GandhinagarGujaratIndiaPolitics

અલ્પેશ ઠાકોર ની મુશ્કેલીમાં વધારો! હાથના કર્યા હૈયે વાગ્યા?! કોંગ્રેસે લીધો મોટો નિર્ણય જાણો શું!

રાજ્યસભામાં કોંગ્રેસ દ્વારા વ્હીપ જાહેર કરીને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને જ વોટ આપવો અને કડક સૂચના હતી કે વ્હીપનો અનાદર કરનાર ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે તેમજ પક્ષાંતર ધારા પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવશે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના માથે ૬ વર્ષ ચુંટણી નહિ લડી શકવાનું જોખમ યથાવત છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત ગુજરાતમાં એનસીપીના વડા શંકરસિંહ પાસે અને બિટીપીના વડા છોટુ વસાવા પાસે પણ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી છતાં બંને પાર્ટીઓ એનસીપી અને બિટીપીના સભ્યો દ્વારા ભાજપના ઉમેદવારોને સમર્થન કરવામાં આવ્યું હતું.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા દ્વારા પણ પાર્ટીમાં વ્હીપ વિરુદ્ધ જઈને ભાજપના ઉમેદવારોને વોટ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા દ્વારા કોંગ્રેસ પક્ષ માંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ નેતા પરેશ ધનાની દ્વારા બંને સમક્ષ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે વિધાસભા અધ્યક્ષની અરજી કરવામાં આવી હતી પરંતુ વિધાનસભા અધ્યક્ષ દ્વાર અરજી પહેલાજ ધરાસભ્યોનું રાજીનામુ સ્વીકારતા રાજકારણ ગરમાઈ ગયું છે. ધાનાનીએ કાયદાકીય લડાઈ લડીલેવાની પણ ચીમકી આપી છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ રાજીનામું આપતા હવે કોંગ્રેસ હરકતમાં આવી છે. કોંગ્રેસ કાયદાકીય લડાઈ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે અને છેક દિલ્હી સુધીના દરવાજા ખટખટાવશે તેવા સંકેત આપ્યા છે. જેથી આવનારા સમયમાં અલ્પેશ અને ધવલ સિંહ ઝાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

જ્યારે રાજનૈતિક પાર્ટીના કોઈ સભ્ય દ્વારા પાર્ટીના વ્હીપ અને નિર્દેશનું પાલન ના થાય તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને આ કડક કાર્યવાહીનું નામ છે પક્ષાંતર ધારો. અટલ બિહારી વાજપાઈ વખતે આ કાયદો અમલમાં આવ્યો હતો અને લાગુ કરવામાં આવ્યો હતો. જેની જોગવાઈ મુજબ પાર્ટીના વ્હીપનું અનાદર કરનાર સભ્ય વિરુદ્ધ 6 વર્ષ સુંધી ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની જોગવાઈ છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

અટલ સરકાર ના સમયમાં એટલે કે વર્ષ 2003માં રિ-પ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની કલમ-59માં સુધારો થયો હતો. આ કાયદામાં ઓપન બેલેટમાં ખુલ્લા મતદાનની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં બેલેટ પક્ષના નિયુક્ત એજન્ટને બતાવ્યા બાદ જ કસ્ટ કરવો. આ મહત્વના સુધારા બાદ કાયદો દેશની સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારે દેશમાં અટલ બિહારી વાજપાઈ પ્રધાનમંત્રી હતા અને તેમની સરકારમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઈ પ્રમાણે કાયદા રાજનૈતિક પક્ષના ધારાસભ્યએ પાર્ટી દ્વારા જાહેર કરાયેલા વ્હીપને માનીને અને પાર્ટી દ્વારા નિયુક્ત કરેલા એન્જન્ટને ફરજીયાત પોતાનો મત બતાવી ને જ કાસ્ટ કરવાની જોગવાઈ છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ કાયદો સંસદમાં પાસ થાયો ત્યાર બાદ તે વખતે પણ આ કાયદા વિરુદ્ધ દેશની સર્વોચ્ચ અદાલમાં અરજી કરવામાં આવી હતી પરંતુ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ કાયદાને એ સમયે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે પણ માન્ય રાખ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ દ્વારા આ કાયદા મુજબ અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા વિરુદ્ધ કાર્યવાહી માં શું પરિણામ આવે છે!

Show More

Related Articles

Back to top button