IndiaPolitics

રાહુલ ગાંધી પર વાંધાજનક પોસ્ટ કરી ભરાઈ ગયા! ડીલીટ ના કરે તો થશે કાયદેસરની કાર્યવાહી! જાણો!

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા સમગ્ર દેશમાં એક વાતાવરણ ઉભું કરી રહ્યા છે ત્યારે તેમના વિરોધીઓ દ્વારા તેમની છબી ખરડવાનું શરૂ થઈ ગયું છે. ભારત જોડો યાત્રા ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે જે કોંગ્રેસ ને આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો કરાવશે એ નક્કી જ છે. આ જોઈને રાહુલ ગાંધી ના ધુરવિરોધીઓ હરકતમાં આવી ગયા છે.અને તેમની છબી ખરાબ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હવે કોંગ્રેસ પણ મજબૂત જવાબ આપશે એવું નક્કી થઈ ગયું છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી પાર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર નોટિસ મોકલવામાં આવી છે.

રાહુલ ગાંધી પર વાંધા જનક પોસ્ટ કરીને સ્ફુપવુપ ફસાઈ ગયું છે.ચોવીસ કલાક માં વાંધાજનક ટિપ્પણીઓ દૂર કરવાની નોટોસ મળતાં જ હરકતમાં આવી ગયું છે. આ નોટિસ ScoopWopને દિલ્હીમાં વસંત કુંજ સ્થિત તેની ઓફિસમાં મોકલવામાં આવી છે. જેમાં લખ્યું છે કે ScoopWop કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી તમામ વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટને 24 કલાકમાં હટાવી દે અને બિનશરતી માફી માંગે. કોંગ્રેસના કાર્યકર અને વકીલ અંબુજ દીક્ષિત અને અમરીશ રંજન પાંડેએ ડિજિટલ મીડિયા કંપની સ્કૂપવૂપને નોટિસ મોકલી છે. હકીકતમાં, સ્કૂપવૂપે પોતાના ટ્વિટ દ્વારા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં ScoopWoopને લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

જણાવી દઈએ કે ScoopWoopએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી રાહુલ ગાંધી વિરુદ્ધ અનેક ટ્વિટ પોસ્ટ કરી હતી, જેમાં અત્યંત અપમાનજનક અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વકીલોનું કહેવું છે કે તે જાણી જોઈને રાહુલ ગાંધીને બદનામ કરવા માટે પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ્સ હટાવવા માટે મીડિયા કંપનીને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ ScoopWopને દિલ્હીમાં વસંત કુંજ સ્થિત તેની ઓફિસમાં મોકલવામાં આવી છે. જેમાં લખ્યું છે કે ScoopWop કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી તમામ વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટને 24 કલાકમાં હટાવી દે અને બિનશરતી માફી માંગે. જો તેમ કરવામાં નહીં આવે તો મીડિયા કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ScoopWoop તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આવી તમામ ટ્વીટ અને પોસ્ટને હટાવી દે, અન્યથા તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અમરીશ રંજન પાંડેએ કહ્યું કે રાહુલ ગાંધીની છબી ખરાબ કરવાના ઉદ્દેશ્યથી મીડિયા કંપનીએ તેમની વિરુદ્ધ ઘણી પોસ્ટ કરી છે જે ખૂબ જ અપમાનજનક છે. તેમણે કહ્યું કે ScoopWhoopને તે તમામ પોસ્ટ દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો નહીં, તો અમે ફોજદારી કાર્યવાહી સહિત યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરીશું. અમરીશ રંજને આ માહિતી ટ્વિટર પર પણ પોસ્ટ કરી હતી. જેના જવાબ માં સ્ફુપવુપ દ્વારા માફી માંગવા મા આવી છે. માફી માંગી લેતા આ મામલો અહીંયા પતતો નથી પરંતુ માફી માંગતી પોસ્ટ કરશે ત્યારે મામલો શાંત થશે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!