IndiaPolitics

શરદ પવાર નો માસ્ટર પ્લાન! હવે શિવસેના સામેથી આ માટે પાડશે હા અને મહારાષ્ટ્રમાં સરકાર બનશે.. જાણો!

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા શિવસેનાને વધારે સમય ના આપવામાં આવ્યા બાદ એનસીપી શરદ પવાર ને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આખરે રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્હ્યારીના રિપોર્ટની ભલામણનો સ્વિકાર કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ શાશન વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સાથે સાથે એનસીપી કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના દ્વારા વાટાઘાટો ચાલુ જ છે. અને હજુ પણ શિવસેનાના નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર શિવસેનાની બનશે અને મુખ્યમંત્રી પણ શિવસેનાના જ હશે.

ભાજપ
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શરદ પવાર દ્વારા માસ્ટર ગેમ રમવામાં આવી છે. સરકારને સમર્થન આપવા માટે કોંગ્રેસ નેતાઓ સાથે મુંબઇ માં મિટિંગ કરવામાં આવી હતી જેમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, અહેમદ પટેલ અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા જેઓ દિલ્લીથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો સંદેશો લઈને આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓ સાથે મિટિંગ કરવામાં આવ્યા બાદ બંને પાર્ટીએ સંયુક્ત પ્રેસકોંફરન્સ સંબોધી હતી. અને કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે અને એનસીપી સાથે છીએ અને સરકાર રચવા માટેની ફોર્મ્યુલા નક્કી કરી રહ્યા છીએ.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એનસીપી સુપ્રીમો શરદ પવાર દ્વારા જબરદસ્ત ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે જે મુજબ શરદ પવાર કોંગ્રેસને સરકારમાં લાવવા માંગે છે માત્ર બહારથી સમર્થન નહીં પરંતુ સરકારમાં પણ ભાગીદારી નોંધાવે તેવું શરદ પવાર ઇચ્છી રહ્યા છે. પ્રેસકોંફરન્સમાં પણ શરદ પવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ઉતાવળા નથી અમે સંપૂર્ણ ચર્ચા વિચારણા કરીને શિવસેના સાથે સરકાર બનાવીશું. પરંતુ આ હાથીના દાંત જેવી વાત છે બતાવવાના અલગ અને ચાવવાના અલગ કરણ કે પરદા પાછળ સરકાર રચવાની બ્લુપ્રિન્ટ તૈયાર છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

શરદ પવાર ઈચ્છે છે કે, કોંગ્રેસ સરકારમાં શામેલ થાય જેથી કરીને સરકારને સ્થિરતા મળે. કોંગ્રેસ કોમન મિનિમન પ્રોગ્રામ પર ભાર આપી રહી છે. પરંતુ આમાં શરદ પાવરનો ગેમ પ્લાન છે કે કોંગ્રેસ સરકારમાં આવે તો એનસીપી અને કોંગ્રેસના લીધે શિવસેના મનમાની કરતાં અટકે અને સરકાર સ્થીર રહે તેમજ સૂત્રો મુજબ એનસીપી એ એક ફોર્મ્યુલા પણ તૈયાર કર્યો છે જે પ્રમાણે શિવસેના અને એનસીપી અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવે. જ્યારે કોંગ્રેસને 5 વર્ષ માટે ડેપ્યુટી સીએમનું પદ આપવામાં આવે. જેના કારણે શિવસેના પણ કન્ટ્રોલમાં રહે અને સરકાર પણ સ્થિર રહે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે, ભાજપે લોકતંત્રની મજાક ઉડાવી છે. તેમણે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનું પાલન કર્યું નથી. રાજ્યપાલે પહેલા ભાજપ ત્યારબાદ શિવસેના અને એનસીપીને આમંત્રણ આપ્યું હતું પરંતુ કોંગ્રેસને હજુ સુધી આમંત્રણ મળ્યુ નથી જેની હું નિંદા કરું છું. કોંગ્રેસ અને એનસીપીમાં કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને કોઈ મતભેદ નથી પણ શિવસેનાએ અમારી સાથે ચૂંટણી લડી ન હતી તેથી તેમની સાથે વાત નક્કી થવાની બાકી છે. એનસીપી સાથે વાત કર્યા પછી જ શિવસેવા સાથે વાત કરીશું.

અહેમદ પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

શરદ પવાર દ્વારા આ પવાર ગેમ ત્યારે રમવામાં આવી જ્યારે શિવસેનાને રાજ્યપાલ દ્વારા સરકાર રચવા માટે સમય આપવાનો ઇનકાર કરવામાં આવ્યો અને એનસીપીને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારબાદ રાષ્ટ્રપતિ શાશન લગાવવામાં આવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાને સમર્થન આપવામાં જાણીજોઈને મોડું કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શિવસેનાને પ્રેશરમાં લાવીને અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી અને કોંગ્રેસને પાંચ વર્ષ માટે ઉપ મુખ્યમંત્રી પદ આપવા અને શિવસેનાને કંટ્રોલમાં રાખીને સરકાર ટકાવી રાખવાનો શરદ પવરનો માસ્ટરપાલન હોઈ શકે છે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!