EntertainmentIndia

રામાયણ ની સીતાએ પીએમ મોદી અડવાણી સાથે ફોટો શેર કરીને લખ્યું આવું!

આખાય વિશ્વને કોરોના મહામારીએ ભરડામાં લીધું છે ત્યારે સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ છે આખું વિશ્વ ઘરમાં બંધ છે. ત્યારે ભારતમાં પણ આજ પરિસ્થિતિ છે. આખો દેશ લોકડાઉન છે સમગ્ર ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે કારણ તમામ લોકોને કોરોના મહામારી ના કારણે ઘરમાં જ રહેવાના સરકારી આદેશો છે જેનું કડકાઈથી પાલન કરવું આવશ્યક છે. ત્યારે ભારતમાં નવી ફિલ્મો નવા ટીવી શો પણ બંધ થઈ ગયા છે જેના કારણે લોકોએ જુના શો ફરીથી શરૂ કરવાની માંગણી કરી હતી. અને તેના પરિણામે દૂરદર્શન પર 80ના દશકની સૌથી વધારે જોવાયેલી સિરિયલો પાછી ચાલુ થઈ ગઈ છે. 80ના દશકમાં આ સિરિયલો સૌથી વધારે જોવાયેલી હતી. જેમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે.

રામાયણ
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા દીપિકા ચીખલીયાનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં દીપિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે 80ના દાયકામાં દીપિકા ચીખલીયા સૌથી જાણીતા અભિનેત્રી હતા અને તેમની લોકપ્રિયતા એટલી જબરદસ્ત હતી કે ભગવાન શ્રી રામ સાથેના ફોટોમાં (જે બજારમાં વેચાતા તેમાં) પણ તેઓનો ફોટો મતા સીતા તરીકે જોવા મળતો હતો. તેમણે તેમના અભિનય ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત પણ આજ પાત્રથી શરૂ કરેલી. હાલ પણ તેઓ તેટલાં જ પ્રખ્યાત થઈ ગયા છે જેટલા 80ના દશકમાં હતાં.

રામાયણ
ફોટો સોશિયલ મીડિયા

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. ત્યારે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર તાળા વાગી ગયા છે. નવી ફિલ્મો અને સિરિયલના નવા શો ના અભાવમાં જનતાએ જૂની સિરિયલો પાછી લાવવાનો આગ્રહ કર્યો હતો. આવામાં રામાનંદ સાગર ના પ્રખ્યાત શો રામાયણ ની દૂરદર્શન પર ફરીથી વાપસી થઈ ગઈ છે. 80ના દશકનું ધારાવાહિક રામાયણ ફરીથી દૂરદર્શન પર આવતાં રામાયણના અભિનેતા ખુબજ ચર્ચામાં આવી ગયા છે. માતા સીતાનો અભિનય કરનાર અભિનેત્રી દીપિકા ચીખલીયાનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે નજરે પડી રહી છે.

રામાયણ
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં દીપિકા ચીખલીયા કોઈ ધારાવાહિક, ફિલ્મમાં દેખાતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ દીપિકા ચીખલીયા ખૂબ જ એક્ટિવ છે અને દીપિકા ચીખલીયા દ્વારા ખુદ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ ફોટો એ સમયનો છે જે જ્યારે દીપિકા વડોદરાથી ચૂંટણી લડી રહ્યા હતા. આ ફોટો શેર કરતાં દીપિકાએ લખ્યું કે, એક જૂનો ફોટો એ સમયનો જ્યારે હું વડોદરાથી ચૂંટણી લડી રહી હતી. જમણી બાજુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, હું અને ઇન્ચાર્જ નલિન ભટ્ટ. આ પહેલા પણ તેઓ રામાયણ ધારાવાહિકની આખી ટીમનો ફોટો શેર કરી ચુક્યા છે જે પણ ઝડપથી વાયરલ થઈ ગયો હતો.

રામાયણ
ફોટો સોશિયલ મીડિયા

રામાયણ થી બનાવી કારકિર્દી

જણાવી દઈએ કે, રામાયણમાં આવ્યા બાદ દીપિકા ચીખલીયાની લોકપ્રિયતા આકાશને આંબી રહી હતી ત્યારે ભાજપે તેમની લોકપ્રિયતાને જોતા તેમને વડોદરાથી લોકસભા ચૂંટણી લડાવી હતી અને તેમના પ્રચારમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાને હતાં. દીપિકા ચીખલીયા વડોદરાથી લોકસભા ચૂંટણી જીત્યા હતા અને સાંસદ પણ રહી ચૂક્યા છે. દીપિકા ચીખલીયા 1991થી 1996 સુંધી વડોદરાથી સાંસદ રહ્યા હતા. તેમના જેટલી લોકપ્રિયતા 80ના દાયકામાં લગભગ કોઈ અભિનેત્રીને દૂરદર્શનના માધ્યમથી મળી નોહતી.

રામાયણ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જનતાની ફરમાઈશ પર રામાયણની સિરિયલ ફરીથી દૂરદર્શન પર શરૂ કરવામાં આવી છે. આ સીરિયલમાં સીતાની ભૂમિકા ભજવીને દીપિકા ચીખલીયા મનોરંજન ઉદ્યોગમાં ખૂબ જાણીતા અભિનેત્રી બન્યા હતા. તેમની સાથે અરૂણ ગોવિલ, દારા સિંહ અને અરવિંદ ત્રિવેદીએ કામ કર્યું હતું. રામાનંદ સાગરની આ સીરિયલ માટે દીપિકાએ ઘણા ઓડિશન્સ આપ્યા હતા. તે 80 ના દાયકાની સૌથી વધારે જોવાયેલી સિરિયલ હતી. આજે ફરીથી દુરડ પાર શરૂ થઈ ગઈ છે ત્યારે અત્યારે પણ લાખો લોકો તેને જોઇ રહ્યા છે અને તેની ટીઆરપી આકાશને સ્પર્શી રહી છે.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button