IndiaPolitics

ગુજરાત ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ ની મોદી શાહ ને મોટી અપીલ! રાજકારણ ગરમાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી 2 નવેમ્બરે જાહેર થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ ને લડત આપવા એક નવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને નવી છપાયેલી ચલણી નોટ પર મહાત્મા ગાંધી તેમજ લક્ષ્મી-ગણેશની તસવીર છાપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે જરૂરી પહેલ કરવાની સાથે સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે. કેજરીવાલે 26 ઓક્ટોબરે કહ્યું હતું કે તેઓ એક-બે દિવસમાં કેન્દ્ર સરકારને પત્ર લખીને આ અંગે અપીલ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી 2 નવેમ્બરે જાહેર થઈ શકે છે.

દિલ્હીના સીએમએ કહ્યું કે જો આપણી ચલણી નોટ પર લક્ષ્મી અને ગણેશની તસવીર હશે તો આપણો દેશ સમૃદ્ધ થશે. તેમણે કહ્યું કે દિવાળી પર આપણે સૌ સમૃદ્ધિ માટે લક્ષ્મીજી અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરીએ છીએ. દિલ્હીના સીએમએ કહ્યું, “ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. અહીં 85% મુસ્લિમો અને માત્ર 2% હિંદુઓ છે પરંતુ ચલણી નોટ પર શ્રી ગણેશજીની તસવીર છે. હું વડાપ્રધાનને અપીલ કરું છું કે નવી છપાયેલી નોટ પર પણ માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની તસવીરો લગાવવામાં આવે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જાણી જોઈને આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ભાજપ હિન્દુત્વના કોઈપણ મુદ્દાને ઉઠાવે તે પહેલાં જ કેજરીવાલ દ્વારા આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે.

સીએમ કેજરીવાલે દિલ્હીના પ્રદૂષણ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીના લોકોએ પ્રદૂષણ પર ઘણું કામ કર્યું છે, જેના પરિણામે વિકાસ વધવા છતાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે. અમે સાચી દિશામાં છીએ અને પરિણામો પ્રોત્સાહક છે, પરંતુ અમે સંતુષ્ટ નથી, હજુ ઘણું કરવાનું બાકી છે. અમે દિલ્હીને વિશ્વનું સૌથી સ્વચ્છ હવા વાળું શહેર બનાવીશું. જણાવી દઈએ એકે પ્રદૂષણ ને નાથવા માટે દિલ્લી સરકાર દ્વારા ફટાકડા ફોડવા પર બેન મુકવમાં આવ્યો હતો જેને કારણે દિવાળી પર કેજરીવાલ સરકારને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. જે રોષને ખાળવા માટે કેજરીવાલ દ્વારા નવી માંગણી કરવામાં આવી છે.

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ, જેઓ અવારનવાર ભાજપ પર જાતિ-ધાર્મિક રાજકારણ કરવાનો આરોપ લગાવે છે, તેઓ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે જાહેર કર્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો તેઓ લોકોને ધાર્મિક યાત્રા કરવામાં મદદ કરશે. અયોધ્યાના મફત દર્શન માટે લઈ જશે. આ પહેલા પણ તે પોતાને બજરંગબલીનો ભક્ત ગણાવી ચુક્યા છે. પોતાના જન્મદિવસ નિમિત્તે અરવિંદ કેજરીવાલ પણ હનુમાન મંદિર પહોંચ્યા હતા. કેજરીવાલ અવારનવાર બતાવે છે કે પોતે કટ્ટર હિન્દુત્વવાદી નેતા છે આ પહેલાં પણ તેઓ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે કહ્યું હતું જે તેઓનો જન્મ કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે થયો હતો જોકે તેઓનો જન્મ દિવસ કૃષ્ણ જન્માષ્ટમી ના આગળના દિવસે થયો હતો.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!