Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

કોંગ્રેસનું ઓપરેશન! અલ્પેશ ઠાકોર ને મોટો ફટકો! આ નેતાનું કોંગ્રેસને સમર્થન જાહેર!

jansad by jansad
October 17, 2019
in Gujarat, Politics
0
અલ્પેશ ઠાકોર

ફોટો: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાધનપુર પેટાચુંટણીને અલ્પેશ ઠાકોર તેમની જિંદગીમાં ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યારથી અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરીને રાધાનપુરમાં પેરાશૂટ ઉમેદવાર બન્યા છે ત્યારથી રોજ એક પછી એક નવા નવા ઝટકાઓ તેમને મળતાં રહ્યા છે. પહેલા તેમની ઉમેદવારી અને ટિકિટ બાબતે રોજ નવા સમાચારો આવતાં તો ભાજપમાં અંદરોઅંદર અસંતોષના સમાચારો આવતાં. તો કયારેક અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સેના એ બાંયો ચડાઈના સમાચાર આવતાં હતા તો છેલ્લે છેલ્લે તેમને ચુંટણી ના લડવા દેવા માટે હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આમાં ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરનો પણ વાંક છે. વારે તહેવારે પોતાના નિવેદનો બદલ્યા કરતાં અલ્પેશ જ્યારે ઠાકોર સેના માટે લડત લડતાં હતાં ત્યારે કહેતાં હતા કે સૂર્યની સાક્ષીએ કહું છું કે અલ્પેશ ઠાકોર રાજકારણ માં જોડાશે નહીં. અને તોય રાજકારણમાં પ્રવેશ્યા એટલું જ નહીં જ્યારે તેમની ભાજપ માં જોડાવાની વાતો વહેતી થઇ ત્યારે પણ તેમણે કહેલું કે, રાજકારણમાં ગદ્દારી કરવી એ મારા લોહી માં નથી ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે રાજ્યસભા ચુંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું અને ભાજપમાં પ્રવેશ લીધો.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આમ ક્યાંકને ક્યાંક પોતાના સમાજની પોતાના લોકોની લાગણી દુભાઈને અલ્પેશ ફરી ભાજપના બેનર હેઠળ ચુંટણી લડવા નીકળી પડ્યા છે ત્યારે સમસ્યા નો સામનો કરવો પડે એ સહજ બાબત છે. હવે અલ્પેશ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાધનપુર વિધાનસભા પેટા ચુંટણીમાં સશક પક્ષ, વિપક્ષ અને અપક્ષો દ્વાર ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને વધુ એક ફટકો પડ્યો છે. અપક્ષ ઉમેદવાર સુભાષ મકવાણાએ કોંગ્રેસને ટેકો આપી દીધો છે અને અલ્પેશ ઠાકોર સામે પ્રચાર કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

રાધનપુર વિધાનસભા પેટાચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર સુભાષ મકવાણા પોતાના 500 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે અને રાધનપુરમાં કોંગ્રેસ ઉમેદવાર રઘુભાઈ દેસાઈના સમર્થનમાં પ્રચાર કરશે તેમજ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પ્રચાર કરવાની જાહેરાત કરી દીધી છે. આમ અલ્પેશ માટે વધારે એક ખરાબ સમાચાર આવ્યા છે. રાધનપુરમાં દલિત સમાજના કુલ 26 હજારથી વધારે મતદારો છે જે હાર જીતનું ગણિત બગાડી શકે છે. અપક્ષ ઉમેદવાર સુભાષ મકવાણાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસને ટેકો જાહેર કરતા કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને જીતવા માટે વધારે એક તકનું સર્જન થયું છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર માટે રાધનપુર પેટા ચુંટણી માથાના દુખાવા સમાન બની ગઈ છે અને અલ્પેશ ઠાકોર પોતાની આ ચુંટણીને તેમના જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. રાધનપુરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને અલ્પેશ ઠાકોર માટે આ સીટ જીતવી જરૂરી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ આ સીટ પર કાચું કપાય તેમ ઇચ્છતી નથી. કોંગ્રેસ દ્વારા બળદેવજી ઠાકોરને રાધનપુરમાં એક્ટિવ કરીને પહેલા થી જ અલ્પેશની ઊંઘ ઉડાડી દીધી છે. ત્યારે હવે અપક્ષ ઉમેદવારને પિતાની તરફ લાવીને કોંગ્રેસે પોતાની મજબૂતી બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ચુંટણી પરિણામ શું આવે છે!!!

  • આ પણ વાંચો…
  • માસ્ટરસ્ટ્રોક! રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે આ નેતા કરી રહ્યા છે ધુંઆધાર પ્રચાર!
  • અલ્પેશ ઠાકોર માટે ખરાબ સમાચાર! રાધનપુર સીટ ભાજપ ગુમાવી શકે છે? વિપક્ષનો માસ્ટર પ્લાન! જાણો!
  • પેટા ચુંટણી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને મોટો ફટકો ઉમેદવારી રદ થશે!? જાણો!
  • પેટા ચુંટણી રાધનપુર બાયડ બાદ આ બેઠક પર ભાજપમાં જબરદસ્ત વિરોધ, ભરશે અપક્ષ ફોર્મ!
Tags: Alpesh Thakoramit chavdaamit shahBJPbreaking newsbypollCongressgujaratGujarat BJPgujarat congressGujarat JansadGujarat newsGujarat SamachargujaratiGujarati Jansadgujarati newsgujarati samacharjansadJansad entertainmentJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad newsJansad PoliticsnewsNews Jansadparesh dhananiRadhanpurRaghu Desaisamacharઅમિત ચાવડાઅમિત શાહઅલ્પેશ ઠાકોરકોંગ્રેસગુજરાતગુજરાત કોંગ્રેસગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત ભાજપગુજરાત સમાચારગુજરાતીગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી સમાચારજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ મનોરંજનજનસદ રાજકારણજનસદ સમાચારન્યુઝપરેશ ધાનાણીપેટા ચુંટણીબ્રેકીંગ ન્યુઝભાજપરઘુ દેસાઈરાધનપુરરાધનપુર પેટાચુંટણી
Previous Post

માસ્ટરસ્ટ્રોક! રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે આ નેતા કરી રહ્યા છે ધુંઆધાર પ્રચાર!

Next Post

કેમ ઇતિહાસમાં પહેલીવાર ભાજપને પેટા ચુંટણી માં સ્ટાર પ્રચારક મેદાને ઉતારવા પડ્યા!?

jansad

jansad

Next Post
પેટા ચુંટણી

કેમ ઇતિહાસમાં પહેલીવાર ભાજપને પેટા ચુંટણી માં સ્ટાર પ્રચારક મેદાને ઉતારવા પડ્યા!?

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.