GujaratPolitics

ભાજપ ના યુનિફોર્મ સિવિલ કોડ ના મુદ્દા ને કેજરીવાલે રદ્દી બનાવી દીધો! મોદી શાહ લાલઘૂમ!

ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. કહેવાય છે કે આગામી 2 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચરમસીમા પર છે પરંતુ કોંગ્રેસ સાઇલેન્ટ કેમ છે તે હજુ સુંધી કોઈ ભાળ મેળવી શક્યું નથી. આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે જબરદસ્ત પ્રચાર કરી રહી છે. ભાજપ મોટા મુદ્દા તરીકે યુનિફોર્મ સિવિલ કોડ લઈને આવ્યું છે.

દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતનો પ્રવાસ વારંવાર ખેડી રહ્યા છે. ભાજપ પણ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની રેલીઓ સભાઓ કરાવવા લાગ્યું છે. ભાજપ ની સ્ટ્રેટેજી શું છે એ માત્ર ને માત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ જાણે છે. ભાજપ ને ખબર જ છે કે તેમના માટે ગુજરાત કેટલુ મહત્વનું છે. ગુજરાત ભાજપ માટે એક નાક સમાન છે અને ભાજપ માટે ગુજરાત એ ખૂબ જ મહત્વનું છે અને ભાજપ માટે ગુજરાત જીતવું એ પણ મહત્વનું છે.

ભલે સંગઠન અને સરકારમાં ભાજપ મજબૂત હોય પણ ક્યાંકને ક્યાંક જનતામાં ભાજપ સામે રોષ છે જ. આ વાત ભાજપ સારી રીતે જાણે છે એટલે જ ભાજપ તેના દરેક કાર્યકરો પાસે તનતોડ મહેનત કરાવી રહ્યું છે એટલું જ નહીં દિલ્લીના મંત્રીઓ, દેશના ખૂણે ખૂણાના દરેક નેતાઓને કામે લગાડી દીધા છે. આમ તો દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતની કમાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ ખુદ પોતાના હાથમાં લીધી છે.

એટલે જ ભાજપ આ વખતે તેમના માટે મહત્વનો ગણવામાં આવતો યુનિફોર્મ સિવિલ કોડ નો મુદ્દો લઈને આવ્યું છે. ભાજપ સમજતું હતું કે આ મુદ્દો ગુજરાત જ નહીં પરંતુઆગામી લોકસભા ચૂંટણી જીતવા માટે ચાવી સમાન છે. પરંતુ ભાજપ નો આ મુદ્દો દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક ચપટીમાં રદ્દી બનાવી દેવામાં આવ્યો છે. કેજરીવાલે પળવારમાં ભાજપના આ મુદ્દાની ધજજીયા ઉડાઈ દીધી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ ના મહત્વના મુદ્દાની ધૂળ કાઢી નાખવામાં આવી છે.

વાત એમ છે કે આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અને પ્રેસવાર્તા દરમિયાન પત્રકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ વિશે પૂછવામાં આવતાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપ ની નિયત ખરાબ છે. સંવિધાન ના આર્ટિકલ 44 માં જણાવ્યું છે કે સરકારની જવાબદારી છે કે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવુ. સરકારે યુનિફોર્મમાં સિવિલ કોડ બનાવવું જોઈએ. અને દરેક સમુદાયને સાથે લઈને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવુ જોઈએ.

વધુમાં જણાવ્યું કે, ભાજપે શુ કર્યું, ઉત્તરાખંડ ચૂંટણી પહેલા એક સમિતિ બનાવી ચૂંટણી પૂર્ણ સમિતિ ઘરે ગઈ. ગુજરાતમાં પણ એવું જ કર્યું ચુંટણી પહેલાં એક સમિતિ બનાવી છે અને ચૂંટણી પતશે એટલે એ સમિતિ પણ ઘરે જતી રહેશે. મધ્યપ્રદેશ માં કેમ નથી કરતા? ઉત્તરપ્રદેશ માં કેમ લાગુ નથી કરતાં? જો તેમની નિયત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હોય તો દેશમાં કેમ લાગુ નથી કરતાં? લોકસભા ચૂંટણીની રાહ જોવો છો? વધુમાં તેમણે કહ્યું કે ભાજપ ની નિયત જ નથી યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!