Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

અશોક ગેહલોત ગુજરાત આવતાં જ આપ ભાજપ સાથે કોંગ્રેસના બાગી ધારાસભ્યોમાં ફફડાટ!

jansad by jansad
August 24, 2022
in Gujarat, Politics
0
કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન, અશોક ગેહલોત

ફોટો: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સૌરાષ્ટ્રમાં કેટલાક ધારાસભ્યો ભાજપ માં જોડાવા જઈ રહ્યા છે તેના ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા છે અને સાથે સાથે આપ ભાજપ ને કન્ટ્રોલ કરવા માટે કોંગ્રેસની રણનીતિ નક્કી કરવા ગુજરાત આવ્યા છે. રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત એક પાક્કા ચૂંટણી રણનીતિકાર અને માસ્ટર ખેલાડી છે. જાદુગરના હુલામણા નામે ઓળખાતા અશોક ગેહલોત દ્વારા આ પહેલા પણ પોતાના કરતબ ગુજરાતમાં દેખાડી ચુક્યા છે.

રાજસ્થાન, રાજ્યસભા ચૂંટણી, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

તાજેતરની જ વાત કરીએ તો રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોને નિયંત્રણમાં રાખીને ઝી ટીવીના માલિક સુભાષચંદ્રને પરાજિત કરી દીધા. એટલું જ નહીં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ટક્કર આપી બે આંકડામાં ભાજપને લાવી દીધી હતી. જ્યારે જ્યારે ગુજરાત કોંગ્રેસમાં કોઈ ઘમાસાણ હોય ત્યારે ત્યારે અશોક ગહેલોત સંકટમોચક બનીને હાજર થઈ જાય છે.

રાજસ્થાન, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

ચુસ્ત ડીસીપ્લીન અને જનતા સાથે જોડાયેલા નેતા છે જેમને જનતાની નાડ પરાખતા અને નેતાના મનને સમજતા આવડે છે. બસ કેજરીવાલ ભાજપને આજ ડર છે કે જો અશોક ગેહલોત ગુજરાતમાં સક્રિય થઈ જશે તો આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે અને ભાજપ ને પણ 2017 ના જેવું ખાસુ નુકશાન જશે. આમ આદમી પાર્ટી હાલ સુંધીના સર્વેમાં કોંગ્રેસના જ મતો તોડી રહી છે હવે તેમની નજર કોંગ્રેસના કોર વોટર પર છે પણ જો ગહેલોત આવે તો આ શક્ય બની શકે નહીં.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

કારણ કે અશોક ગેહલોત પોતાની કોઠાસૂઝ મુજબ આમ આદમી પાર્ટીનો પગપેસારો રોકી શકવા સક્ષમ છે જે બાબત કેજરીવાલ સારી રીતે જાણે છે. પાટીલ ને પણ ખબર છે કે જો અશોક ગેહલોત આવશે તો કોંગ્રેસમાં પ્રાણ પુરાશે અને એનો ફટકો ભાજપને પડશે. સાથે સાથે બાગી ધારાસભ્યોમાં પણ ફફડાટ છે. અશોક ગહેલોત દ્વારા ગઈકાલે ગુપ્ત રીતે સૌરાષ્ટ્રના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી.

હાર્દિક પટેલ,ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ અશોક ગેહલોત દ્વારા બાગી ધારાસભ્યોને પણ મીઠી ચીમકી આપવામાં આવી હતી. સાથે જ અશોક ગેહલોત દ્વારા સંગઠન બાબતે પણ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મિટિંગ કરીને આગામી ચૂંટણી બાબતે રણનીતિ અને કેમ્પઇન માટે બેઠક લીધી હતી. અશોક ગેહલોત ગુજરાતમાં આવતાં જ ગુજરાત કોંગ્રેસમાં અને કાર્યકરોમાં પ્રાણ પુરાઈ ગયા છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા
Tags: Aaparvind kejriwalAshok GehlotAshok GhelotBJPbreaking newsCongressCongress GujaratCongress mlaGehlotgujarat congressgujarat congress mlagujarati newsjansadjansad gujaratijansad gujarati newsJansad newsKejriwalnewsઅશોક ગહેલોતઅશોક ગેહલોતજનસદજનસદ ન્યુઝજનસદ સમાચાર
Previous Post

સી.આર. પાટીલ ને મોદીશાહ ગમે ત્યારે હટાવી શકે છે?? મુખ્યમંત્રી ના નિવેદન બાદ રાજકીય વિવાદ!

Next Post

અશોક ગેહલોત નો રાજકીય માસ્ટરસ્ટ્રોક! ભાજપ આપ પાણી પાણી થઈ ગયા!

jansad

jansad

Next Post
અરવિંદ કેજરીવાલ

અશોક ગેહલોત નો રાજકીય માસ્ટરસ્ટ્રોક! ભાજપ આપ પાણી પાણી થઈ ગયા!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.