EntertainmentSocial Media Buzz

અનુપમા ની ‘નંદિની’એ એક્ટિંગ છોડવાની જાહેરાત કરી, કારણ જાણી ને લાગશે આંચકો!!

હાલમાં મનોરંજન ટીવી ચેનલમાં સ્ટાર પ્લસ સૌથી આગળ છે અને સ્ટાર પ્લસ પાર આવનારી ધારાવાહિક અનુપમા સૌથી વધારે ટીઆરપી મેળવનારી અને સૌથી વધારેવધારે જોવાનારી ધારાવાહિક છે. મતલબ કે અનુપમા ધારાવાહિક હાલમાં લોકોની સૌથી વધારે ફેવરિટ સિરિયલ બની ગઈ છે. તે ટોપ ચાર્ટ માં છે. રાત્રે 10 વાગે આવે છે તોય તેની ટીઆરપી સતત વધતી ને વધતી જ જઈ રહી છે. ત્યારે અનુપમા ધારાવાહિક ને લઈને એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. તમને પણ જાણી નેલાંગશે આંકચકો. અનુપમા ધારાવાહિક માંથી હવે અનઘા ભોસલે ઉર્ફે નંદિનીએ શો છોડવાની જાહેરાત કરી છે. નંદિની મુખ્ય પાત્ર તો નથી પરંતુ તે મહત્વનું પાત્ર તો છે જ. નંદિની એ અચાનક શો છોડવાની જાહેરાત કરી નાખી છે.

નંદિની ના પાત્ર ને આમ અચાનક તો અલવિદા ના કહી શકાય એટલે ધારાવાહિક માં સ્ટોરી બનાવવામાં અવાઈ કે તે અમેરિકા જાય છે કારણ કે તેને અમેરિકા માં એક સારી જોબ ઓફર થઇ છે. અનુપમા ધારાવાહિકમાં નંદિની અનુપમા ના સૌથી નાના દીકરા ની પ્રેમિકા અને વનરાજ શાહની હાલની બીજી વારની પત્ની કાવ્યા નંદિનીની માસી થાય છે. એટલે પાત્ર તો મહત્વનું જ છે માટે તેને એકદમ ગાયબ કરવા કરતાં શો મેકર્સ દ્વારા સ્ટોરી બનાવી ને અલવિદા કહેવામાં આવ્યું. પરંતુ આમ અચાનક શો છોડવાનું કારણ પણ નંદિની એ અચરજ પમાડે તેવું આપ્યું છે. અનગાએ જણાવ્યું કે શોબિઝની દુનિયામાં આવ્યા બાદ તેને અહેસાસ થયો કે આ તે દુનિયા નથી જેની તેને અપેક્ષા હતી.

સ્ટાર પ્લસનો લોકપ્રિય શો અનુપમા ટીઆરપીની યાદીમાં ટોચ પર છે. આ શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. પરંતુ તાજેતરમાં અભિનેત્રી અનઘા ભોસલે ઉર્ફે નંદિનીએ શો છોડવાની જાહેરાત કરી છે. તે માત્ર આ શોમાંથી જ નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી પણ બ્રેક લેવા માંગે છે. તેના નિર્ણયથી શો અને તેના ચાહકો ખૂબ નિરાશ થયા છે. અનઘાને લાગે છે કે આ ઈન્ડસ્ટ્રી દંભથી ભરેલી છે. એક્ટર્સને અહીં રહેવા માટે ઘણી એવી વસ્તુઓ કરવી પડે છે જે તેમની વિચારધારા અને વિચારધારાની વિરુદ્ધ હોય છે. તે પુણેમાં તેના ઘરે પરત ફરી છે અને તેની આધ્યાત્મિક યાત્રા શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

અનુપમાને છોડ્યા બાદ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અનગાએ કહ્યું કે શોબિઝની દુનિયામાં આવ્યા બાદ તેને અહેસાસ થયો કે આ તે દુનિયા નથી જેની તેને અપેક્ષા હતી. તેમનું કહેવું છે કે અહીં રાજનીતિ અને બિનઆરોગ્યપ્રદ સ્પર્ધા છે. અહીં હંમેશા સારા અને સ્લિમ દેખાવાની સ્પર્ધા રહે છે. આધ્યાત્મિક વ્યક્તિ હોવાને કારણે, અનઘા કહે છે કે તે આ ઉદ્યોગનો ભાગ બની શકે નહીં જે દંભથી ભરેલી છે. આવું કશું પહેલીવાર કોઈ નવા અભિનેતા કે અભિનેત્રી સાથે થયું નથી આવું ઘણા લોકો સાથે ઘણીવાર થયું છે. અને બૉલીવુડ ની દુનિયામાં શોષણ અને વ્હાલા દવલા ની નીતિ સામાન્ય વાત થઈ ગઈ છે.

આ સાથે અનઘાએ કહ્યું કે આ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરવાનું દબાણ રહે છે. જો તમે આ બધું ન કરો તો તમે પાછળ રહી જશો. અનઘા કહે છે કે અનુપમામાં તેના પાત્રને જે સ્નેહ અને પ્રેમ મળ્યો છે તેના માટે તે લોકોનો આભારી છે. તેણીએ કહ્યું કે જો શોના નિર્માતા રાજન શાહી તેણીને પાછા બોલાવે તો તે કદાચ પાછી આવી શકે છે, પરંતુ હાલમાં તે અભિનય છોડવા માંગે છે. અનઘા ના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ખૂબ જ કંટાળી ગઈ છે. શોબિઝ માં આ નોર્મલ છે પરંતુ તે મેન્ટલી સ્ટ્રોંગ છે બાકી ન્યુ કમર્સ તો ડિપ્રેશનમાં આવી જાય છે અને કઇંક અજુગતું કરી બેસે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!