
દર વખતની જેમ આવખતે પણ લોકસભા ચુંટણીમાં અમેઠી, રાયબરેલી અને વારાણસી વધારે ચર્ચામાં છે ખાસ કરીને અમેઠી અને વારાણસી. અમેઠી થી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચુંટણી લડી રહ્યા છે તો વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુંટણી લડી રહ્યા છે. બંને સીટોની સૌથી વધારે ચર્ચામાં જોવા મળી રહી છે.

અમેઠીની વાત કરીએતો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે પ્રધાનમંત્રીને દરેક મોરચે ઘેરી રહ્યા છે અને મજબુતાઈથી કોંગ્રેસનો પક્ષ જનતા સમક્ષ મૂકી રહ્યા છે તેમની સામે અમેઠીથી સ્મ્રીતી ઈરાની ચુંટણી લડી રહ્યા છે. જે ગત બે વાર હારી ચુક્યા છે પરંતુ આવખતે સ્મ્રીતી ઈરાની અને ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

અમારા સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ દ્વારા જબરદસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દેશ ભરમાંથી કાર્યકર્તાઓની ફોજ ઉતારી દેવામાં આવી છે એટલુજ નહિ ટીશર્ટ, પેમ્પલેટ, સ્ટીકર્સ, સાથેનો અને ડીજીટલ પ્રચારમાં પણ એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે.

અમારા સુત્રોના જણાવ્યા મુજબ બાળકથી લઈને યુવાન અને ઘરડા લોકો પણ કમળ અને ભાજપના સ્લોગન તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા વાળી ટીશર્ટ પહેરીને ફરતા દેખાઈ રહ્યા છે. એટલુ ઓછું હોય ત્યાં સ્મ્રીતી ઈરાની ટીમ દ્વારા અમેઠીમાં જૂતા પણ વહેંચવામાં આવ્યા હતા.

દરેક ઘરની દીવાલો, બારીઓ અને બારણાઓ કમળ, ભાજપ, નરેન્દ્ર મોદી તેમજ સ્મ્રીતી ઈરાનીના ફોટા વાળા સ્ટીકર્સથી રંગાયેલા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ પરિવારનો ગઢ જાણે કેસરિયો થઇ ગયો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ભાજપ દ્વારા જબરદસ્ત પ્રચાર કામગીરી કરવામાં આવી રહી છે.

ભાજપ તેમજ સ્મ્રીતી ઈરાની માટે પ્રચાર કરવા માટે ભાજપે અમેઠીમાં આખી ફોજ ઉતારી દીધી છે તેમજ ભાજપના કેમ્પેન ગીત સાથેની ગાડીઓ રીક્ષાઓ પણ ગલીએ ગલીએ ફરી રહી છે. આતો દેખીતું દ્રશ્ય છે જે દ્વારા એમ જ લાગી જાય કે કોંગ્રેસનો ગઢ હવે કોંગ્રેસનો નથી રહ્યો પણ વાસ્તવિકતા કૈંક અલગ જ છે એવું લાગી રહ્યું છે.

લગભગ ચાર દશકથી વધારે સમય કોંગ્રેસ પરિવાર ત્યાંથી જીતતો આવે છે. ત્યાની મહિલાઓ ગાંધી પરિવાર સાથે આત્મીયતાના અનોખા સંબંધ ધરાવે છે. ત્યાની મહિલાઓએ કહ્યું કે રાહુલ તો અમેઠીનો દીકરો છે. તેમના પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીએ ચાર દશકથી પણ વધારે સમય અમારી દેખભાળ કરી છે.

આ આત્મીયતાના સંબંધોને જીવંત રાખવાનો અહંમ ફાળો પ્રિયંકા ગાંધીને જાય છે. રાહુલ ગાંધી અમેઠીથી ભલે જીતતા આવે છે પણ પ્રિયંકા ગાંધી તેમનું તમામ કામ અને ચુંટણી પ્રચાર સંભાળે છે. ના માત્ર અમેઠી પરંતુ રાયબરેલીનું પણ તમામ કામ પ્રિયંકા ગાંધી જ સંભાળે છે.

પરંતુ આ વખતે અમેઠી કેસરિયા રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે આ અંગે અમેઠીના લોકોએ કહ્યું કે અમે ટીશર્ટ, જૂતા અને જે ભાજપ દ્વારા આપવામાં આવી રહ્યું છે તે તમામ અમે લીધું છે પણ અમે વોટ તો રાહુલને જ આપશું!! વધુમાં એક યુવાને કહ્યું કે ૨૦૧૪માં ભાજપ યુવાનોને છેતરી ગઈ હતી પરંતુ આ વખતે આવું નઈ થાય તેમના જુઠનો પર્દાફાર્શ થઇ ગયો છે.

ભાપના નેતાઓ પણ અમેઠીનો ગઢ કબજે કરવાની યોજનો અને રણનીતિ ઘડી રહ્યા છે જયારે રાહુલ ગાંધી સભાઓ દ્વારા તો પ્રિયંકા ગાંધી લોકોના ઘેર ઘેર જઈને જનતા સાથે જોડાયેલા છે. પ્રિયંકા ગાંધીને અમેઠીની જનતા ઇન્દિરા ગાંધી જ માને છે પ્રિયંકા ગાંધી બાળપણથી જ અમેઠીમાં તેમના પિતા સાથે જતા હતા અને તેમને લગભગ ૧૬ વર્ષની વયે પોતાનું પહેલું રાજકીય ભાષણ પણ આપેલું છે.

દાદી અને પિતા પાસેથી જાણેલી, જોયેલી અને અનુભવેલી સમજને પ્રિયંકા અમેઠી અને રાયબરેલીમાં પ્રસ્થાપિત કરી ચુક્યા છે. એટલેજ ભાજપ અને સ્મ્રીતી ઈરાનીના આટલા જબરદસ્ત પ્રચાર છતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના માથે ચિંતાની એક રેખા પણ દેખાતી નથી. કારણ એજ કે સ્મ્રીતી ઈરાની અને ભાજપ અમેઠીની દીવાલો પર છે તો રાહુલ ગાંધી અને કોંગ્રેસ અમેઠીના દિલમાં છે.

હવે જોવાનું એ રહ્યું કે ભાજપના આવા ઝંઝાવાતી પ્રચાર અને તેની સામે રાહુલ પ્રિયંકાની રણનીતિ કરગર નીવડે છે કે કેમ!? પરંતુ એક વાત ચોક્કસ છે કે અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવવું મુશ્કેલ છે. અમેઠીના લોકો કહે છે કે અમે ભાજપ દ્વારા આપવામાં આવતી તમામ વસ્તુ સ્વીકારી લઈશું, પૈસા આપશે તો એ પણ સ્વીકારી લઈશું પણ વોટ તો અમે રાહુલ ગાંધી ને જ આપશું!!
સોર્સ ઈનપુટ ફ્રોમ નવજીવનઇન્ડિયા.કોમ