GujaratPolitics

પેટા ચૂંટણી: ભાજપ નેતાઓએ જ પોતાના ઉમેદવારને સુવડાવી દેવાની બનાવી યોજના??

ગુજરાતમાં ભલે માત્ર આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ છે અને ચારે બાજુ એક જ વાત છે પક્ષપલટું જીતશે કે હારશે? ભાજપને પણ આજ ચિંતા સતાવી રહી છે જે ચિંતાને ડામવા માટે ભાજપે અનેક હથિયારો અને કોશિશો અજમાવી છે. ભાજપે પેટા ચૂંટણી માં હારની બીકે સ્ટાર પ્રચારકને પણ મેદાને ઉત્તરી દીધા પરંતુ હજુ પણ ભાજપને પક્ષપલટુંના હારની બીક સાથે સાથે કેટલીક બેઠકો હારવાનો ડર સતાવી રહ્યો છે. ભાજપ જીતવા માટે અને મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ, પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી
ફોટો સોશિયલ મીડિયા

પક્ષપલટુંઓ સાથે ભાજપ નેતાઓ ગામડે ગામડે જ્યાં જ્યાં પ્રવાસે જાય છે ત્યાં ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તે જોતા ભાજપમાં આ ટેન્શન વધારે ઘેરું બન્યું છે. કાર્યકરોમાં પણ વિરોધ હતો અને હવે જનતામાં પક્ષપલટુંઓનો સખત વિરોધ જોતા ભાજપે ત્રીજો સર્વે કરાવ્યો છે. પેટા ચૂંટણી જાહેર થયા પહેલા પણ ભાજપ દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં ભાજપને આઠે આઠ બેઠકો પર નુકશાન ના ચોંકાવનારા પરિણામ મળ્યા હતાં. જ્યારે ભાજપે કરાવેલ બીજા સર્વેમાં પક્ષપલટું વાળી પાંચે પાંચ બેઠકો પર મોટા નુકશાનના તારણો મળ્યા હતાં.

પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ભાજપના તમામ સર્વેમાં નુક્શાનીનું મોટું કારણ પોતાના જ કાર્યકરો અને નેતાઓમાં અસંતોષનું તરણ મળી રહ્યું છે. ભાજપ મોવડી મંડળ પોતાના નારાજ કાર્યકરો અને નેતાઓને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ અંદર કઈંક અલગ જ રંધાઈ રહ્યું છે. હવે આવા સમયે ભાજપના નેતાઓ વાતચીતની એક ઓડિયો કલીપ જાહેર થઈ છે. જેમાં સોઅસ્ત પણે જાણી શકાય છે કે ભાજપમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, ભાજપને હરાવવા ભાજપના જ નેતાઓ મેદાને છે. પક્ષપલટું સામે કોંગ્રેસ કાર્યકરોમાં તો ગુસ્સો હોય જ પરંતુ આવખાતે ભાજપના કાર્યકરો પણ ગુસ્સો છે.

પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર યોજાનાર પેટા ચૂંટણી ના મતદાનને હોવી જૂજ દિવસો જ બાકી છે ત્યારે ભજઓને ટેન્શનમાં વધારો થયો છે. અને હવે એન્ડ ટાઈમ પર ભાજપે પક્ષ પલટુંને આપેલ ટિકિટ બાબતે ઘમાસાણ મચ્યુ છે. ભાજપના જ બે નેતાઓની ઓડિયો વાયરલ થતાં ભાજપને હરાવવા ભાજપના જ નેતાઓનો હાથ હોવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે. જો કે આ ઓડિયો કલીપ બાબતે હજુ ભાજપ નેતાઓએ સત્તાવાર કોઈ પગલા લીધા નથી કે કોઈ નિવેદન સામે આવ્યું નથી. અને અમે આ ઓડિયોનું સમર્થન કરતા નથી.

ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પાટીલ, જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, ભાજપ, રાજસ્થાન ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

કહેવામાં આવતી ઓડિયો કલીપ કરજણ ભાજપના બે આગેવાનોની છે તે સાંભળીને જાણી શકાય છે. જેમાં ભાજપે પક્ષ પલટું ઉમેદવાર અક્ષય પટેલને ટિકિટ આપી છે તેને હરાવવાની મુદ્દે ઓડિયોક્લીપમાં વાત કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ આ ઓડિયો કલીપ ભાજપના નારાજ જૂથના મોટા નેતાઓની છે જે ઝડપભેર સમગ્ર ગુજરાતમાં વાયરલ થઈ ગઈ છે. આ ઓડિયોક્લિપના સંવાદ પ્રમાણે ભાજપ નેતાઓ પોતાના જ ઉમેદવાર ઉમેદવાર અક્ષય પટેલને ઘરે સુવડાવી દેવાની વાત કરી રહ્યા છે. એટલું જ નહીં અક્ષય પટેલે કરોડો રૂપિયા લઈને આવ્યા હોવા અંગેની પણ વાત કરી રહ્યા છે.

પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા
  • આ ઓડિયો ક્લિપ ના સંવાદની વાત કરીએ તો,
    એક નેતા: કાલે પેલા આયા હતા તે શું કહેતા હતાં?
    બીજા નેતા: પ્રચાર માટે આવ્યા હતાં, એમ કે વોટ આપજો, ગામમાં ફર્યા બધે, એક બે જગ્યાએ મિટિંગ જેવું કર્યું, પ્રચાર કર્યો, 8..10 જણા હતાં
  • એક નેતા: હા હવે એતો બઉ ખાસ ફરતા નથી કોઈ જોડે, કઈંક મગજમારી થઈ હતી…
    બીજા નેતા: હા કાલે કઈંક કંનભા મગજ મારી થઈ હતી. બીજું શું કોછો બોલો?
  • એક નેતા : બસ એતો આતો કઉ છું કે કહી રાખવાનું કે ઉપરથી બધું બઉ ટિમો આવશે પણ આપડે કરવાનું ઊંધું જ એને ઘેર જ સુવાડી દેવાનો..
    બીજા નેતા : હારુ હારુ
  • એક નેતા: પડી સમજ?
    બીજા નેતા: ચોક્કસ ચોક્કસ
  • એક નેતા: એટલે બધાય ને કઈ દેવું બરોબરને
    બીજા નેતા : હારુ હારુ
  • એક નેતા: એટલે આપણા જેટલા છે એ બધાય ને કાઈ દેવાનું હો.. કે ભાઈ આવું આવું છે એટલે કશું નઈ એને ઘેર જ સુવાડી દેવાનો એટલે જીંદગીમાં આવું ના કરે..
    બીજા નેતા: હા ચોક્કસ
  • એક નેતા: એનેએમ મેં અમે રૂપિયા લઈને આવીએ…
    બીજા નેતા : એમેય અઘરું જ છે.
  • એક નેતા: એને એમ કે રૂપિયા લાઈમે આવ્યા છીએને…
    બીજા નેતા: એટલે જ ને મગજમારી થઈ અને બધે એજ વાતો કરે છે લોકો 34 લાખ લીધા ને 35 લાખ લીધા..
  • એક નેતા: લાખ નઈ કરોડો રૂપિયા…
    બીજા નેતા: હાચી વાત છે
    એક નેતા: 25 કરોડ લઈને આયા છે.
  • આ ઓડીયોક્લિપનું અમે સમર્થન કરતાં નથી.
કોંગ્રેસ, પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણી ના મતદાનને હવે જૂજ દિવસો બાકી છે ત્યારે આ પ્રકારની ઓડિયોક્લીપ વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ માટે મોટું ટેન્શન પોતાના કાર્યકરોને એક કરવાનું છે અને જેમાં ભાજપ નિષ્ફળ જતી હોય તેમ લાગી રહ્યું છે. આ ઓડિયોક્લિપમાં ભાજપ નેતાઓ જ કહે છે કે કરજણમાં ભાજપનું જીતવું મુશ્કેલ છે તેમજ એ પણ કહેતા સાંભળવા મળે છે કે ઉપરથી જે કહે તેના કરતાં ઊંધું કરવાનું છે અને અક્ષય પટેલને તેના ઘરમાં જ સુવદાબી દેવાનો છે. આ ઓરકારની ઓડિયોક્લિપ વાઈરલ થતાં ભાજપ હરકતમાં આવી ગયું છે. શું ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરી શકશે? એજ મોટો સવાલ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!