IndiaPolitics

મોદી સરકાર ને મોટો ફટકો! હાઇકોર્ટે મુખ્યમંત્રી સામે સીબીઆઈ તપાસની આપી મંજૂરી!

મોદી સરકાર સમેએક બાદ એક મહામુસીબતો આવતી જ રહે છે. એક બાદ એક એમ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી જ કહેછે કે સાફ છબી સાફ છબી પરંતુ ધીમે ધીમે એ સાફ છબીમાં પણ ડાઘા પડવા લાગ્યા છે. મોદી સરકાર દ્વારા દેશના દરેક રાજ્યોમાં પણ આજ મુદ્દે ચૂંટણી લડવામાં આવી હતી કે સાફ છબી. અને જનતાએ મોટાભાગે દેશના મોટા મોટા રાજ્યોમાં ભાજપને ચૂંટણીમાં વોટ આપીને સત્તાના સર્વોચ્ચ સ્થાને બેસાડી છે ત્યારે હવે ભાજપની આ સાફ છબી પર મોટા મોટા ડાઘ લાગવા લાગ્યા છે.

પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર, રઘુરામ રાજન
ફોટો સોશિયલ મીડિયા

અને એવા સમયે જ્યારે દેશના મહત્વના ગણવામાં આવતાં રાજ્ય બિહારમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં આજે પ્રથમ ચરણ નું મતદાન પણ છે. ત્યારે મોદી સરકાર સામે હાલ મોટી મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે તેમ કહી શકાય. એક તરફ સરકાર અર્થવ્યવસ્થાને સાંભળી શક્તિ નથી બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. તો ત્રીજી તરફ દેશમાં મહા મંદી, બેરોજગારી નો સમય ચાલી રહ્યો છે. ત્યારે દેશમાં લગભગ લગભગ દરેક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. અને આવાજ સમયે ભાજપને મોટો ફાટકો પડ્યો છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપની સાફ છબી પર એક મોટો ધબ્બો લાગ્યો છે. જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈકોર્ટે ફટકાર લગાવી. હાઈકોર્ટે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. એટલું જ નહીં હાઇકોર્ટ દ્વારા સીબીઆઈને એફઆઈઆર દાખલ કરવાના આદેશ પણ આપ્યા છે જેમાં સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત પર લાગેલા કરપ્શનના આરોપોની તપાસ કરવા જણાવ્યું છે. ભાજપ માટે માઠા સમાચાર ગણી શકાય. કરણ કે હાઇકોર્ટ દ્વારા એક મુખ્યમંત્રી સામે એફઆઈઆર દાખલ કરવા માટે સીબીઆઈ ને આદેશ આપવા એ ખૂબ જ ઓછા કેસમાં બનતું હોય છે.

પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે હાઈકોર્ટે આ આદેશ એક પત્રકારની અરજી પર આપ્યા છે. તેમજ પત્રકાર સામે મુખ્યમંત્રી રાવતની છબી ખરડાવવાના મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદને રદ્દ પણ કરવામાં આવી છે. પત્રકાર સામે દહેરાદુનના એક પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆરને રદ્દ કરવાના આદેશ આપ્યા હતા. ન્યાયમૂર્તિએ આદેશ આપ્યા હતા કે ફરિયાદના તમામ દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવવામાં આવે. તેમજ મુખ્યમંત્રી પર આરોપ ગંભીર હોઈ તેની તપાસ આવશ્યક છે. હાઇકોર્ટ દ્વારા પત્રકારની અરજી સ્વીકાર કરતા કહ્યું કે સીએમ પર લાગેલા આરોપ ગંભીર છે.

મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

ગંભીર આરોપની તપાસ થવી જોઈએ અને મુખ્યમંત્રી સામે થયેલા આવા આરોપો અંગે સત્ય સામે આવવું જરુરી છે જે રાજ્યના હિતમાં જ રહેશે અને સત્ય આવશે તો તમામ પ્રકારની શંકા પણ ખતમ થઇ જશે. એટલા માટે કોર્ટનું માનવું છે કે સીબીઆઈએ આ મામલામાં એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને સમગ્ર તપાસ કરવી જોઈએ. પત્રકારે આરોપ લગાવ્યો હતો કે 2016માં જ્યારે રાવત ઝારખંડ ભાજપના પ્રભારી હતાં ત્યારે તેમણે એક વ્યક્તિને ગૌ સેવા આયોગ ના અધ્યક્ષ બનાવવા માટે રીશ્વત લીધી હતી. અને તે પૈસા તેમના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલએ રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પાર એક પત્રકાર દ્વારા લગાવવામાં આવેલ ઘૂસખોરીના આરોપોની તપાસના આદેશ આપ્યા છે અને આ બાદ સમગ્ર અજયના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજ્યમાં મુખ્યમંત્રીને તપાસ ચાલે ત્યાં સુંધી નૈતિકતાના ધોરણે રાજીનામુ આપવા માટે વિપક્ષ દબાણ કરી શકે છે. પરંતુ હાલમાં આ મુદ્દો સમગ્ર દેશમાં હાવી થશે અને ખાસ કરીને બિહારના ચૂંટણી જંગમાં આ મુદ્દો પણ ભાજપ ગઢબંધન પર હાવી બની શકે છે.

Show More

Related Articles

Back to top button