ડિજિટલ ઇન્ડિયા: પ્રધાનમંત્રી મોદીનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક! કરી અજબ માંગણી

સમગ્ર દેશમાં ડિજિટલ ઇન્ડિયાની વાતો ચોરેને ચોકે જામી રહી છે. દરેક વસ્તુ ડિજિટલ થઈ રહી છે. નોટબંધી બાદ રોકડ વ્યવહાર ઓછો થઈ ગયો છે અને ઇપેમેન્ટ વધી ગયું છે. પરંતુ આ સાથે કેટલીક ખામીઓ અને કેટલાક ગુનાઓ પણ વધી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષમાં છેતરામણીના કિસ્સાઓ વધી જવા પામ્યા છે. સાઇબર ક્રાઈમમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે હવે ખુદ પ્રધાનમંત્રી પણ ભોગ બન્યા છે. પ્રધાનમંત્રી મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરીને હેકર દ્વારા અજબ માંગણી કરવામાં આવી.

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીની પર્શનલ વેબસાઈટ narendramodi.in નું ટ્વિટર એકાઉન્ટ narendramodi_in હેક કરીને હેકરો દ્વારા અજબ માંગણી કરવામાં આવી પરંતુ તંત્રને ધ્યાને જતાં તરત જ આ ટ્વિટ ડીલીટ કરી નાખવામાં આવી હતી. વડાપ્રધાનની પર્સનલ વેબસાઈટના ટ્વિટર એકાઉન્ટથી ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વિટ કરવામાં આવ્યા. હેકર દ્વારા કોવિડ-19 રિલિફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઈનની માંગ કરી હતી.

પ્રધાનમંત્રીની પર્શનલ વેબસાઈટનું ટ્વિટ હેક થયું છે તેવી જાણકારી ખુદ હેકર દ્વારા મધ્યરાત્રી 3.16 કલાકે narendramodi_in એકાઉન્ટથી ટ્વિટ કરીને આપી હતી. ત્યારબાદ આ બાબતની જાણ થતાં જ પ્રધાનમંત્રી સ્ટાફ દ્વારા આ બોગસ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ વેરિફાઈડ છે અને તેના લગભગ 25 લાખથી વધુ ફોલોઅર્સ પણ છે.

પ્રધાનમંત્રી મોદીના ટ્વિટર એકાઉન્ટ પર હેકર દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી કે, કોવિડ-19 માટે બનાવવામાં આવેલી પીએ મોદી રિલિફ ફંડમાં ડોનેશન કરવામાં આવે પરંતુ આ ટ્વિટ સાથે એક લિંક પણ પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય એક ટ્વિટ પણ કરવામાં આવી હતી જેમાં હેકરે લખ્યુ હતું કે આ એકાઉન્ટ જોન વિકે હેક કર્યુ છે. અમે પેટીએમ મેલ હેક કર્યા નથી. પરંતુ ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રીના સ્ટાફ દ્વારા આ ટ્વિટ ડીલીટ કરવામાં આવી હતી અને એકાઉન્ટ સિક્યોર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, આ બનાવ પ્રથમ વખત નથી આ પહેલા પણ ગત જુલાઈ મહિનામાં આવો જ બનાવ બન્યો હતો જેમાં વિશ્વના મોટા નેતાઓના ટ્વિટ એકાઉન્ટ હેક કરીને તેમના એકાઉન્ટ દ્વારા ક્રિપ્ટો કરન્સીની માંગણી કરવામાં આવી હતી. જેમાં વોરેન બફેટ, જેફ બેજોસ, બરાક ઓબામા, જોય બિડેન, બિલ ગેસ્ટસ સહિતની નામી હસ્તિઓ શામેલ છે આજે હવે આ લીસ્ટમાં પ્રધાનમંત્રી મોદી પણ શામેલ થઈ ગયા. જણાવી દઈએ કે, હેકર દ્વારા એકાઉન્ટ હેક કરીને ક્રિપ્ટો કરન્સી માંગી રહ્યા છે અને તેની સાથે એક લિંક મૂકી રહ્યા છે.
આ પણ વાંચો
- ભાજપ કાર્યકરે સીઆર પાટીલને ફોન કરી કહ્યું કોંગ્રેસવાળા હેરાન કરે છે! પાટીલે આપ્યો જવાબ!
- ગુજરાત ભાજપ ત્રણ ફાડીયામાં વહેંચાયું? આયાતીઓનો જમાવડો ભાઉની નારાજગી?
- પ્રધાનમંત્રી મોદી ની સલાહ અવગણીને ગુજરાત ભાજપ અધ્યક્ષ પસ્તાઈ રહ્યા હશે!
- કોંગ્રેસ ધારાસભ્યોએ ભાજપના નાકમાં કર્યો દમ! પાટીલ ભાઉની ચિંતામાં વધારો!
- પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! યુવાનોને કર્યું આહવાન…જાણો!
- ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!
- લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!