IPL માં કેમરો ફરે અને આ યુવતીને જોતાજ તેના પર ફોકસ થઇ જાય છે જાણો કેમ!?

વિશ્વની સૌથી મોંઘી ઘરેલું ક્રિકેટ લીગ ભારતની જગ્યાએ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઇ રહી છે. તે પણ કડક નિયમો સાથે. કોરોના વાયરસને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાંથી ગ્લેમર ખૂબ દૂર છે. ત્યાં ફક્ત કેટલાક ગણ્યા ગાંઠ્યા ચહેરાઓ જ છે, જેના પર કેમેરા લાંબા સમયથી સુધી ફોકસ રહે છે. તેમાં પ્રીતિ ઝિન્ટા, શાહરૂખ ખાન, આકાશ અંબાણી અને કાવ્યા મારન પ્રમુખ નામ છે. છેલ્લા કેટલાક સમયથી કાવ્યા મારન સનરાઇઝર્સ હૈદરાબાદના આઈપીએલ સફરનો મુખ્ય ચહેરો છે.

ગત સિઝનમાં કાવ્યા ઓરેન્જ જર્સી પહેરીને ડેવિડ વૉર્નરની આગેવાનીવાળી ટીમને ચીયર કરતી જોવા મળી હતી. ત્યાં સુધી, તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. ડિસેમ્બર 2019 માં આઈપીએલ 2020 ની હરાજી દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદ માટે બોલી લગાવતા જોવા મળ્યા પછી કાવ્યા ફરી એકવાર લોકોના ધ્યાનમાં આવી હતી. હવે જ્યારે આઇપીએલ 2020 યુએઈમાં થઈ રહી છે, ત્યારે કાવ્યા, સ્ટેન્ડ્સમાં પોતાની ટીમની ફેનગર્લ તરીકે દેખાઈ રહી છે. જેમને ખબર નથી, તેમને જણાવી દઈએ કે, કાવ્યા મારન હૈદરાબાદ ટીમના માલિક કલાનિધી મારનની પુત્રી છે.

કલાનિધી મારન સન ટીવી ટીવી નેટવર્કની માલિકી ધરાવે છે, જે ભારતના સૌથી મોટા ટેલિવિઝન નેટવર્કમાંનું એક છે (32 ટીવી ચેનલો અને 45 એફએમ રેડિયો સ્ટેશન). એક ઉત્સાહી ક્રિકેટ ફેનની સાથે સાથે , 28 વર્ષિય કાવ્યા તેમના નેટવર્કની એફએમ ચેનલો (સન મ્યુઝિક) માં પણ સક્રિય ભાગીદારી ધરાવે છે. ગયા વર્ષે જ, તેમને સન ટીવી નેટવર્ક બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા હતા. કાવ્યા, ચેન્નાઇની સ્ટેલીઆ મેરીસ કોલેજમાંથી બીકોમ ગ્રેજ્યુએટ છે. અનુભવ મેળવવા માટે તેણે સન ટીવી નેટવર્કમાં ઇન્ટર્નશીપ પણ કરી હતી.

ત્યારબાદ કાવ્યાએ, ન્યુ યોર્ક યુનિવર્સિટી સાથે જોડાયેલા લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું હતું. એમબીએ કર્યા પછી તેણે પિતાના ધંધામાં જોડાવાનું નક્કી કર્યું. 2017 થી ડિજિટલ માર્કેટમાં આગળ વધવાની સન ટીવી ગ્રુપની કલ્પનામાં કાવ્યાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. તે હાલમાં, સન ટીવી નેટવર્કના ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ, સન નેક્સ્ટની પ્રમુખ છે.

સન નેક્સ્ટના 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. માનવામાં આવે છે કે સન નેકસ્ટ દરરોજ 20000 જેટલા સબ્સ્ક્રાઇબર્સ જોડી રહ્યું છે. કાવ્યાએ ફક્ત 28 વર્ષની ઉંમરે એક યુવા ઉદ્યોગસાહસિક તરીકે પોતાને સ્થાપિત કરી છે. વ્યવસાય જગતમાં તેમનું જ્ઞાન અને અનુભવ સન ટીવી નેટવર્ક અને સનરાઇઝર્સ હૈદરાબાદને ચોક્કસપણે મદદ કરે છે. એટલું જ નહીં, મેચ દરમિયાન ટીમ જર્સીના સ્ટેન્ડ્સમાં તેની હાજરી સનરાઇઝર્સ હૈદરાબાદ અને તેના ચાહકોને પ્રોત્સાહન આપે છે.

તમને જણાવી દઇએ કે કિંગ્સ ઇલેવન પંજાબની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા પણ અગાઉ મેદાનમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. મુકેશ અંબાણીના પુત્ર અને મુંબઈ ઈન્ડિયન્સના સહ-માલિક આકાશ અંબાણી પણ તેમની ટીમનું મનોબળ વધારતા જોવા મળ્યા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ના સહ-માલિકો પણ મેચ દરમિયાન તેમની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળે છેે.