Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home India

યુપીમાં ભાજપ સરકાર સામે આ પાટીદાર નેતાએ કર્યા આકરા પ્રહાર

jansad by jansad
January 24, 2019
in India, Politics
0
અનુપ્રિયા પટેલ

ફોટો: સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

યોગી સરકાર પર કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ કર્યા આકરા પ્રહાર, કહ્યું પછાતોને એક બીજા સાથે ઝઘડાવવા માંગે છે ભાજપ સરકાર.

કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ યોગી સરકાર દ્વારા બનવવામાં આવેલ સામાજિક ન્યાય સમિતિના રીપોર્ટ પર સવાલ ઉઠાવતા સરકારને જાતી આધારિત જનગણના કરાવવાની માંગણી કરી. એમણે આગળ જણાવ્યુ કે જો આવું ની થાય તો એવું માનવામાં આવશે કે ભાજપ આ સમિતિના રીપોર્ટને હાથો બનાવીને પછાત વર્ગોને વિભાજીત કરવા માંગે છે.

એનડીએ થી નારાજ ચાલી રહેલા અપના દલ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ જણાવ્યું કે જેની જેટલી સંખ્યા એનો એટલો હિસ્સોના આધારે આરક્ષણ મળવું જોઈએ. યુપી સરકાર એકના હિસ્સાનું લઈને બીજાને ના આપી શકે. યુપી સરકાર જાતીય જનગણના કરાવીને સંખ્યાના આધાર પર આરક્ષણ આપે. યુપી સરકાર જાતીય જનગણના ના કરાવીને પછાત વર્ગોમાં વર્ગ વિગ્રહ કરાવીને તેમને અંદરોઅંદર ઝઘડાવવા ઈચ્છે છે.

અનુપ્રિયા પટેલ જણાવ્યું કે, અમારો કેન્દ્ર સરકાર સાથે નથી કોઈ મતભેદ કે નથી મનભેદ. અમે આગળ પણ કેન્દ્ર સરકાર સાથે જ રહીશું પરંતુ અમારી સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. અમે મારા કાર્યકર્તાઓના સમ્માન સાથે કોઈપણ જાતનું સમાધાન નહિ કરીએ.

અનુપ્રિયા પટેલ અને આશિષ પટેલે જણાવ્યું કે, અમે એનડીએ સાથે છીએ અને રહીશું પરંતુ જપ યુપી ભાજપના કાર્યકર્તાઓએ તેમના આચાર વિચાર ના બદલ્યા તો અમારે કોઈ નિર્ણય કરવો પડશે. બંનેએ સામાજિક ન્યાય સમિતિના રીપોર્ટને આધારહીન બતાવ્યો. પછાત જાતિઓને એમની વસ્તી પ્રમાણે આરક્ષણ આપવાની વકીલાત કરતા તેમણે યુપી સરકારને આ બાબતે જાતીય સેન્સ કરાવવાની માંગણી કરી.

પટેલે જણાવ્યું કે, ભાજપ સરકારમાં સહયોગી પાર્ટીઓના નેતાઓ, મંત્રીઓ અને કાર્યકર્તાઓની ઉપેક્ષા થઇ રહી છે. એમની માંગણીઓને સંભાળવામાં આવતી નથી. સહયોગીઓની ઉપેક્ષાથી ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ગડબડ થઇ જશે.

આશિષ પટેલે જણાવ્યું કે, એમની પાર્ટી દ્વારા સરકારને માંગણી કરવામાં આવી હતીકે પ્રદેશના દરેક જીલ્લા પોલીસ મથકમાં ૫૦ ટકા દલિત અને પછાત વર્ગના લોકોની ભરતી કરવામ આવે પરંતુ સરકારે અમારી આ માંગણી પર ધ્યાન આપ્યું નહિ અને અવગણના કરી. એમને જણાવ્યું કે અમારી મંગની બીજી એવી પણ હતી કે, જીલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષકમાં પણ એક દલિત અથવા પછાત વર્ગની વ્યક્તિ હોય.

આ પહેલા પણ અનુપ્રિયા પટેલ ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કરી ચુક્યા છે. એમને કહ્યું હતુકે ભાજપને હાલમાંજ મળેલા ત્રણ રાજ્યોમાં પરાજય પરથી શીખવું જોઈએ.

Tags: anupriya pateljansadJansad newspatidarઅનુપ્રિયા પટેલજનસદયોગી સરકાર
Previous Post

ભાષણ અને ફેશન મામલે રાહુલ ગાંધી બની રહ્યા છે યુવાનોમાં પ્રિય! જાણો કેમ?

Next Post

કોંગ્રેસ નેતાએ રાજ્યસભામાં હાર્દિક પટેલ અને અનામત અંદોલન મુદ્દે આપ્યું મોટું નિવેદન! જાણો શું કહ્યું?

jansad

jansad

Next Post
હાર્દિક પટેલ

કોંગ્રેસ નેતાએ રાજ્યસભામાં હાર્દિક પટેલ અને અનામત અંદોલન મુદ્દે આપ્યું મોટું નિવેદન! જાણો શું કહ્યું?

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.