GujaratPolitics

અમિત ચાવડા ની દરિયાદીલી! સમગ્ર દેશમાં અમિત ચાવડા બન્યા મિશાલ…

હાલમાં સમગ્ર વિશ્વને કોરોનાએ બંધક બનાવી લીધા છે. સાથે સાથે આપણાં દેશમાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં રોજના 10 હજાર કરતા વધારે કેસો આવી રહ્યા છે. તમામ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે. આરોગ્યને લાગતી તમામ વ્યવસ્થાઓની લગભગ લગભગ અછત સર્જાઈ રહી છે. ઇન્જેક્શન, ઓક્સિજન જેવા જીવન રક્ષિત મેડિસિનની અછત સર્જાઈ રહી છે બ્લેકમાર્કેટિંગે માઝા મૂકી છે ચારે બાજુ અફરાતફરી નો માહોલ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા દરિયાદીલી બતાવવામાં આવી છે.

અમિત ચાવડા દ્વારા લોકડાઉનના સમયમાં પણ જનતાની વચ્ચે રહીને મદદ કરી હતી. તેમના વિધાનસભા મત વિસ્તાર સિવાય પણ તેઓએ સમગ્ર ગુજરાતમાં કામગીરી કરી હતી. લોકડાઉનના સમયમાં અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યના કોંગ્રેસી કાર્યકરો નેતાઓને જણાવ્યું હતું કે ભૂખ્યા ને માટે ભોજનની વ્યવસ્થા કરીને તેમને તેમના ઘર સુંધી પહોંચાડો. આ વ્યવસ્થાની દેખભાળ અને રિપોર્ટ ખુદ અમિત ચાવડા મેળવી રહ્યા હતા. અમિત ચાવડા દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને એક કંટ્રોલ રૂમમાં ફેરવી દીધું હતું. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પોતે પણ ગરીબો માટે ભોજન સામગ્રી તૈયાર કરવા માટે બેસી ગયા હોય તેવા દ્રશ્યો પણ નજર જોવા મળી રહ્યા હતા.

આ સંકટની ઘડીમાં કોંગ્રેસના તમામ કાર્યકરો સંકટ સમયના સાથી બનીને ઉભરી આવ્યા છે. કોરોના વાયરસના વધતા જતા કેસો જોઈને ધારાસભ્ય અમિત ચાવડાએ તેમની વિધાનસભામાં જરૂરી સાધનો, મેડિકલ કીટ તથા સંસાધનો માટે તાત્કાલિક ૧૦ લાખ રૂપિયા જનતા માટે ફાળવી તંત્રને ઝડપથી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. અમિત ચાવડાએ જનતા માટે કામગીરી કરવામાં કાયમ સૌથી આગળ રહી આદર્શ દાખલો પૂરો પડ્યો છે.

હાલમાં અમિત ચાવડા એ એક નિર્ણય લીધો છે જે નિર્ણયે સમગ્ર રાજ્ય સાથે દેશના લોકોનું દિલ જીતી લીધું છે. આવો નિર્ણય લેનાર અમિત ચાવડા પહેલા રાજનેતા છે અને કોંગ્રેસ પાર્ટીમાં પણ આવો નિર્ણય કરનાર પોતે કોઈ રાજ્યના પ્રથમ પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. અમિત ચાવડા દ્વારા રાજીવ ગાંધી ભવન એટલે કે કોંગ્રેસ કાર્યાલયને કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સરકારને આપવાની જાહેરાત કરી છે. તેમજ પ્રદેશ કાર્યાલય ને કોવિડ કંટ્રોલરૂમ બનાવવા માટે પણ સરકારને જણાવ્યું છે. આ સાથે સાથે અમિત ચાવડા દ્વારા સરકાર પાસે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગણી કરી છે જેને તેઓ રાહત દરે જનતામાં વહેંચશે. હવે સરકારે નિર્ણય લેવાનો છે.

અમિત ચાવડા ના આ નિર્ણયની સમગ્ર દેશમાં પ્રશંશા થઈ રહી છે. પાર્ટી કાર્યાલયને કોવિડ કેર સેન્ટરમાં બદલવાના નિર્ણયને ચારેબાજુથી આવકાર મળી રહ્યો છે. એટલું જ નહીં અમિત ચાવડાએ જણાવ્યું છે કે આ બાબતે રાજ્યના તમામ શહેર જિલ્લાના કાર્યાલયોને પણ આપવાની જરૂર પડે તો અમે તૈયાર છીએ. જેટલું કોંગ્રેસ પાર્ટી જનતા માટે કરી શકશે એ તમામ કરવામાં અમે તૈયાર છીએ સરકાર ઓલ પાર્ટી મિટિંગ બોલાવે અમે રાજકીય મુદ્દાઓ બાજુએ મૂકી જનસેવા માટે સરકાર જે જવાબદારી આપે તે નિભાવવા તૈયાર છીએ. ગુજરાત કોંગ્રેસ સમગ્ર દેશમાં પ્રથમ રાજકીય પાર્ટી બની છે જેણે પોતાના પાર્ટી કાર્યાલયનો કોવિડ કેર સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!