GujaratIndia

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું મોટું નિવેદન!

ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. કહેવાય છે કે આગામી 2 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચરમસીમા પર છે પરંતુ કોંગ્રેસ સાઇલેન્ટ કેમ છે તે હજુ સુંધી કોઈ ભાળ મેળવી શક્યું નથી. આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે જબરદસ્ત પ્રચાર કરી રહી છે.

દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતનો પ્રવાસ વારંવાર ખેડી રહ્યા છે. ભાજપ પણ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની રેલીઓ સભાઓ કરાવવા લાગ્યું છે. ભાજપ ની સ્ટ્રેટેજી શું છે એ માત્ર ને માત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ જાણે છે. ભાજપ ને ખબર જ છે કે તેમના માટે ગુજરાત કેટલુ મહત્વનું છે. ગુજરાત ભાજપ માટે એક નાક સમાન છે અને ભાજપ માટે ગુજરાત એ ખૂબ જ મહત્વનું છે અને ભાજપ માટે ગુજરાત જીતવું એ પણ મહત્વનું છે.

ભલે સંગઠન અને સરકારમાં ભાજપ મજબૂત હોય પણ ક્યાંકને ક્યાંક જનતામાં ભાજપ સામે રોષ છે જ. આ વાત ભાજપ સારી રીતે જાણે છે એટલે જ ભાજપ તેના દરેક કાર્યકરો પાસે તનતોડ મહેનત કરાવી રહ્યું છે એટલું જ નહીં દિલ્લીના મંત્રીઓ, દેશના ખૂણે ખૂણાના દરેક નેતાઓને કામે લગાડી દીધા છે. આમ તો દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતની કમાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ ખુદ પોતાના હાથમાં લીધી છે.

પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ અમિત શાહ દ્વારા ગુજરાત ભાજપણ સંગઠન હોદ્દેદારોની મિટિંગ લીધી હતી અને આગળની રણનીતિ ઘડી હતી. ભાજપ માટે ગુજરાત એ નાક સમાન છે જો ગુજરાત હારે તો ભાજપ ને તેનું નુકશાન સમગ્ર દેશમાં ભોગવવું પડે. એટલે બાય હુક કે બાય કુક ભાજપ ગુજરાત જીતવા મરણીયા પ્રયાસ કરશે. અમિત શાહ ખુદ હવે ગુજરાત ચૂંટણી ની પળેપળની ખબર રાખી રહ્યા છે.

આ તમામ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજય રૂપાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છેજે ઝકડપથી વાઇરલ થઈ રહ્યું છે. વિજય રૂપાણી દ્વારા નિવેદન આપતાં જણાવ્યું કે, ગુજરાતમક ભાજપ સાતમીવાર સરકાર બનાવશે અને એ પણ 2/3 બહુમતી સાથે ફરીથી ભાજપ સરકાર બનાવશે. ગુજરાતની જનતા પર મને સંપૂર્ણ ભરોસો છે. વિજય રૂપાણી ના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!