ભાગલા બાદથી જ પાકિસ્તાનમાં બંને તરફ અંધાધુંધી હતી બીજી તરફ ભારત દેશ વિકાસના માર્ગે અને શાંતિના માર્ગે આગળ વધી રહ્યો હતો. પરંતુ ૧૯૬૯ બાદ ઇસ્ટ અને વેસ્ટ પાકિસ્તાનમાં અંધાધુંધી વધારે પ્રમાણમાં ફેલાવવા લાગી.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પૂર્વ પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં બંગાળી લોકો હતા. તેમની વચ્ચે ઘણી સમસ્યાઓ હતી, જેમાં ભાષાકીય તફાવત એક મોટી સમસ્યા હતી. કારણ કે પાકિસ્તાને ઉર્દુને તેની રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરી હતી. જે બંગાળી જનતા લખી વાંચી શક્તિ નહતી. જે બાબતે પૂર્વ પાકિસ્તાનમાં આ એક મોટા ગુસ્સા સમાન હતું. આ તંગ વાતાવરણમાં, 1970 માં પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી હતી. આ ચુંટણીમાં પૂર્વ પાકિસ્તાનની આવામી લીગએ 313 બેઠકોમાંથી 167 બેઠકો જીતીને બહુમતી હાંસિલ કરી લીધી હતી. બહુમતી હોવા છતાં તેને પાકિસ્તાનમાં સરકાર બનાવવાની મંજૂરી તેમને નહોતી મળતી. તેથી તેમના દ્વારા આ સામે સામે હડતાલ આપવામાં આવી, બિનસાંપ્રદાયિક ચળવળ શરૂ કરવામાં આવી, પરંતુ તે કશુય આવામી લીગને મદદ કરી શકી નહીં. આ પછી પૂર્વ પાકિસ્તાનમાં રહીને કેટલાક પશ્ચિમી પાકિસ્તાનીઓ દ્વારા પૂર્વીય પાકિસ્તાનમાં રહેતા બિહારીઓની હત્યા કરવાનું શરૂ કર્યું. જેના કારણે જોત જોતામાં 300 જેટલા બિહારીઓનું મોતને ભેટ્યા હતા. જેના કારણે પશ્ચિમી પાકિસ્તાને આ તકને ઝડપીને બાંગ્લાદેશમાં સેના મોકલી દીધી હતી.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

૨૫ મી માર્ચ ના રોજ બંગાળી નેતાઓની ધરપકડ અને તેમની રાજનૈતિક હત્યાઓ થવા લાગી પાકિસ્તાન જબરદસ્ત અંધકારમાં ગતિ કરવા લાગ્યું. બીજી તરફ બંગાળી શરણાગતિઓ ભારત તરફ આવવા લાગ્યા ભારતના પ્રધાનમંત્રી એ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું અને ભારતની બોર્ડર ખોલી નાખી. ભારતમાં લગભગ એક કરોડ જેટલા બંગાળી બોલતા લોકો આશ્રય માટે આવી ગયા હતા જે ભારતની અર્થવ્યવસ્થાને ખુબજ નુકશાન કરતા હતું તે જોઇને ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને શાંતિની અપીલ કરી.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ પાકિસ્તાન દ્વારા આ અપીલ ફગાવી દેવામાં આવી ભારતને તેમના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ના કરવા જણાવ્યું અને ક્યાંકને ક્યાંક ભારત સામે પાકિસ્તાનમાં રોષ પેદા કરવામાં આવ્યો અને “ક્રશ ઇન્ડિયા” જેવી ચળવળ ચાલુ કરવામાં આવી આ જોતા સેના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા બાદ તત્કાલીન પ્રધાનમંત્રીના આદેશ અનુસાર ભારતની તમામ બોર્ડર પર જવાનોની ભારે માત્રામાં તેનાતી કરવામ આવી અને બોર્ડર સિક્યુરીટી વધારી ને બોર્ડર શીલ કરી દેવામાં આવી.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ગુસ્સેલ પાકિસ્તાન દ્વારા ૩ ડીસેમ્બર ૧૯૭૧ના રોજ સાંજે ૫:૪૦ વાગે ભારતના ૧૧ એર બેઝ પર હમલો કરવામ આવ્યો. જેના બાદ ભારતીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સાથે યુદ્ધ ડીકલેર કરી દીધાની જાણકારી રેડિયો દ્વારા જનતાને આપી. ભારતે પાકિસ્તાનનાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાના વાયુસેનાને આદેશ આપ્યા અને જાંબાજ વાયુ સેના એ એકજ દિવસમાં પાકિસ્તાનના 500 જેટલા એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા. જે બાદ પાકિસ્તાનમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

એક જ દિવસમાં ભારતે પાકિસ્તાનના 500 એરક્રાફ્ટ તોડ્યા એ એક વિશ્વ વિક્રમ હતો જેના આંકડા બીજા વિશ્વ યુદ્ધ કરતા પણ મોટા હતા. એક દિવસની આ વાયુસેનાની સિદ્ધિ પર તમે નહિ આખુય વિશ્વ મોઢામાં આંગળા નાખતું થઇ ગયું હતું. એટલેજ ભારતીય આર્મીને વિશ્વની મહા શક્તિઓ માંથી એક માનવામાં આવે છે.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

૧૩ દિવસમાં ભારતે પાકિસ્તાન, હાલના બંગલા દેશના ઢાકામાં કબજો કરીને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું. આ યુદ્ધમાં ભારતીય સૈન્ય બંને બાજુ પાકિસ્તાન સાથે લડ્યું હતું પૂર્વી પાકિસ્તાનમાં ઢાકા પર કબજો મેળવ્યો હતો તો પશ્ચિમી પાકિસ્તાન હાલનું પાકિસ્તાન માં ઘૂસીને આઝાદ કાશ્મીર, પંજાબ અને સિંધ પ્રદેશોમાં ત્રિરંગો લહેરાવી ચુક્યું હતું.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પાકિસ્તાન પોતાની હાર ભાળી ગયું અને સરન્ડર કરવા તૈયાર થયું ૯૦,૦૦૦ જેટલા પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈન્ય સામે સરન્ડર કર્યું અને મેમોરેન્ડમ સાઈન કર્યું. આ યુદ્ધ માં મુખ્ય ભૂમિકા હતી જનરલ શામ માણેકશોની અને પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ની.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પહેલા તો જનરલ શામ માણેકશાએ આયુદ્ધ લડવાની ના પાડી જેનું મુખ્ય કારણ હતું વરસાદી વાતાવરણ પરંતુ ઇન્દિરા ગાંધીને આશ્વત કર્યા કે અમે કોઈપણ પરિસ્થિતિમાં લડવા તૈયાર છીએ અને યુદ્ધ જીતી શકીએ છીએ. પરંતુ જનરલ શામ માણેકશાએ ઇન્દિરા ગાંધી સમક્ષ એક શરત મૂકી કે અમારા પ્લાન અને અમારા નક્કી કરેલા દીવસે યુદ્ધ થવું જોઈએ ઇન્દિરા ગાંધી એ માથું હલાવ્યું અને સેના ને છુટ્ટો દોર આપ્યો. અને માત્ર ૧૩ દિવસમાં પાકિસ્તાનના બે ટુકડા કરીને આખાય વિશ્વને ભારતની તાકાત બતાવી.

ઇન્દિરા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૭૧ માં અટલ બિહારી વાજપાઈ વિપક્ષના નેતા હતા અને તેમણે પણ સરકાર સાથે છીએ તેવું જણાવી સરકારને સમર્થન આપ્યું હતું આ યુદ્ધની જીત બાદ અટલ બિહારી વાજપાઈએ ઇન્દિરા ગાંધીની તુલના માં દુર્ગા સાથે કરી હતી. સંસદમાં યુદ્ધ પર ચર્ચા ચાલતી હતી ત્યારે વાજપાઈજી એ જણાવ્યું હતું કે આપણે યુદ્ધની ચર્ચા છોડીને ઇન્દિરા ગાંધી વિષે ચર્ચા કરવા જોઈએ એમણે જે ભૂમિકા નિભાવી છે તે “કાબિલે તારીફ” છે. આવું સંસદ માં પહેલીવાર અને છલ્લી વાર જોવા મળ્યું હતું.

Tags: ૧૯૭૧Field Marshal Sam ManekshawIndiaindira gandhijansadPakistanSam Manekshawઇન્ડિયાઇન્દિરા ગાંધીજનરલ શામ માણેકશાજનસદપાકિસ્તાન
Previous Post

પાકિસ્તાનમાં યમદૂત બનીને ગયેલા મિરાજ ૨૦૦૦ ની તાકાત તમે જાણો છો?!

Next Post

અભિનંદને પાકિસ્તાનમાં પણ હિન્દુસ્તાન જિંદાબાદ ના લગાવ્યા નારા

jansad

jansad

Next Post
અભિનંદન

અભિનંદને પાકિસ્તાનમાં પણ હિન્દુસ્તાન જિંદાબાદ ના લગાવ્યા નારા

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.