BusinessIndiaPolitics

ભાજપના અમુક સાંસદ ગોડસે ભક્ત પણ બજેટ માં ગાંધીજીના નામ પર આ થયું મોટું એલાન!

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એ લોકસભામાં સરકારનું પહેલું સામાન્ય બજેટ રજૂ કરતા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને પણ યાદ કરવામાં આવ્યા હતા. નિર્મલા સીતારમણ એ મોદી સરકારના પહેલા સ્વચ્છતા મિશનના લક્ષ્યને સમય કરતાં પહેલાં પૂરું કરવાનો દાવો કરતા જણાવ્યું કે મહાત્મા ગાંધીની આગળની જન્મજયંતિ પર રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે.

બજેટ
ફોટો: સોસીયલ મીડિયા

2019ના બજેટમાં ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમણ એ જણાવ્યું કે 2 ઓક્ટોબર 2019 સુધી દેશને ખુલ્લામાં શોચ મુક્ત બનાવવાનું પીએમ મોદી એ સંકલ્પ લીધો હતો. મને વિશ્વાસ છે કે આવું 2 ઓક્ટોબરથી પહેલા જ થઈ જશે અને આ અવસરને મનાવવા માંટે 2 ઓક્ટોબર 2019ના રોજ રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર નું ઉદ્ઘાટન કરવામાં આવશે.

બજેટ
ફોટો: સોસીયલ મીડિયા

નિર્મલા સીતારમણ એ આગળ જણાવ્યું કે ગાંધીજી ના સકારાત્મક મૂલ્યો ને આગળ વધારવા માટે ગાંધી વિશ્વ કોષ પણ વિકસિત કરવામાં આવશે. આ દરમિયાન નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં એ પણ જણાવ્યુ કે આજે 5.6 લાખ થી વધુ ગામો ખુલ્લામાં શોચ મુક્ત થઈ ગયા છે. 2014 થી અત્યાર સુધીમાં 9.6 કરોડ શોચલાયો બનાવવામાં આવ્યા છે.

બજેટ
ફોટો: સોસીયલ મીડિયા

મહત્ત્વનું છે કે કેન્દ્રની સત્તામાં ફરીવાર આવ્યા પછી નરેન્દ્ર મોદી સરકારનું આજે પહેલું બજેટ આવવાનું છે પરંતુ નાણાં મંત્રાલયની બહાર આજે પહેલીવાર એક અલગ દૃશ્ય જોવા મલ્યા હતા. હકીકતે બજેટ અપ્રુવલ માટે વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્ય નાણાં મંત્રી અનુરાગ ઠાકુર સાથે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા.

બજેટ
ફોટો: સોસીયલ મીડિયા

અત્યાર સુધી એવું થતું હતું કે નાણાં મંત્રી લેધરનું બ્રીફકેસ લઈને બજેટ રજૂ કરવા સંસદ પહોંચતા હતા પરંતુ આ વખતે જ્યારે નાણાં મંત્રી રાષ્ટ્રપતિ ને મળવા જતા હતા ત્યારે તેમના હાથમાં બજેટ બ્રીફકેસની જગ્યા એ લાલરંગના મખમલી કપડામાં બંધાયેલ જોવા મળ્યું. નાણાંમંત્રી નિર્મલા સીતારામને વતશો જૂની પરંપરાને ત્યાગી બજેટને લાલ રંગના મખમલી કપડામાં લઈને આવતાં જોવા મળ્યા હતા.

નાણામંત્રાલય
ફોટો: સોસીયલ મીડિયા

જુના નાણાં મંત્રીઓની બજેટને પેશ કરવા વાળી જેટલી પણ ઔપચારિક ચિત્ર નજરે ચડે છે તેમાં બ્રાઉન બ્રીફ કેસ દેખાય છે પરંતુ આ વખતે જ્યારે નાણાં મંત્રી રાષ્ટ્રપતિને મળવા ગયા ત્યારે તેમના હાથમાં બજેટ લાલરંગના મખમલી કાપડમાં બજેટ જોવા મળ્યું. તેને એક બદલાવના રૂપે દેખાય છે. ભારતમાં તેને એક મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારતમાં વહી ખાતાને પણ લાલ રંગના કપડામાં બાંધીને રાખવાની પરંપરા છે. ઓફિસો માં પણ દસ્તાવેજો ને બાંધીને રાખવાની પરંપરા છે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!