સુશાંતસિંહ રાજપૂતના નામે પબ્લિસિટી મેળવવાની મંશા રાખતી કંગના રનૌતની મુશ્કેલીઓ વધી!

દેશના કર્ણાટક રાજ્યના તુમકુરુ જિલ્લાની એક કોર્ટે શુક્રવારના રોજ ત્યાંની પોલીસને આદેશ આપતા કહ્યું છે કે કૃષિ બીલનો વિરોધ કરતા કિસાનોને એડીઇ હાથ લઈને કંગના રનૌત દ્વારા કરવામાં આવેલા ટિવટને લીધે ખેડૂતોની લાગણી દુભાઈ છે, જેના અંતર્ગત અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ એફઆઈઆર ચાર્જ કરવામાં આવે. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (જેએમએફસી)ની અદાલતે, એડવોકેટ રમેશ નાઈક દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને અભિનેત્રી કંગના રનૌત સામે FIR ચાર્જ કરવા કહ્યું હતું.
ફોટો સોશિયલ મીડિયા
ફરિયાદ કરનારે લગાવ્યા આ આક્ષેપો
અદાલતે જણાવ્યું હતું કે ફરિયાદ કરનારએ સીઆરપીસીની કલમ 156(3) હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ક્યાથાસંદરાના નિવાસી નાઇકે કહ્યું હતું કે, તેમના દ્વારા આપવામાં આવેલી ફોજદારી ફરિયાદની અરજી પર અદાલતે તે એરિયાના પોલીસ સ્ટેશનને અભિનેત્રી કંગના રનૌત સામે કેસ દાખલ કરવા અને કેસની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
ફોટો સોશિયલ મીડિયા
ખેડૂતો ઉપર કરેલા આ ટ્વીટ કરવાને લઈને ખરાબ રીતે ફસાઈ કંગના
દેશના PM નરેન્દ્ર મોદીએ, હાલના સમયમાં જ લાગુ કરાયેલા કૃષિ બીલ પર એક ટ્વિટ કર્યું હતું, જેના પર રીટ્વિટ કરતા કંગના રનૌતનાં ટવિટર હેન્ડલ ‘કંગના ટીમ’ દ્વારા 20મી સપ્ટેમ્બરના દિવસે એક ટ્વિટ કરાયું હતું કે, “PM સાહેબ, જો કોઈ વ્યક્તિને કોઈ ગેરસમજ હોય, તો તે દૂર કરી શકાય. પરંતુ જો કોઈ ગેરસમજ હોવાના નાટક કરતું હોય તેનું શું? જે લોકોએ અગાઉ સીએએ પર ખોટી ખોટી અફવાઓ ફેલાવી હતી, અને લોહીની નદીઓ વહાવી હતી. આજ તે લોકો કૃષિ બીલનો વિરોધ કરી રહ્યા છે અને જુઠી અફવાઓ દેશમાં ફેલાવી રહ્યા છે.”
ફોટો સોશિયલ મીડિયા
આ ટિવટને લીધે ખેડૂતોની લાગણી દુભાઈ છે, તેવું નાઈકે કહ્યું હતું. જેના લીધે તેમણે ખેડૂતો ના પક્ષને નજરમાં રાખીને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ FIR નોંધાવી છે.
ફોટો સોશિયલ મીડિયા
જો કે, કંગનાએ અગાઉ પણ સુશાંતસિંહ રાજપૂતના કેસ દરમિયાન મહારાષ્ટ્રને POK સાથે સરખાવ્યું હતું. ત્યારે પણ તે ખૂબ ટ્રોલ થઈ હતી. હાલમાં પણ તે આ કેસ હેઠળ અનેક વિવાદોમાં સપડાયેલી જોવા મળે છે.