GandhinagarGujaratIndiaPolitics

કોંગ્રેસ આ નેતાને અમિત શાહ સામે મેદાનમાં ઉતારી શકે છે!

લોકસભા ચુંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીની માથામણ માં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓના અમદાવાદ થી દિલ્લીના આંટાફેરા વધી ગયા ગયા છે અને જીતે એવા ઉમેદવારની શોધખોળ માં લાગી ગયા છે. ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે.

નરેશ પટેલના પુત્ર શિવરાજ
ફોટો: સોશિયલ મીડિયા

ભાજપ માં સેન્સની લગભગ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થવાના આરે છે અને કોંગ્રેસમાં પણ એજ હાલ છે લગભગ બંને પાર્ટીઓ આવતા 24 થી 48 કલાકમાં બાકી રહેતા ઉમેદવારો પણ જાહેર કરી દેશે. અને કરવાજ પડે તેવી પરિસ્થિતિ છે કારણ કે ચુંટણી પ્રચાર શરૂ કરવો પડે અને લોકસભા છે એટલે વિસ્તાર પણ ખૂબ મોટો હોય તે તામામ પાસા ધ્યાને લેતા આવતા 24 થી 48 કલાકમાં બંને પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે.

ફોટો: સોશિયલ મીડિયા

ગાંધીનગર લોકસભા માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ની પસંદગી કરવામાં આવી છે ત્યારે ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં લગભગ સી.જે. ચાવડાનું નામ નક્કી માનવામાં આવતું હતું પરંતુ ભાજપ દ્વારા અમિત શાહ ની પસંદગી કરવામાં આવતા હવે કોંગ્રેસ કેન્ડીડેટ બદલવાના મૂડમાં છે.

ગાંધીનગર લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

અમારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા માં પાટીદાર ફેસ ઉતારી શકે છે અને ભાજપ માટે આસન લાગતા મુકબલાને ટફ બનાવવાની રણનીતિ ઘડી રહી છે. હાલ કોંગ્રેસ કોઈ પાટીદાર નેતા અથવા ઠાકોર નેતાને ગાંધીનગર બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે. કોંગ્રેસ દ્વારા ગાંધીનગર લોકસભા માટે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ગાંધીનગર લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

ભાજપ દ્વારા અમિત શાહના નામની ઘોષણા થયા બાદ પણ ગાંધીનગર લોકસભા મુદ્દે સી.જે. ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેઓ અમિત શાહ સામે ઉમેદવારી કરવા અને ચુંટણી લડવા સજ્જ છે. પરંતુ જો અને તો નું ચાલે તો કોંગ્રેસ દ્વારા પાટીદાર કે ઠાકોર ઉમેદવારને ગાંધીનગર લોકસભા સીટ પર ચુંટણી લડવા માટે મેન્ડેટ આપવામાં આવશે.

ગાંધીનગર લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

બીજી એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ કુલદીપ શર્માને પણ અમિત શાહ સામે ટિકિટ આપી શકે છે. કુલદીપ શર્મા આઇપીએસ ઓફિસર રહી ચૂક્યા છે અને કોંગ્રેસ પાર્ટીમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. કુલદીપ શર્માની ગણતરી ટોપ કોપમાં થતી હતી. હાલ કુલદીપ શર્મા કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજનીતિમાં સક્રિય છે.

ગાંધીનગર લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

પાસ નેતા દિલીપ સબવા દ્વારા અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે બીજી બાજુ રાજપા માંથી કોંગ્રેસમાં આવેલા અને કોંગ્રેસ માંથી હાલ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા પણ ગાંધીનગર બેઠકથી લોકસભા લડી શકે છે તેવા સમાચારો પણ વહેતા થયા છે.

ગાંધીનગર લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આ વખતે ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહી છે અને ભાજપ માટે આ ચુંટણીને આસાન જંગ બનવા નહીં દે. આ લોકસભા ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ સામે જબરદસ્ત ફાઈટ આપવાની તૈયારીઓ પણ કરી લીધી છે. જે ઉમેદવારો અત્યાર સુંધી મુક્યા છે તે તમામ મજબૂત અને જીતે એવા મુક્યા છે એ જોઈને લાગે છે કે આ વખતે ભાજપ 26 માંથી 26 સીટ નહીં જીતી શકે અને કોંગ્રેસ જબરદસ્ત ફાઈટ આપશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!