આશાબેન પટેલ કોંગ્રેસ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. અને તેમણે આ માટે પાર્ટી નેતૃત્વને જવાબદાર બતાવ્યું છે. આશાબેન પટેલ અંગે હાર્દિક પટેલને પૂછવામાં આવતા હાર્દિક પટેલે નિવેદન સાથે ચીમકી પણ ઉચ્ચારી.

હાર્દિક પટેલે જણાવ્યું કે, આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. આશાબહેન ને પાસ સાથે કોઈ લેવા દેવા નથી તેઓ કોંગ્રેસ માંથી 2012 માં ચુંટણી લડ્યા હતા અને 2017 માં પણ કોંગ્રેસમાંથી ચુંટણી લડ્યા છે.

વધુમાં હાર્દિકે ઉમેર્યું કે, પાસ હતું એટલેજ આશાબેન પટેલ ચુંટણી જીત્યા છે હવે મઝા કરીએ કે આશાબેન કાયા પક્ષ માંથી કોના સહારે ચુંટણી જીતે છે. તેમણે કોંગ્રેસનું માન ના રાખ્યું સૌથી જુનામાં જુના કોંગ્રેસના વ્યક્તિ છે.

વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, આશાબેન પટેલ ને અત્યારેજ યાદ આવ્યું કે કોંગ્રેસ ખરાબ છે! કેમ 2012 માં કોંગ્રેસ ખરાબ હતી એ ખબર નોહતી તેમને 2017 માં કોંગ્રેસ ખરાબ હતી એ ખબર નહોતી. ફક્તને ફક્ત એપીએમસીના રાજકારણ અને પોતાના અંગત સ્વાર્થ હિત માટે જ પાર્ટી છોડવામાં આવી છે. તાકાત હોય તો ડૉ. આશા પટેલ ફરીથી ચુંટણી લડી બતાવે.

ફોટો: સોશિયલ મીડિયા
આ બાબતે પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ દ્વારા પણ તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેમણે ડૉ. આશાબેન પટેલ પર આક્ષેપ કર્યો છે કે, આશાબેન પટેલ 20 કરોડ રૂપિયા લઈને ભાજપ સાથે સેટિંગ કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. આશાબેને જનમતનું અપમાન કર્યું છે અને એમના આવા કૃત્યોથી પાટીદારો પર કોઈ વિશ્વાસ નહીં કરે. અમે આશાબેનના આ જનવીરોધી પગલાંનો વિરોધ કરીએ છીએ.

ફોટો: સોશિયલ મીડિયા
આ બાબતે કોંગ્રેસના પાટીદાર નેતા કિરીટ પટેલે પણ પ્રતિક્રિયા આપને કહ્યું હતુકે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો પર ધાક ધમકી દબાણ અને લાલચ આપીને ભાજપમાં જોડાઈ જવા માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

ફોટો: સોશિયલ મીડિયા
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ માટે આજે પાટણમાં સન્માન અભિવાદન સમારંભ રાખવામાં આવ્યો હતો અને એજ કારણે હાર્દિક પટેલ આજે પાટણની મુલાકાતે હતા અને પાટણમાં હાર્દિક પટેલ માટે એક સન્માન અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તેમને ડૉ. આશા પટેલ વિશે પૂછવામાં આવતા તેમણે મીડિયાન માધ્યમથી પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી.



