GujaratPolitics

ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ! દલાલો ભગાવો ના લાગ્યા પોસ્ટરો!

દિલ્લી અને પંજાબમાં સત્તા કબ્જે કર્યા બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અને એટલે જ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ન માત્ર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે પરંતુ કેટલીક બેઠકો પર તો ઉમેદવારો પણ જાહેર કરી નાખ્યા છે. અરવિંદ કેજરીવાલદ્વારા ગુજરાતમાં મજબૂત સંગઠન અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શનની આશા સાથે ગુજરાતના સતત આંટાફેરા કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આગામી 2જી નવેમ્બરે જાહેર થશે તેવું કહેવાય રહ્યું છે ત્યારે ગુજરાતની રાજકીય પાર્ટીઓ ચૂંટણી જંગ માટે મુરતિયા શોધી રહી છે. ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં 182 બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે તો કોંગ્રેસ દ્વારા પણ લગભગ લગભગ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર છે જે આગામી સકાયમાં જાહેર થઈ જશે. ત્યારે આમ આદમી પાર્ટી માં ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયાં બાદ ભંગાણ પડ્યું છે. ઠેર ઠેર વિરોધ કરતા પોસ્ટરો લાગતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

કેજરીવાલ દ્વારા અત્યાર સુંધીમાં લગભગ 70 થી 80 જેટલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી સૌથી પહેલી છે જેણે ગુજરાતમાં અન્ય પાર્ટીઓ કરતા પહેલા અને વહેલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ઉમેદવારો જાહેર કર્તાની સાથે જ આમ આદમી પાર્ટી કાર્યકરોમાં રોષનો માહોલ છે. આમ આદમી પાર્ટીનું ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતાંની સાથે જ આમ આદમી પાર્ટીમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે અને ઉમેદવારોનો વિરોધ શરૂ થઈ ગયો છે. આ પહેલીવાર નથી આ પહેલાં પણ આમ આદમી પાર્ટીમાં ઉમેદવારોને લઈને ઘમાસાણ થઈ ચૂક્યું છે.

જણાવી દઈએ કે, કેજરીવાલ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના લિસ્ટ બાદ મોટું ઘમાસાણ મચી જવા પામ્યું છે. રાજકોટના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઘમાસાણ મચી જવા પામ્યું છે. ધોરાજીમાં ચારે બાજુ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટી કો બચાવો પાર્ટી કે દલાલો કો ભગાવો. અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે કે, પાર્ટી ના કાર્યકરો અને હોદ્દેદારોની એક જ શુર આયાતી ઉમેદવાર ને કરો દુર.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જીલ્લાના ધોરાજીના ઉપલેટામાં વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ વિપુલ સખીયાને ટીકિટી આપી છે. બસ આજ મૂળ વિવાદનું કારણ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આ જ ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે ને રોષની લાગણી છે. પાર્ટી ના કાર્યકરો અને હોદ્દેદારોએ પોસ્ટરમાં લખ્યું છે કે કેજરીવાલ સાહેબ જીંદાબાદ ઉમેદવાર વિપુલ સખીયા મુર્દાબાદ. પરત8ના હોદ્દેદારો અને કાર્યકરો જ ઉમેદવાર વિરુદ્ધમાં ખુલ્લે આમ આવી ગયા છે જે આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ દર્શાવે છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!