GujaratIndiaJamanagarPolitics

હાર્દિક પટેલ ને હરાવવા માટે ભાજપ આ માસ્ટરસ્ટ્રોક રમી શકે છે!

પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ પહેલા જ જણાવી ચુક્યા હતા કે તેઓ સક્રિય રાજનીતિમાં આવશે અને જનતાના હક હિતની લડાઈ લડશે તેમજ જનતાના મુદ્દા કોઈપણ ભોગે ઉઠાવશે અને લડાઈ લડશે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

આમતો હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવે છે આવે છેની અટકળો છેલા એક મહિનાથી ચાલતી હતી પરંતુ ગઈકાલે હાર્દિક પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે તેઓ ૧૨મી માર્ચના ઐતિહાસિક દિવસે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની હાજરીમાં કોંગ્રેસમાં સત્તાવાર પ્રવેશ મેળવશે.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

સાથે સાથે હાર્દિકે લોકસભા ચુંટણી લડવાની પણ સત્તાવાર જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ લોકસભા ચુંટણી જામનગર બેઠક પરથી લડશે અને જનતાના મુદ્દે એટલેકે તેમની આ લડતમાં મુખ્ય મુદ્દા જમીન સાથે જોડાયેલા હશે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલની આ સત્તાવાર જાહેરાત બાદ બીજી તરફ ભાજપ અને તેમના સમર્થકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હાર્દિકને કેવીરીતે હરાવવો તેની મથામણમાં ભાજપ થીંક ટેંક કામે લાગી ગયું છે. આમતો ભાજપે પહેલાથીજ પાણી પહેલા પાળ બાંધી લીધી છે એમ કેહવાય છે.

ફોટો: સોશિયલ મીડિયા

ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને હરાવવા માટે જામનગર બેઠક પરથી પૂનમ માડમ ને ટીકીટ ના આપતા હજુ હમણાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર અને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટીકીટ આપી શકે છે. જોકે હાલ આ અંગે હજુ સુંધી ભારતીય જનતા પાર્ટી દ્વારા કે રીવાબા જાડેજા દ્વારા આની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ફોટો: સોશિયલ મીડિયા

પૂનમ માડમને પણ ભારતીય જનતા પાર્ટી રીપીટ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી પાસે હાલ આ બંને ઉમેદવાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી પરંતુ જામનગરનું રાજકારણ જોવા જઈએ તો અત્યાર સુંધી આ બેઠક પર માડમ પરિવારનો દબદબો હતો હવે હાર્દિક પટેલની એન્ટ્રીથી ભાજપમાં ઉથલપાથલ થાય છે કે શું એ તો સમયજ બતાવશે.

ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ અમારા સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટીકીટ આપી શકે છે અને હાર્દિક પટેલ સામે મેદાનમાં ઉતારી શકે છે તો બીજીબાજુ ભાજપ પૂનમ માડમને પણ નારાજ કરવા માંગતું નથી એટલે હાલ ભાજપ સત્તાના સોગઠા ગોઠવવા માટે મથામણ કરી રહી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

બીજીતરફ હાર્દિક પટેલના સમર્થકો પણ હાર્દિકને જીતાડવા માટે કામે લાગી ગયા છે અને સાથે સાથે કોંગ્રેસી કાર્યકરો પણ હાર્દિક પટેલને જીતાડવા માટે કામે લાગી ગયા છે આમ પણ હાર્દિક પટેલ યુવાનોમાં ફેવરીટ છે એટલે જામનગરથી હાર્દિક પટેલની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!