IndiaPolitics

કોરોના મહામારી: રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લાદવામાં આવે! રાષ્ટ્રપતિને અરજી! જાણો!

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના મહામારી એ આખાય વિશ્વને બાનમાં લીધું છે. દુનિયા લગભગ લગભગ દરેક દેશ કોરોના મહામારી થી ગ્રસિત છે. આખાય વિશ્વમાં કોરોના મહામારી થી પીડિત 1,780,312 કેસો છે અને સમગ્ર વિશ્વમાંથી 108,827 લોકોના મોત થઈ ચૂક્યા છે. આંકડા પરથી કોરોના વાયરસના સંક્રમણનું અનુમાન લગાઈ શકશો. કેવી ભયાનક હાલત છે વિશ્વની! અને આ સમગ્ર પરિસ્થિતિ માટે એક જ દેશ જવાબદાર છે ચીન. ચીનના વુહાન શહેર માંથી આ વાયરસનો જન્મ થયો અને આ વાયરસે ધીમે ધીમે સમગ્ર વિશ્વને બાનમાં લઈ લીધું છે. જેમાં ઇટલી, સ્પેન, ફ્રાન્સ માં મોતનું તાંડવ થયું છે તો અમેરિકામાં પણ સૌથી વધારે હાલત ખરાબ છે.

રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ભારતમાં પણ કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે. ભારતના લગભગ લગભગ સમગ્ર રાજ્યને ભરડામાં લઈલીધા છે. સમગ્ર ભારતમાં હાલમાં કોરોના સંક્રમણના 8,446 જેટલા પોઝિટિવ કેસો છે જ્યારે 288 લોકોના મોત થઈ ચૂક્યા છે. રોજે રોજ કોરોના સંક્રમણના કેસો વધતાં જઇ રહ્યાં છે પરંતુ અન્ય દેશો કરતાં હાલ ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી છે અને આ તકનો લાભ ભારત લઈ શકે તેટલા માટે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને તે હવે 30 એપ્રિલ સુંધી લંબાઈ શકે તેમ છે. પંજાબ અને ઓડિશામાં રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે પરંતુ અન્ય રાજ્યોમાં આ બાબતની જાહેરાત સત્તાવાર રીતે થઈ નથી. જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે તેમ છે.

madhya pradesh, મધ્યપ્રદેશ, કોરોના, કોરોના મહામારી, vivek tankha,
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ આ સાથે જ એક મોટા સમાચાર આવી રહ્યા છે. સંકટના સમયમાં મધ્યપ્રદેશમાં નિમ્ન કક્ષાની રાજનીતિના કારણે સરકાર પડી ગઈ અને હાલમાં મધ્ય પ્રદેશમાં કોઈ કેબિનેટ અસ્તિત્વ ધરાવતું નથી માત્ર મુખ્યમંત્રી જ છે. અને તેઓ પણ એકલા કોઈ અસરકાર નિર્ણય હજુ સુંધી લઈ શક્યા નથી. મધ્યપ્રદેશના પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરીને ખુદ કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરીએ તેમના પુત્રની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હતી અને જેના કારણે તેમને તો ચેપ લાગ્યો છે અને સાથે સાથે મધ્ય પ્રદેશના સરકારના અધિકારીઓને પણ વાયરસ સંક્રમણ થયું છે.

કોરોના મહામારી,અમિત શાહ, કમલનાથ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

મધ્યપ્રદેશના 45 કરતાં વધારે IAS ઓફિસરોને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જેઓ હાલમાં આઇસોલેશનમાં કોરાંટાઇન કરવામાં આવ્યા છે. આવા સમયે મધ્યપ્રદેશમાં કટોકટી જેવો માહોલ સર્જાઈ ચુક્યો છે જ્યારે મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસો વધતાં જઈ રહ્યાં છે. હાલની મધ્યપ્રદેશની પરિસ્થિતિ જોઈએ તો સરકારી આંકડા પ્રમાણે 443 જેટલા પોઝિટિવ કેસો છે અને 33 લોકોના મોત થઈ ચૂક્યા છે. અને એક બિનસરકારી રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ મોટી વાત તો એ છે કે મધ્યપ્રદેશ રાજ્યના આરોગ્ય વિભાગના 15% જેટલો સ્ટાફ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યો છે.

madhya pradesh, મધ્યપ્રદેશ, કોરોના, કોરોના મહામારી, vivek tankha,
ફોટો સોશિયલ મીડિયા

આવા સમયે રાજ્યના સિનિયર એડવોકેટ વિવેક તનખા દ્વારા રાષ્ટ્રપતિને એક પત્ર લખવામાં આવ્યો છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે, મધ્યપ્રદેશની 7.5 કરોડની જનતા માટે ન્યાયની અપીલ માનનીય રાષ્ટ્રપતિજી. રાજ્ય સંકટ માંથી પસાર થઈ રહ્યું છે. ઇન્દોરની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ભોપાલમાં સ્વાસ્થ્ય વિભાગના 45 કરતાં વધારે ઓફિસર કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. ટેસ્ટિંગની સંખ્યા ખૂબ જ ઓછી છે. માર્ચ 23થી મુખ્યમંત્રી એકલા છે આ કેવું પ્રજાતંત્ર છે જેમાં કેબિનેટ જ નથી. મધ્યપ્રદેશના સિનિયર વકીલ દ્વારા રાષ્ટ્રપતિને આ પત્ર લખવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશની હાલની પરિસ્થિતિ જોતા રાષ્ટ્રપતિ શાશન લગાવવાની માંગણી કરવામાં આવી છે.

madhya pradesh, મધ્યપ્રદેશ, કોરોના, કોરોના મહામારી, vivek tankha,
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે ગત મહીને મધ્યપ્રદેશમાં રાજકીય હૂંસાતુંસીમાં કમલનાથ સરકાર દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું કારણ કે, જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા તેમના સમર્થક 20 જેટલા ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ જતાં કમલનાથ સરકાર પાસે બહુમતનો આંકડો નોહતો પરિણામે કમલનાથ સરકારે વિશ્વાસમત સાબિત કરવાની જગ્યાએ રાજીનામુ આપ્યું હતું અને 23 માર્ચના રોજ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રી પદના શપથ લેવામાં આવ્યા હતાં. જ્યારે રાજ્યમાં 22 જેટલી વિધાનસભા બેઠક ખાલી પડી છે. હાલ મધ્યપ્રદેશ ખુબજ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રપતિ આ અરજીનો શું જવાબ આપે છે.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!