IndiaPolitics

કેજરીવાલ ના ધડાકા બાદ અમિત શાહના ટેંશનમાં વધારો! રેલા ગુજરાત સુંધી પહોંચશે!

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જબરદસ્ત ફોર્મમાં હતા અને જંગ ત્રિપંખીયો દેખાઈ રહ્યો હતો પરંતુ આવેલા ચોંકાવનારા પરિણામ બાદ કહી શકાય કે દિલ્લીની જનતાએ એક તરફી મતદાન કરીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર ફરી વિશ્વાસ કળશ ઢોળીને દિલ્લીની ગાદી પર બેસાડ્યા છે. આજે આવેલા દિલ્લી વિધાનસભા ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટી 62 બેઠકો પર ભાજપ 8 બેઠકો પર તો કોંગ્રેસને આ વખતે ફરીથી શૂન્ય બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ જેટલા જુસ્સા સાથે લડી રહ્યા હતા તેટલાજ જુસ્સા સાથે દિલીની જનતાએ તેમની પર વિશ્વાસ મુક્યો છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ જીતવાની સાથે સાથે કેજરીવાલ દ્વારા દરેકને ચોંકાવી દીધા. અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી દ્વારા આખાય દેશમાં એક રાષ્ટ્રીય કેમ્પઈન લોન્ચ કરવામાં આવ્યું. એટલુંજ નહીં લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે એક નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાહેરાત ખુદ અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયા એકાઉન્ટ તથા આમ આદમી પાર્ટી ના સત્તાવાર એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. કેજરીવાલ ફરીથી દેશવ્યાપી કેમ્પઈન ચલાઈને આમ આદમી પાર્ટીને ક્ષેત્રીય પાર્ટી માંથી નેશનલ પાર્ટી બનાવવા જઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

અરવિંદ કેજરીવાલના આ માસ્ટરસ્ટ્રોકથી ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. તેમજ કેટલાક ભાજપના નેતાઓ કાર્યકરોમા આ બાબત ચર્ચાનો વિષય પણ બની છે. આ પહેલા પણ કેજરીવાલ દ્વારા દેશવ્યાપી કેમ્પઈન ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત, ગોવા, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી મેદાનમાં ઝંપલાવીને પરંતુ આમ આદમી પાર્ટીને નિષ્ફળતા હાથ લાગી હતી અને પરિણામે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લી પર ફોકસ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કેજરીવાલ દ્વારા દિલ્લીમાં જીતની હેટ્રિક નોંધાવ્યા બાદ જનતામાં પોતાના માટે તથા આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ જોતા રાષ્ટ્રીય કેમ્પઈન લોન્ચ કરી દીધું હતું.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

કેજરીવાલ દ્વારા લોન્ચ કરવાં આવેલા રાષ્ટ્રી કેમ્પઈનને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. આમ આદમી પર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીએ જીત મેળવ્યા બાદ 24 કલાકની અંદર 10 લાખથી વધારે લોકો આપ સાથે જોડાયા છે. અને આ જાહેરાત આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાં આવી હતી. આ સત્તાવાર એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આમ આદમી પાર્ટીની મોટી જીતના 24 કલાકની અંદર 10 લાખથી વધારે લોકો આપ સાથે જોડાયા છે.’ મતલબ આમ આદમી પાર્ટી સાથે દેશભારમાંથી બે દિવસમાં 10 લાખ લોકો જોડાયા છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

કેજરીવાલની નજર હવે પંજાબ, બિહાર, હરિયાણા અને ગુજરાત પર છે. ગુજરાતમાં આવનારા સમયમાં યોજાનારા લોકલ બોડી પોલમાં આમ આદમી પાર્ટી ફરીથી ઝંપલાવે તો નવાઈ નહીં. રવિમદ કેજરીવાલની નજર ઘણા સમયથી ગુજરાત પર છે અને અત્યારે ગુજરાતમાં પગપેસારો કરવા માટેનો ઉત્તમ સમય છે ભાજપ ચારે બાજુથી ઘેરાયેલી છે અને દિલ્લીમાં જીતની હેટ્રિક જોતા કેજરીવાલ આ તક ને ચૂકશે નહીં તે ચોક્કસ છે. પરંતુ આ તમામ વચ્ચે ભાજપનું ટેંશન વધશે એ પણ નક્કી છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ આ પહેલા પણ ગુજરાતમાં પગપેસારો કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે પરંતુ તેમને નિરાશા હાથ લાગી હતી. આ વખતે દિલ્લીમાં જીતની હેટ્રિક નોંધાવ્યા બાદ કેજરીવાલ ફરીથી ગુજરાતમાં ધામાં નાખી શકે છે. જે ભાજપનું ટેંશન વધારશે. માત્ર બે દિવસમાં 10 લાખ મેમ્બર બનાવવા એ નાની વાત નથી આ રેકોર્ડ જોઈને ભાજપ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ ખુદ ચિંતામાં મુકાઈ જશે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ દ્વારા શરુ કરવામાં આવેલ રાષ્ટ્રીય કેમ્પઈનને આવતી લોકસભા માટે કરી રહ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!