IndiaPolitics

ભાજપ શિવસેના ગઢબંધન તૂટ્યું! બાલાસાહેબ ઠાકરે ને આપેલું વચન પૂર્ણ થવાના આરે… જાણો!

મહારાષ્ટ્રમાં ચુંટણી પૂર્ણ થયે 19 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને ગઈ 9 તારીખે મહારાષ્ટ્ર વિધાનસભાની સમયમર્યાદા પુરી થઈ ગઈ છે. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા પહેલા ભાજપને જે સૌથી મોટી પાર્ટી છે તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારબાદ ભાજપની મિટિંગ યોજાઈ અને ભાજપે સરકાર બનાવવામાં સક્ષમ ના હોઈ સરકાર રચવા અસમર્થતા દર્શાવી ત્યાર બાદ રાજ્યપાલ દ્વારા બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર રચવા નિમંત્રણ આપ્યું શિવસેના દ્વારા હજુ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલા નિમંત્રણ નો જવાબ આપવામાં આવ્યો નથી પરંતુ મહારાષ્ટ્રમાં સરકાર રચવા શિવસેના તૈયાર છે અને ગઢબંધનની સરકાર રચાવવા માટે સક્ષમ હોય તેમ દેખાઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા બાલાસાહેબ ઠાકરે ને એક વચન પણ આપવામાં આવ્યું હતું.

ફોટો: સોસીયલ મીડિયા

શિવસેના નેતા સંજય રાઉત દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે અમે કોંગ્રેસ એનસીપી સાથે વાતચીત કરી છે આ એનસીપી કોંગ્રેસના નિર્ણય બાદ આગળ જોઈશું. જો કે મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપીના કહ્યા પ્રમાણે આગળ વધી રહી છે એટલે સરકાર બનવાની લગભગ નક્કી જ છે. એનસીપી કોંગ્રેસ દ્વારા શિવસેના સાથે મળીને સરકાર રચવા માટે એક શરત મુકવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવી હોય તો શિવસેનાએ ભાજપ સાથે કેન્દ્રમાં પણ ગઢબંધન તોડવું પડશે અને મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે આ બાબતે આજે શિવસેનાના અરવિંદ સાવંત દ્વારા કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.

બાલાસાહેબ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

એટલે મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી કોંગ્રેસના સમર્થન વાળી સરકારની રચના થશે એ નક્કી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપીને સમર્થન આપવાની બાબતે અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છેકે તેઓ સરકારમાં જોડાવા ઈચ્છે છે અને કોંગ્રેસ દ્વારા સરકાર રચવા માટે સમર્થન પણ આપવું જોઈએ. આ બાબતે આજે સાંજે મહારાષ્ટ્રના નેતાઓ સાથે કોંગ્રેસના દિલ્લીના નેતાઓ દ્વારા બેઠક પણ યોજાવા જઈ રહી છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

ઉદ્ધવ ઠાકરે દ્વારા એક પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવવામાં આવ્યું હતું કે,”મેં બાલાસાહેબ ઠાકરે ને વચન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્યમંત્રી એક દિવસ જરૂર બનશે જે વચન હું પૂર્ણ કરીને જ રહીશ.” જે જોતા આ જ સમય છે જ્યારે ઉદ્ધવ ઠાકરે બાલાસાહેબ ઠાકરે ને આપેલ વચન પૂર્ણ કરી શકે તેમ છે. આ બાબતે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની શરદ પવાર મુલાકાત યોજી હતી અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવી હિલચાલ તેજ થતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના મુખ્યમંત્રી, એનસીપી ઉપ મુખ્યમંત્રી અને કોંગ્રેસ ઉપ મુખ્યમંત્રી પદ રાખે તેવી અટકળો હાલ જોવા મળી રહી છે.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનિય છે કે, હજુ મહારાષ્ટ્રમાં સ્થિતિ સ્પષ્ટ નથી અન્ય એક સોર્સ મુજબ કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપીને બહારથી સમર્થન આપી શકે છે પરંતુ તેના ચાન્સ નહિવત દેખાઈ રહ્યા છે કારણ કે 40 જેટલા ધારાસભ્યો દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સરકારમાં જોડાવા માટે પત્ર લખી ચુક્યા છે. તો બીજી તરફ બે ઉપ મુખ્યમંત્રીની પણ વાતો વહેતી થઈ રહી છે જે આજ સાંજ સુંધી ક્લિયર થઈ જશે તેમ લાગી રહ્યું છે. સાંજે 4 વાગે મહારાષ્ટ્ર કોંગ્રેસના મહત્વના નેતાઓની દિલ્લીના નેતાઓ સાથે મિટિંગ યોજાવા જઈ રહી છે તેના આધારે આગામી સરકારનો ફોર્મ્યુલા નક્કી થશે.

બાલાસાહેબ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!