IndiaSocial Media BuzzTech & GadgetsWorld
Trending

પાકિસ્તાનમાં યમદૂત બનીને ગયેલા મિરાજ ૨૦૦૦ ની તાકાત તમે જાણો છો?!

ભારતીય વાયુ સેના એ આજે વહેલી સવારે પાકિસ્તાન બોર્ડર પાર કરીને આતંકી ઠેકાણાઓનો સર્વનાશ કરી નાખ્યો હતો. જેની જાણકારી ખુદ પાકિસ્તાની સેના કમાન્ડરે ટ્વીટર પર ટ્વીટ કરીને આપી હતી.

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

પાકિસ્તાનમાં આતંકવાદીઓના યમદૂત બનીને ગયેલા મિરાજ ૨૦૦૦ ની તાકાત તમે જાણતા નહિ હોવ. કેમ આ ઓપરેશન માટે મિરાજ ૨૦૦૦ ને જ પસંદ કરવામાં આવ્યું? કેમ મિરાજ ૨૦૦૦ પર જ વાયુસેના દ્વારા વિશ્વાસનો કળશ ઢોળવામાં આવ્યો? તમને પણ આવા સવાલો ચોક્કસ થતા હશે!

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

તો જાણી લઈએ કે મિરાજ ૮૦ ના સમયનું ફાઈટર જેટ છે જેને દસોલ્ટ એવીએશન અને હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે હા એજ દસોલ્ટ એવીએશન જે રાફેલ ફાઈટર બનાવી રહ્યું છે અને એજ હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ જેની પાસેથી રાફેલ કોન્ટ્રાક લઈને રીલાયંસને આપવામાં આવ્યો છે. DA અને HAL દ્વારા મિરાજ ૨૦૦૦ બનવવામાં આવ્યું છે.

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

મિરાજ ૨૦૦૦ એર ટુ સરફેસ મિસાઇલ પણ કેરી કરી શકે છે. એટલે કે એવી મિસાઇલ્સ જે હવામાંથી જમીન પર મારી શકે છે. મિરાજ ૨૦૦૦ પાસે 9 હાર્ડ પોઇન્ટ્સ છે એટલે કે, 9 પોઇન્ટ્સ પર હથિયારો લઇ જઈ શકાય છે.

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

બીજી ખૂબ જ ખાસ વાત એ છે કે મિરાજને ગમેતેવું શક્તિશાળી રાડાર પણ પકડી શકતું નથી. 80 ના દાયકાનું મિરાજ – ૨૦૦૦ ભારતીય વાયુ સેનાના કાફલામાં સર્વશ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટ માંથી એક ગણવામાં આવે છે.

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

ભારતીય વાયુ સેનાના કાફલામાં શામેલ મિરાજ ૨૦૦૦ ડીપ પેનિટ્રેશન સ્ટ્રાઈક એરક્રાફ્ટ છે એટલે કે ફાઇટર એરક્રાફ્ટ છે. તે છેક અંદર સુંધી ઘૂસીને મારવા વાળુ વિમાન છે અને તેની ખાસ વાત એ છે કે તે અંદર જઇને લક્ષ્યનો નાશ કરવાની ગજબ ક્ષમતા ધરાવે છે. ગયા અઠવાડિયે પોખરણમાં મિરાજ દ્વારા હવાઈ શક્તિમાં પોતાની તાકાત બતાવવામાં આવી હતી.

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

ભારતીય વાયુ સેનાના ઓપરેશનોમાં આ વિમાનને વજ્રનું ઉપનામ આપવામાં આવે છે. મિરાજ સિંગલ એન્જીન ડેલ્ટા વિંગ ફાઈટર જેટ છે. તેની વધુમાં વધુ સ્પીડ ૨૫૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે.

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

મિરાજ ૨૦૦૦ માં ૯ હાર્ડ પોઈન્ટ્સ છે. જેમાં એર ટુ એર, એર ટુ સર્ફેસ અને બોમ્બ ટાર્ગેટીંગ પોર્ડ અને બહારની બાજુ ફયુલ ટાંકી રાખી શકાય તેવું ફાઈટર પ્લેન છે. આ ફાઈટર પ્લેન ૬૩૫૦ કિલોગ્રામ જેટલો પેલોડ (બોમ્બ અથવા વિશ્ફોટક સામગ્રી) ઉઠાવી શકે છે.

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

ભારતીય વાયુ સેના પાસે આવા અલગ અલગ વેરીએન્ટ વાળા લગભગ ૫૮૦ મિરાજ ૨૦૦૦ ફાઈટર પ્લેન છે. ભારતની સાથે સાથે આવા ફાઈટર આંઠ દેશ પાસે છે જેમાં રશિયા ફ્રાંસ અને ચીન જેવા દેશો સામેલ છે.

ભારતીય વાયુ સેના
ફોટો: ભારતીય વાયુ સેના

ઉલ્લેખનીય છે કે મિરાજ ૨૦૦૦ ને બનાવનાર કંપની દસોલ્ટ એવિએશન અને હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ છે જેમને ૮૦ ના દાયકામાં એટલે કે સ્વ. ઇન્દિરા ગાંધી જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે આ ફાઇટર પ્લેન ભારતીય વાયુ સેનામાં શામેલ કરવામાં આવ્યું હતું.

નોંધ: ઉપરના તમામ ફોટો સોશિયલ મીડિયા મારફત અને ભારતીય વાયુ સેનાના સોશિયલ મીડિયા પરથી લેવામાં આવેલા છે ફોટોનો હક હિત જેતે વ્યક્તિની માલિકીના છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!